SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 509 બાંધણીવાળું અને ખૂબ મોટું હોઈ જિનાલય ભવ્ય લાગે છે. દેરાસરની બાજુમાં મહાચમત્કારિક શ્રી માણિભદ્રવીર દાદાનું પ્રભાવિક સ્થાનક આવેલું છે તે પણ પુરાણું હોવાનો ઉલ્લેખ છે. તેઓની ચમત્કારિક શક્તિઓનો ઘણાને અનુભવ થયાનું ચર્ચાય છે. તેઓના દર્શને ઈતરકોમની વ્યક્તિઓ પણ આવે છે. આસો સુદિ પના રોજ શ્રી માણિભદ્રવીર દાદાનું હવન-પૂજન થાય છે તે પ્રસંગ પણ ભવ્ય રીતે ઊજવાય છે. આ તીર્થ સાત હજાર ચોરસ ફૂટ એરિયામાં પથરાયેલું છે. રાજકોટમાં માંડવી શેરી જૈન દેરાસર પાસે ઉપાશ્રયમાં પેઢીની સામે ભોંયતળિયે અત્યંત પ્રભાવિક અને ચમત્કારી શ્રી માણિભદ્રવીર બિરાજમાન છે. એ જ રીતે રાજકોટના મણિયારના દેરાસરમાં પણ માણિભદ્રવીર છે અને જાગનાથ પ્લૉટ દેરાસરજીમાં મૂળનાયક મહાવીરસ્વામી ભગવાન છે ત્યાં પણ માણિભદ્રવીરની દેરી છે. ભાવનગરમાં પણ શહેરના મોટા દેરાસરે તથા કૃષ્ણનગર, ક્રેસન્ટ અને શાસ્ત્રીનગરમાં પણ માણિભદ્રવીર બિરાજમાન છે. ત્રણસો વર્ષ પુરાણી પ્રતિમા ઃ મિયાગામ (તા. કરજણ, જિ. વડોદરા)ના ઉપાશ્રયમાં માણિભદ્રજીની પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે. સદર પ્રતિમા લગભગ ૩૦૦ વર્ષ આસપાસ પુરાણી છે. આ પ્રતિમા યતિઓએ ભરાવી પ્રતિષ્ઠિત કરાવેલી હોય તેવું જાણવા મળે છે. પ્રતિમા લાખ અને બીજાં દ્રવ્યોમાંથી બનાવેલી હોય એ પ્રમાણે જણાય છે. પ્રતિમાજી જે જગ્યાએ પ્રતિષ્ઠિત કરેલાં હતાં તે જગ્યા ઘણી જૂની પુરાણી થઈ ગયેલ હોવાથી તે જગ્યાનો ત્રણ વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. લેસ્ટર જૈન મંદિરમાં ચમત્કાર : ઑક્સફર્ડ સ્ટ્રીટ, લેસ્ટરમાં આવેલ જૈન મંદિરમાં શ્રી માણિભદ્રવીર દાદાની પૂજા દરમ્યાન ચમત્કાર' થયો હતો. એક હજાર જેટલા ભક્તોની હાજરીમાં પૂજા થઈ હતી ત્યારે માણિભદ્રવીર દાદાની એક ફૂટ ઊંચી સંગેમરમરની મૂર્તિ અને તેના પરનું શિરછત્ર ડોલવા લાગ્યાં હતાં. લગભગ બે કલાક સુધી આ ચમત્કાર જોવા મળ્યો હતો. એશિયા ડેઈલીના ૨૫મી જાન્યુઆરી ૧૯૯૫ના અંકમાં આ સમાચાર પ્રગટ થયેલ છે. મધ્યપ્રદેશમાં ઈન્દોર-દેવાસ પાસે શિવપુરમાં શ્રીમાણિભદ્ર દાદાનું એક વિશાલ કેન્દ્રધામ બની રહ્યું છે. સ્વયં પ્રકાશિત આ ચમત્કારિક સ્થાને હજારો યાત્રિકો આવતા-જતા રહ્યા છે પૂજ્ય પંન્યાસશ્રી વીરરત્નવિજયજી મહારાજશ્રીએ આ ક્ષેત્રને સાધનાક્ષેત્ર બનાવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત નગરીમાં રાંદેર ગામમાં પણ માણિભદ્રજીનું એક ભારે ચમત્કારિક સ્થાન ગણાય છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પવિત્ર તારંગાજી તીર્થની સાંનિધ્યમાં જૈનોની જાહોજલાલીથી ઝગમગતું વડનગર ઐતિહાસિક અને ધર્મપરાયણ નગર ગણાય છે, જ્યાં પૂર્વે શત્રુંજય મહાગિરિરાજની તળેટી હતી એમ કહેવાય છે. આ વડનગરમાં બાવન જિનાલયવાળા હાથીવાળા દેરાસરમાં ખૂબ જ પ્રાચીન તથા ચમત્કારિક (કાષ્ઠ) લાકડામાંથી કંડારાયેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy