SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ 520 તપાગચ્છાધિષ્ઠાયક કરનાર ગુરુદેવ ! મારે એક આપને પૂછવાનું છે. દિવ્ય જ્ઞાની ગુરુ સિવાય બીજો કોણ ઉત્તર આપી શકે તેમ છે? તો આપ તેનો ઉત્તર આપવા કૃપા કરશો ? ગુરુદેવ! મારા પુત્રના જન્મ પ્રસંગે મોતીનો સાથિયો જણાયો તેનું શું રહસ્ય હશે! ગુરુએ ઉત્તર આપ્યો, તમારો પ્રશ્ન સંસારવૃદ્ધિના કારણ કે સંસારોત્તેજક નહિ હોવાથી મને જવાબ આપવામાં જરાયે પ્રતિકૂલ નથી."રતિક" એ પોતે કલ્યાણસૂચક છે, તેમાં પણ મોતીનો સાથિયો એટલે શું પૂછવું! આ પુત્ર સો કોઈને સ્વસ્તિ કરનાર થશે, ઉજ્જવળ મોતીનો સ્વસ્તિક હોવાથી તે પિતૃકુળ ઉજવાળશે, જ્ઞાતિ ઉજવાળશે; પોતાની જાતને અને ધર્મને પણ ઉજવાળશે. સ્વસ્તિક ચાર પાંખોનો હોવાથી તે ચતુર્ગતિક સંસારથી જરા પણ મૂંઝાશે નહિ. મોતી તે જગતને આનંદદાયક છે માટે તે પુત્ર જગતને આનંદદાયક બનશે. મોતી તે ઉત્તમ ધન સમાન મનાય છે. માટે આ પત્ર જગતના સુયોગ્ય માણસોમાં કિંમતી લેખાશે, અર્થાત આ તમારો પત્ર કોઈ સામાન જીવ નથી પણ કોઈ દેવાંશી ધર્માત્માનો જીવ છે, અને તે જૈન શાસનનો એક ચમકતો સિતારો છે ને જગતમાં ઉદ્યોત કરનારો મહાત્મા છે. જો એમ ન હોય તો કોઈ દિવસ આવી રીતે તારા ઘરમાં મોતીનો સ્વસ્તિક થાય નહિ, તેમ જ તે પુત્રને કોઈ દેવમિત્ર તેની સાંનિધ્યતાવાળો છે એટલે તે દેવ તેની રક્ષા પ્રગતિ અને તેના હિતની હરહંમેશ ચિંતા કરશે. તમે તમારા પુણ્યોદયે આ ઉત્તમ પુત્રરત્નને પ્રાપ્ત કરી શક્યા છો, માટે ધન્ય છે તેની સુશીલ માતાને ને ધન્ય છે તમોને. આ મહાપુરુષનું જતન કરજો, ધર્મ-પ્રેમથી તેના સંસ્કારમાં વૃદ્ધિ કરજો, જૈન સમાજના ઉદ્યોત માટે ઉચ્ચ જીવાત્માની રૂડી રીતે રક્ષા કરજો. ગુરુદેવના આ વચનથી કુટુંબીજનોને આનંદ થયો. આવા પુત્રરત્નથી માતા-પિતા ધન્ય માનવા લાગ્યાં, કુટુંબીજનોને પણ અત્યંત આનંદ થયો. બાળક વાઘજીકુંવરની પ્રત્યેક હિલચાલ અનોખી જણાવા લાગી, દેવદર્શન પ્રત્યે પ્રેમ, ગુરુવંદન પ્રત્યે મમતા ને જે મળે તેનાથી સંતોષ, રડવાનું નામ નહિ, હંમેશાં હસતો જ માલૂમ પડે, પડોશનાં બાળકો સાથે પણ ઉચ્ચ આસને બેસી ઉપદેશ આપતા હોય તેમ નિર્દોષ રમતો રમે. કેટલાક વખત બાદ ગુરુદેવ વિહાર કરવાના હતા, ત્યારે લોકો ગુરુદેવને વળાવવા ગયા. આપણા મેઘાજી શેઠ પણ વાઘજીકુંવરને સાથે લઈને ગયા. ગુરુમહારાજે અંતિમ દેશના આપી. મેઘાજી શેઠે ગુરુદેવને વંદન કર્યું, અને સાથે બાળકુંવરે પણ ગુરુદેવ પાસે હર્ષથી દોડી જઈ ચરણમાં પોતાનું મસ્તક મૂકી દીધું. ગુરુ તો ચકિત થઈ ગયા. પિતાને ભારે આશ્ચર્ય થયું, લોકો વિસ્મિત થઈ ગયા. ગુરુદેવે માથે હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા, 'હે વત્સ! તું જૈનશાસનનો ઉદ્યોત કરજે.' સમયના વહેણ સાથે દિવસો અને રાત્રિઓ પસાર થવા લાગી. પ્રભાતનો સમય થયો. ધીરે ધીરે સૂર્યદેવ પૃથ્વી પર પ્રગટ થયા, ભૂમિ માનવીઓના કોલાહલથી ગુંજવા લાગી, સૂર્યદેવ માનવલોકમાં રક્તવર્ણનાં સોનેરી કિરણો ફેંકી રહ્યા હતા. આકાશમાં સપ્તરંગી ધનુષ્યરેખાઓ તણાઈ રહી હતી. વનવગડામાં રખડી જીવન ગાળનાર, ધેનુને ચરાવવાવાળા સાદા ભલા ગોવાળીઆ સત્યનિષ્ઠાથી પોતાના કર્તવ્યનું પાલન કરતા ગાયોના સમૂહને લઈ વનમાં જતા - - કે " """'" " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy