SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 525 ગુરુની આમન્યા માનવા તૈયાર ન હતો. એ જ પ્રમાણે એકલવિહાર વધી પડ્યો હતો. દીક્ષાનો પણ કશો પ્રતિબંધ નહતો. અજ્ઞાન, અભણ અને અસંસ્કારી માણસોને દીક્ષા આપવામાં આવતી હતી અને તેથી દીક્ષાની મહત્તા કે સાધુવ્રતની ઉચ્ચતા બને રહાં નહોતાં. તપશ્ચર્યાની ભાવના લોપ થતી હતી, મોટી તિથિઓ અને પર્વતિથિઓમાં પણ તપશ્ચર્યાનું નામ ઓછું થઈ રહ્યું હતું. અભ્યાસ, પઠન-પાઠન, શાસ્ત્રજ્ઞાન કે ધર્મધ્યાનની વાત વિસારે પડી હતી, શાસ્ત્રવાર્તાના ધામ, અભ્યાસનાં કેન્દ્ર અને સાહિત્ય-લેખનનાં સ્થાનો માત્ર આળસુ લોકોના અખાડા બની રહ્યા હતા; પરિગ્રહ વધી પડ્યો હતો, વિહારમાં પોતાનાં ઉપકરણો નોકરો દ્વારા ઉપડાવવામાં આવતાં હતાં. આ અને આવા અનેક જાતના શાસ્ત્રના પ્રતિબંધોમાં ભારે શિથિલતા આવી ગઈ હતી. જૈનશાસનની ઉન્નતિના સાચા સ્તંભ સમાન મહાન શાસ્ત્રવેત્તા ગુરુવર્ય આનંદવિમલસૂરીશ્વરજી મહારાજા આ વિષમ પરિસ્થિતિથી ત્રાસી ઊડ્યા અને જેની સાચી સાધુસંસ્થાનો નાશ તેઓશ્રીને સમીપ દેખાયો. જો સંયમ, તપશ્ચર્યા, અને શાસનસેવાની ધગશથી ક્રિયોદ્ધારનું કામ હાથ લેવામાં આવે તો જ જૈનશાસન અને સાધુસંસ્થામાં શુદ્ધિ આવે અને તો જ ભગવંત મહાવીરસ્વામીના તપ અને ત્યાગને વફાદાર રહી શકાય. મહાન પ્રભાવક શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજને જૈન સમાજની આ પરિસ્થિતિ રાતદિવસ મૂંઝવતી હતી. શું જૈન શાસનની આ દશા ! ધર્મના નામે આ શાં ધતિંગો ! આ દંભ અને પાખંડ કેમ ચલાવી લેવાય! વગેરે તેમને ખૂબ વિમાસણમાં નાંખવા લાગ્યાં. કયાં રાજાઓને પ્રતિબોધ કરનાર કવિકુલગરુ સિદ્ધસેન દિવાકરસૂરિ ? કયાં સર્વ દર્શનોના રહસ્યને ગૂંથનાર મહાપ્રભાવક શ્રી હરિભદ્રસૂરિ ? ક્યાં જૈનધર્મનો વિજયવાવટો ફરકાવનાર શ્રી મલ્લિષેણસૂરિ? ક્યાં જેને ન્યાયશાસ્ત્રને જગતભરમાં પ્રૌઢ બનાવનાર શ્રી વાદિદેવસૂરિ? કયાં જગપૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ અને ક્યાં જીવનભર અચામ્પતપ કરનાર ઉગ્ર ક્રિયાશીલ જગચંદ્રસૂરિ જેવા જ્ઞાન, દર્શન અને ચારિત્રના પરમારાધકો? અને કયાં આજે જ્ઞાન તરફ નિરપેક્ષ સેવનાર દર્શનની પ્રભાવનાથી વંચિત અને ચારિત્રની અણમોલતાની શ્રદ્ધાને કમી કરનાર આજનો તે જ પરંપરાનો શાસનરક્ષકપણાની જવાબદારીવાળો વર્ગ? પિતાની સોંપેલ પૂંજીને એશ-આરામ કરી ઉડાડી મૂકનાર ને કુળને જોખમ લગાડનાર શું સુપુત્ર મનાય ? રક્ષકપણા માટે નિમાયેલ રાજા પોતે જ લોકોને ત્રાસ આપી રંજાડે તો શું તે સુરાજા ગણાય? જૈનશાસનના રક્ષક તરીકેની જવાબદારી વહન કરનાર વર્ગે જ્ઞાનમાં પ્રમાદ અને ચારિત્ર તરફ બેદરકાર રહી સડતા ભાગની ઉપેક્ષા કરવી તે શું યોગ્ય છે? બસ નહિ જ. ગમે તે થાય; જેને માટે ઘર છોડ્યાં, કુંટુંબ છોડ્યાં, સંસાર છોડ્યા, દેહનાં મમત્વ છોડ્યાં ને તે વસ્તુ સિદ્ધ ન થાય તો ભણ્યા શા કામના? અને જીવન જીવ્યા શા કામના? પરમ પ્રભાવક ક્રિયોદ્ધારક શ્રી જગશ્ચંદ્રસૂરિજીએ કરેલ દિયોદ્ધાર મુજબ મારે ક્રિયોદ્ધાર કરવો જોઈએ; મારે કિયોદ્ધારમાં રસ લેનાર વર્ગ ઊભો કરવો જોઈએ. જ્ઞાન-આરાધનામાં યતદ્ધા અલના પૂર્વક ભણાતી પઠન પાઠન પદ્ધતિ, જ્ઞાનનો માન-મોહ અને ભોળા લોકને ચમત્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy