SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ 508 મોટા પોશીના (ઈડર પાસે) નેમિનાથ જિનાલયમાં માણિભદ્ર વીરનું પ્રભાવક સ્થાન છે. વિરમગામ પાસે ઉધરોજ પણ એક જ પ્રભાવક સ્થાન ગણાય છે. તપાગચ્છાધિષ્ઠાયક શંખેશ્વર તીર્થ પાસે વીર વનરાજની જન્મભૂમિ વણોદના જિનાલયમાં માણિભદ્રવીરનું સ્થાન છે. આ સ્થાન પણ ચમત્કારિક છે. અહીં અન્ય દેવ–દેવીઓને સ્થાન આપવામાં આવે તો તે ત્યાં રહી શકતાં નથી, તેનો નાશ થઈ જાય છે એમ કહેવાય છે. અમદાવાદ પાસે બારેજામાં શ્રી વિજયરાજસૂરિ પ્રતિષ્ઠિત માણિભદ્ર વીરનું સ્થાન છે. તદ્ઉપરાંત હવે તો લગભગ પ્રત્યેક ગામમાં જિનાલયનું નિર્માણ કે જીર્ણોદ્ધાર થાય એટલે માણિભદ્રવીરની સ્થાપના કરવામાં આવે છે. માણિભદ્રજીનું સ્વરૂપ દર્શન "હું ઇન્દ્રદેવ થયો છું. મારો શ્યામ વર્ણ છે. અજમુખ (સુદિલ) મનોહર પ્રિયદર્શન મનો—માન સહિત હાથ, પગ, નાક, નખ, જીભ અને હોઠ લાલ રંગના છે, અને તેજસ્વી મુગુટ મેં ધર્યો છે. જાતજાતના અલંકારો મેં પહેર્યા છે. રાયણવૃક્ષની શાખા મંદિરના આકારની મુખ ઉપર ધારણ કરી છે. તે ઉપર સિદ્ધાચલના મંદિરની દેરી છે અને તેમાં આદીશ્વર ભગવાનનું ચિહ્ન છે જેથી મારી આંખની સ્થિર દષ્ટિ શ્રી આદીશ્વર ભગવાનની ઉપર રહે છે. છ ભુજાઓ છે. ત્રિશૂલ, ડમરૂ, મુદ્ગલ, અંકુશ અને નાગ ધારણ કર્યાં છે. ઐરાવત હાથી મારું વાહન છે. હું ચોસઠ જોગણી અને બાવન વીરોનો અધિપતિ બન્યો. વીસ હજાર મારા સામાનિક દેવતાઓ છે." (આણંદવિમલસૂરિને પ્રત્યક્ષ થયેલા માણિભદ્રવીરના આધારે વર્ણન.) નિગમમત પ્રભાવક પં. સિદ્ધાંતસાગર ગણિ લખે છે કે, તીર્થંકરોના જન્મોત્સવમાં ૪ ઇન્દ્રો આવે છે તેમાં યક્ષ જાતિના દેવોના બે ઇન્દ્ર માણિભદ્રવીર અને પૂર્ણભદ્રવીર આવે છે. માણિભદ્રવીર એ ચોસઠ ઇન્દ્રોમાંથી વ્યંતર જાતિના એક ઇન્દ્ર છે. તેના આઠ પ્રકાર છે. કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. આ દેવો કેટલાંક ક્ષેત્રોનું રક્ષણ કરવા રહે છે એટલે ક્ષેત્રપાલ કહેવાય છે. પ્રાચીન તીર્થ આંતરોલીમાં આવેલ ચમત્કારિક શ્રી માણિભદ્રજીનું સ્થાનક ગુજરાતનાં પ્રાચીન તીર્થોમાંનું ખેડા જિલ્લામાં આવેલું આ એક ચમત્કારિક તીર્થ કપડવંજથી ૮, નડિયાદથી ૪૦, અમદાવાદથી ૬૦ કિ.મી.ના અંતરે આવેલ છે. અમદાવાદથી ઓઢવ, કઠલાલ કપડવંજ રોડ ઉપર દાસલવાડા સ્ટેન્ડે ઊતરી ત્યાંથી ૨ કિ.મી.ના અંતરે આંતરોલી રિક્ષા, બસ મારફતે જઈ શકાય છે. જૈનોનાં ૪ ઘર છે. આંતરોલી ગામની મધ્યમાં ટેકરીવાળા મહોલ્લામાં ઊંચું શિખરબંધી–મેડાબંધી આરસની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy