SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ 526 ઉત્પન્ન કરવા માટે થતો ઉપયોગ, દર્શનમાં કુદર્શનીઓનો સંપર્ક, તેઓનાં તત્ત્વોની મિશ્રણતા અને ચારિત્રમાં ભગવાનના વેષના નામે લોકો ઉપર આદરભાવ ઉત્પન્ન કરાવી તેમને સદ્માર્ગે નહિ જોડવાની રીતિ, તપનો અભાવ, ક્રિયામાં શિથિલતા– આ સર્વનો ત્યાગ કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રની પરમારાધકતાનું જીવન જીવવું, જીવન જિવડાવવું અને તેવા જીવન જિવાડવાનો પ્રચાર – આનું નામ ક્રિયોદ્વાર. આ ક્રિયોદ્ધાર એક હાથે ન બની શકે, માટે મારે તે જીવન જીવી તેમાં રસ ઉત્પન્ન કરનાર વર્ગને ઊભો કરી આખી પલટાયેલ સ્થિતિ પલટવી એ જ મારું મુખ્ય જીવનધ્યેય રહેવું જોઈએ. અને જો આ પ્રમાણે વ્યવસ્થા થશે તો સંઘમાં થનાર નવદીક્ષિતો પણ નવા પ્રવાહને જીવી જૈન શાસન–પ્રભાવના કોઈ અપૂર્વ કરી પૂર્વ મુજબ શાસનધુરાને વહન કરી અવિચ્છિન્ન જગત ઉપર પ્રભાવ પાડશે. - તપાગચ્છાધિષ્ઠાયક બસ ગમે તે થાય, જાય સાધવામિ વા વેદ પાતયામિની પ્રતિજ્ઞા લીધી અને પોતાના ગુરુદેવ શ્રીમદ્ હેમવિમલસૂરીશ્વરજીને પોતાની ભાવના જણાવી. ગુરુદેવને તો ખૂબ આનંદ થયો ! ગુરુદેવની આજ્ઞા લઈને કુવાદીમતોચ્છેદક શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે મુનિવૃંદમાં ઉદ્ઘોષણા જાહેર કરી, ત્યારે ૫૦૦–પાંચસો મુનિમહારાજોએ તેમને સાથ આપવા વચન આપ્યું અને ૫૦૦ સાધુઓને લઈને વિક્રમ સંવત ૧૫૮૨ના વર્ષમાં ચાણસ્મા પાસે આવેલ વડાવલી ગામમાં ક્રિોદ્ધાર કર્યો. (૧ આજે પણ ચાણસ્મા સ્ટેશનથી વડાવલી પાંચ ગાઉ છે.) આ પહેલાં તપાગચ્છની શરૂઆત કરનાર મહાન ઉગ્ર તપસ્વી ધુરંધર મહાત્મા આચાર્યદેવેશ શ્રીમદ્ જગચંદ્રસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત ૧૨૦૦ની લગભગમાં ક્રિયોદ્ધાર કર્યો હતો. દરેક ધર્મમાં ધર્મની આપત્તિ વખતે તેના રક્ષક તરીકે કોઈ ને કોઈ માનવામાં આવે છે. ગીતા વગેરેમાં થવા થવા દિ ધર્મસ્ય....... . એ પદથી કૃષ્ણને પુનરવતાર લેવો પડે છે તેમ માન્યું છે, બૌદ્ધ ધર્મમાં તીર્થનિરિવર્ણનતઃ, . એ પદથી બૌદ્ધ પણ સ્વધર્મરક્ષા માટે ફરી અવતરે છે. જ્યારે જૈન ધર્મ તેથી પર છે, જૈન ધર્મમાં તેમના નાયકોને મોક્ષે ગયા પછી પ્રથમ જ્ઞાનીદશામાં રાગ કે દ્વેષ ન હોવાથી મમત્વ કે દુઃખના બીજ રૂપ પુનર્ભવની જરૂર રહેતી નથી; છતાં જૈનધર્મમાં પણ શાસનરક્ષક દેવદેવીઓ હોય કે જેઓ ધર્મતત્ત્વના પ્રેમથી મહાન તપસ્વી કે ગુણીઓના ગુણાકર્ષણથી શાસનની કે તપસ્વીઓની રક્ષા અને ઉદ્યોત કરે છે. આ રીતે જગતમાં ઉત્પન્ન થનાર મહાતપસ્વીઓ, તત્ત્વવેત્તાઓ અને દિર્ઘદષ્ટિપુરુષો દ્વારા શાસનની રક્ષા થાય છે; પરંતુ તેની રક્ષા માટે તીર્થંકર પરમાત્મા કે સિદ્ધ પરમાત્માને નિર્લેપ હોવાથી ફરી આવવું પડતું નથી. એ જ પ્રમાણે શાસનની રક્ષા કરનાર દેવોમાંના માણિભદ્રવીર એક દેવ છે, તે મહાન પ્રભાવક શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી ઉપરના એકાન્ત રાગને લઈ સૂરિજીને માન્ય શાસનકાર્ય માટે હંમેશાં રત રહેનાર છે. આ દેવની શાસનભક્તિને લઈને જૂની પ્રણાલિકાના વિધમાન જૂનાં અને નવાં તમામ ક્ષેત્રોમાં માણિભદ્રવીર ન હોય તેમ નથી. શું ગામ અને શું શહેર, દરેક ઠેકાણે તપગચ્છના ઉપાશ્રય કે દહેરાસર વગેરે સર્વ ઠેકાણે તેમની સ્થાપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy