SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 517 વૈમનસ્યથી પ્રવેશ પામેલા મોગલશાહીના પ્રતાપે કેટલાંક રાજ્યો મોગલોની હકુમત નીચે પોતાની ફાટફૂટથી પ્રવેશી ચૂક્યાં હતાં. કેટલાક કાયર રજપૂતો પોતાની રજપુતાઈ વટલાવી ચૂક્યા હતા, જ્યારે બાકી રહેલાઓને મોડાવહેલા પણ તેમના આક્રમણનો ભય સતાવી રહ્યો હતો. છતાં રાણા પ્રતાપ અને ભામાશાહથી પ્રસિદ્ધ થનાર ઉદેપુર પ્રદેશ અને ઈડર પ્રદેશ અણનમ હતો. તેની ક્ષત્રિયવટ તેવી ને તેવી હતી. અને કહેવાતું કે ઈડરિયો ગઢ જીતવો સહેલું નહોતું. નાના ગામથી તે મોટા શહેર સુધીની તમામ પ્રજામાં જૈન મહાજન તે અગ્રગણ્ય ગણાતો. ગામનો શેઠ તો જૈન મહાજન, ગ્રામપંચાયતનો ન્યાયાધીશ તો પણ જૈન મહાજન, દુઃખિયાનો તારણહાર તો જૈન મહાજન. મહાજન રૂઠે તો રાજા પણ કંપે, તેને મનાવવા વિનંતિ કરે અને તેની આણ તે સૌને શિરસાવંધ મનાતી. આ રીતની જૈન મહાજનની હાક મોગલશાહીમાં ધીમે ધીમે ઓસરવા લાગી હતી. છતાં તેનું ઓજસુ ઓછું થયું ન હતું. સૌને પોતાના ધન, માલ, મિલકત અને ધર્મનાં મંદિરોની વ્યવસ્થા જોખમમાં દેખાતી હતી. એક તરફ લંકામતનો જિનેશ્વર ભગવંતની પ્રતિમા–નિષેધનો ભારે પ્રચાર થઈ રહ્યો હતો. પ્રતિમા પ્રત્યે તિરસ્કાર અને અશ્રદ્ધાનું વાતાવરણ જામવા લાગ્યું હતું અને સમાજનું સંગઠન શિથિલ થઈ રહ્યું હતું. એક તરફ કડવા મતના અનુયાયીઓ વધવા લાગ્યા હતા ને તે મતની માન્યતા કે ' સાચા સાધુઓનો અભાવ છે, શાસ્ત્રોક્ત દીક્ષા પળાય તેમ નથી, માટે સાધુ વર્ગની જરૂર નથી; પણ શ્રાવકવેષે સંચરી ભાવસાધુપણે વર્તવું ઇષ્ટ છે. અને આવી બીજી અનેક રીતે સાધુસંસ્થાના વિનાશનાં બીજ વવાઈ રહ્યાં હતાં. વળી એક તરફ પુષ્ટિમાર્ગ નામના વૈષ્ણવ સંપ્રદાયનો શ્રી વલ્લભાચાર્યે ગુજરાતનાં મોટાં શહેરો તથા કાઠિયાવાડ અને સિંધમાં ફરી વ્યાપક પ્રચાર કર્યો હતો. આમ, પરિસ્થિતિ વિષમ હતી. - જિનેશ્વર ભગવંતની પ્રતિમાનિષેધ, સાધુપૂજન-નિષેધ, અને સાથેસાથે જૈન સમાજની ધર્મશિથિલતા અને સમ્યગુ જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સુમેળ ધીમે ધીમે ઘસાતો હતો. ગુરુઆજ્ઞાનું પાલન શાસ્ત્રીય રીતે થતું નહોતું. તપાદિનો ધીમે ધીમે હાર થઈ રહ્યો હતો. એકલવિહાર ખૂબ વધી ગયો હતો. પર્વતિથિમાં પણ તપશ્ચર્યાનું ઠેકાણું નહોતું. યોગોદ્વહન, સ્વાધ્યાય અને અભ્યાસ તથા ક્રિયા તરફ અરુચિ વધતી જતી હતી. અને જૈન જગત એક મહાન તપસ્વી, પ્રભાવક, ક્રિયોદ્ધારક, વિદ્વાન, પ્રતિભાસંપન્ન અને ચારિત્રચૂડામણિ સિતારાની રાહ જોઈ રહ્યું હતું. જૈન સમાજમાં જાગૃતિ, ધર્મનો ઉદ્યોત, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનું જ્ઞાન ઓછું થતું જતું હતું. સાધુ સમાજમાં પણ આ ઘસારો વધી રહ્યો હતો. સમાજનું ભાવિ અંધકારરૂપી કાળાં વાદળાંથી ઘેરાયેલું હતું. પૂર્ણિમાની ચાંદની નિરભ્ર આકાશમાંથી શીતળ કિરણો વરસાવી રહી હતી. તારાઓનાં વૃંદો ચમકારા મારતાં પ્રકાશી રહ્યાં હતાં. નગરના મહેલો અને પ્રાસાદો, મંદિરો અને હવેલીઓ, રાજમાર્ગો અને કિલ્લાનાં ભવ્ય મંદિરો ચંદ્રમાના ચારુ પ્રકાશમાં સુવર્ણનગરી સમાં દેદીપ્યમાન થઈ રહ્યાં હતાં. આવા ઇડર નગરમાં એક ધર્મપ્રેમી શ્રદ્ધાળુ શ્રાવક શ્રેષ્ઠીના શયનખંડમાં એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy