SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ 516 તપાગચ્છાધિષ્ઠાયક 'માણેકશાહ અને માણિભદ્રના પરમ ઉપકારી જગદરશાસનશિરોમણિ. જંગમયુગપ્રધાન,શાસનસમ્રાટ, મહાનક્રિયોદ્ધારક, તપાગચ્છાધિપતિ, સકલ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્ આનંદવિમલસૂરિજી મહારાજ (વિ.સં. ૧૯૯૫માં પ્રગટ થયેલ પુસ્તિકાના આધારે ) અનુયોગાચાર્ય પંન્યાસપ્રવર શ્રી રંગવિમળજી મ.ના શિષ્ય પૂજ્ય મુનિરાજશ્રી કનકવિમળજી મહારાજ આ ગ્રંથરત્ન પૂજ્ય પ્રભાવક શ્રી માણિભદ્રજી દાદાના સર્વાગ પરિચય માટેનો હોઈ તેમાં શ્રી માણેકશાહ અને વર્તમાન યુગના શ્રી માણિભદ્ર દાદાજીના પરમ ઉપકારી જગદ્ગુરુ શાસન–પ્રભાવક આચાર્ય, ચકચૂડામણિ જંગમયુગપ્રધાન, શાસનસમ્રાટ મહાન ક્રિયોદ્ધારક વિદ્યાવાચસ્પતિ તપાગચ્છાધિપતિ સકલ ભટ્ટારકાચાર્ય શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજાના પ્રેરક પ્રકાશપુંજરૂ૫ ચરિત્રામૃતનું આ લેખમાં સવિસ્તર નિરૂપણ છે. પૂજ્યપાદ ભગવંતશ્રીના પૂર્વચરિત્ર અને શાસન-પ્રભાવક ઉપાધ્યાયપદ અને આચાર્ય ભગવંતના પદેથી પૂજ્યશ્રીએ જે અગણિત ઉપકારો કર્યા તેનું મધુર આકર્ષક અને પ્રભાવશાળી શૈલીમાં અહીં વર્ણન છે. આવા આવા શ્રેષ્ઠતમ આચાર્ય ભગવંતોના તપ-પ્રભાવથી જૈન શાસન પુણ્યવતું અને જોમવંતુ છે. આ લેખ વારંવાર વાચન-મનન કરવા યોગ્ય છે. -સંપાદક એ સમય રાજ્યક્ષેત્ર, વ્યવહારક્ષેત્ર અને ધર્મક્ષેત્રના વિવિધરંગી પડછાયાથી ચિત્રિત હતો. પરમાર, ચાવડા, સૂર્ય અને ચંદ્રના વંશના ગણાતા રાજાઓ વિવિધ ક્ષુદ્ર કલહોથી પરસ્પરનું હિત જોખમમાં નાંખી રહ્યા હતા. આંતરકલહોને લઈ પરરાજ્યને નોતરી બંનેના મોતનો ઘંટ પોતાના હાથે વગાડી રહ્યા હતા. યવનોનો પ્રચાર વિકૃત રીતે ફેલાતો હતો. હિંદુની આર્ય સંસ્કૃતિનું મુસ્લિમ સાથે મિશ્રણ થતું હતું. ક્ષત્રિયોની ક્ષત્રિયવટની, બ્રાહ્મણોના ધર્મમાનીપણાની અને વૈશ્યોની સંપત્તિની દેશ કાજે અને ધર્મ કાજે થતી કસોટીનો તે કાળ હતો. કારણ, એક બાજુ લાલચો, વાસના અને મોટાઈને રાજ્યાશ્રય હતો જ્યારે બીજી બાજુ ધર્મ, નીતિ અને કુલવટ કાજે દુઃખ, જંગલોમાં રખડવું, ધનમાલ વિનાના બનવું વગેરે હતું. પૃથ્વીરાજ ચૌહાણ અને રાયચંદ રાઠોડના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy