SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 527 જણાય છે અને તે દેવ એટલા હાજરાહજૂર મનાય છે કે વિધર્મી પણ તેમની આણને ઉલ્લંઘી શકતા નથી. ખરી રીતે આજે શાસન રક્ષા કરનાર દેવ તરીકે વધુ પ્રચાર પામેલ હોય તો માણિભદ્રવીર જ છે. આવા મહાન પ્રભાવશાળી, ઉગ્ર તપસ્વી, સમર્થ વિદ્વાન પોતાના શિષ્ય શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજીને જોઈને કેમ તેમના ગુરુવર્યને આનંદ ન થાય! . આથી જ શ્રીમદ્ આચાર્યદેવ શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજે પોતાના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૫૮૩માં પાટણમાં ગચ્છનાયકપદે પ્રતિષ્ઠિત કર્યા. શ્રી રૂષભદાસ કવિએ શ્રી હીરવિજયસૂરિ રાસમાં આ ક્રિયોદ્ધારનું અછું વર્ણન કર્યું છે જે નીચે પ્રમાણે : સંવત પનર વ્યાપાસી જામ, કિયોદ્ધાર કરે નર તામ; કરુણા ઉપની લોકની ત્યાંહી; જીવ જચે એ બહુ દુર્ગતિમાંહી. તેણિ કારણે આણે વૈરાગ, ઉપધિ દ્રવ્યનો કીધો ત્યાગ; મીણ કપટ ઓઢે કલપડો, અસ્યો ચલોટો મૂલ નહિ વડો. પૂઠિ મુનિવર બહુ પરિવાર, સહન કરે કિયો ઉદ્ધાર. સૌભાગ્ય હરખ તસ થાપી દીધ, દુઃખ પંથ તે પોતે કીધ, સુગંધ સાર વિલેપણ નહિ, માંડી કિરીયા સાવલી તહિં. હે આનંદવિમલસૂરિ ! આજે મારું શરીર સ્વસ્થ નથી, અને હવે તો શરીરનું કામ પણ શું છે? તારા જેવો મહા પ્રભાવશાળી હીરો જૈન શાસનની સેવા માટે છે પછી મારે શાની ચિંતા ! હવે શરીર જીર્ણ થયું છે માટે અમે પરમાત્માનું ધ્યાન ધરીશું અને આત્મરમણ કરીશું. સાધુસમુદાયને સંભાળજો, સંઘની દિનપ્રતિદિન વૃદ્ધિ કરજો, મહા મંગલકારી કાર્ય કરજો, તપશ્ચર્યાનો તમારો ભાવ ચાલુ રાખજો, અને ઠામ ઠામ ધર્મકાર્ય કરી તીર્થધામોનો ઉદ્ધાર કરી ગચ્છની ને શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરજો. મને તમારી ભક્તિ અને શક્તિમાં ભારે શ્રદ્ધા છે. તમે જૈનશાસનના શિરોમણિ છો, શાસનહિતનાં કાર્ય કરી જીવન–સાફલ્ય કરજો. આ વચનો સાંભળી સાધુવંદ ગદ્ગદ થઈ ગયો. શ્રી આનંદવિમલસૂરીશ્વરજી બોલ્યા, ગુરુદેવ ! આપનાં વચનો મને પ્રમાણ છે. હું તો પામર પ્રાણી છું પણ તીર્થંકરદેવ અને આપના નામસ્મરણ રૂપ મંત્રથી હું આપના પવિત્ર પગલે ચાલીશ. જિનશાસનની સેવા કરવા મારાથી બધું કરી છૂટીશ. સમુદાયની વૃદ્ધિ કરીશ અને ઉગ્ર તપશ્ચર્યા કરીને મારા જીવનનું સાર્થક કરીશ. સંઘ અને શાસનના ઉદ્યોત માટે, તીર્થસ્થાનોના ઉદ્ધાર માટે હું યથાશક્તિ પ્રયત્નો કરીશ. આ બધું આપના પ્રભાવ અને કૃપાથી મારામાં તે કરવાની શક્તિ આવે તેમ શાસનદેવને પ્રાર્થના છે. જીવન અને મરણની ઘટમાળથી વ્યાપ્ત સંસારમાં જીવન-મરણને સ્વાભાવિક માન્યા છતાં સાધુ-સાધ્વી અને શ્રાવકશ્રાવિકા સમુદાયનાં ચક્ષુઓમાંથી અશ્રુધારાઓ નીકળવા લાગી, આખો સમુદાય દિલગીરીના વાતાવરણમાં ઘેરાઈ ગયો, ગુરુદેવ શ્રીમદ્ હેમવિમલસૂરીશ્વરજી મહારાજ પરમાત્માનું ધ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy