SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 519 હાથ, સુકોમળ શરીર, નમણું નાક, પહોળી છાતી અને કુમકુમથી જાણે રંગેલાં ન હોય તેવાં નાજુક પગલાં વગેરે જોઈ જોઈને માતા-પિતા અને કુટુંબીજનો તો ઉલ્લાસિત થવા લાગ્યાં, પોતાની જાતને, પોતાના ઘરને, પોતાના કુટુંબને અને પોતાના ગોત્રને ભાગ્યશાળી માનવા લાગ્યાં, પારણામાં સૂતેલા હસતા-રમતા-કલ્લોલ કરતા બાળકને જોઈ સૌ આંખો અને આંતરડી ઠારતાં હતાં. શુભ મુહૂર્ત સમારોહ પૂર્વક કુંવરનું શુભ નામ વાઘજી કુંવર પાડ્યું. મેઘાજી શેઠ તથા માતા માણેકદેવી ચંદ્રની કળાની જેમ વૃદ્ધિ પામતા બાળકનું લાલનપાલન ઉત્તમ રીતે કરતાં હતાં. આજે માતા માણેકદેવી પુત્રને ઉસંગમાં લઈ રમાડે છે. બાળક વાઘજી કુંવરના તેજ અને પ્રભાવથી હાસ્ય અને આનંદથી માતા પુલકિત થઈ લાડ લડાવે છે. પુત્ર તો માતાના ખોળામાંથી વારંવાર ઊતરીને નાસી જવા પ્રયત્ન કરે છે. વારંવાર માતા ઉત્સંગમાં લે છે અને વારંવાર કુંવર નીચે ઊતરી જાણે ચાલ્યો જતો હોય તેમ ઘરના બીજા ભાગમાં સંતાઈ જાય છે. ભોળી અને ભલી માતા આવા નાના બનાવથી શંકિત થાય છે. માતાનો કેવો અજબ પ્રેમ! માતા તો પુત્ર માટે મોટી મોટી આશાની ઇમારતો બાંધે છે. પુત્ર મોટો થશે, શાળાએ ભણશે, કોઈ કુળવાન સુશીલ અને મનોરમ કન્યા સાથે તેનો વિવાહ કરીશ. બંનેને સુખી જોઈશ. વૃદ્ધાવસ્થામાં મારો લાડીલો પુત્ર અને પ્રેમાળ પુત્રવધૂ મારી સેવા કરશે. મારો વાઘજી મોટો વેપારી થશે, દેશ-પરદેશ ખેડશે અને ધર્મકાર્યથી મહાન કીર્તિશાળી થશે. મારી કૂખને ઉજ્વળ કરશે અને મારી જિંદગી પરમાત્માના ચરણમાં ગાળી અમે સુખી સુખી થઈ રહીશું. પણ અમારો આ પ્રિય કુમાર વારંવાર ખોળામાંથી કેમ નાસી જાય છે તે સમજાતું નથી. મારી સાથે વાતો કેમ કરતો નથી? અરે આ અમારા લાલને કોઈ મારી પાસેથી છોડાવી તો નહિ જાય ને! ના, પણ હું કેમ જવા દઈશ, મારો કુમાર મારો જ છે. માતા કયાં જાણે છે કે એ ખોળામાંથી નાસી જતો અને બીજા ઘરમાં સંતાઈ જતો બાળક ખરેખર નાસી જવાનો છે, જગતના બીજા જ ઘરમાં તે નાસી જઈ સ્થિર રહેવાનો છે, જગતના બીજા ઘરમાં તેનો વાસ છે, અને ધર્મનો ઝંડો ફરકાવનારો મહાકલ્યાણકારી મહાત્મા થવાનો છે, તેને તો દીક્ષાકુમારીને પરણવું છે, અને મોક્ષના વ્યાપાર કરવા છે. દેશોદેશના અનુભવને જીવનમાં રેડતા ગ્રામાનુગ્રામ વિહાર કરતા ભવ્યાત્માઓને પ્રતિબોધ કરતા તપાગચ્છાધિપતિ સકલ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્ હેમવિમલસૂરીશ્વરજી મહારાજ ઈડર નગરમાં પધાર્યા. રાજાગમન કરતાં પણ ગુરુ-આગમનને વધુ મહત્ત્વ આપતી સકળ જનતા હર્ષઘેલી બની. સકળ જનતા ગુરુ-આગમનને જીવનશોધક, પ્રગતિકારક અને રક્ષક માનતી. કારણ, ગુરુ-આગમનથી તેમને અપૂર્વ જ્ઞાન, અપૂર્વ જીવનમાં ઉત્સાહ અને પોતાની જીવન–પ્રણાલિકામાં યોગ્ય ફેરફાર થતો. ગુરુનો ઉપદેશ સાંભળી તેને જીવનમાં ઉતારતી જનતા ઘર તરફવિદાય લેવા લાગી; પરંતુ મેઘાજી શેઠ પોતાના હૃદયમાં રહેલ શંકાને પૂછવાનો અવસર આજે ઘણે અવસરે પ્રાપ્ત થયેલો હોઈ સૌના ગયા પછી ગુરુ પાસે વિનયથી બેસી વિજ્ઞપ્તિ કરી. સંસારના માનવીઓના સંસારસંબંધથી ન્યારા રહી સંસારમાં ખૂંચેલ અમારા જેવાનો ઉદ્ધાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy