SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 507 કરીને માણિભદ્રવીરનો સાક્ષાત્કાર કર્યો હતો. આ દેવના સૂચન અનુસાર ત્યાં એમના ધડની સ્થાપના કરવામાં આવી હતી. આથી આગલોડમાં માણિભદ્રજીના ધડની પૂજા થાય છે. આ સ્થાન પર માણિભદ્રવીરનું મંદિર પણ નિર્માણ થયેલું છે. વિજાપુરમાં પણ માણિભદ્રનું સ્થાન છે તે પણ ઉપરોક્ત ત્રણની માફક ચમત્કારવાળું મનાય ઉત્તર ગુજરાતમાં કંબોઈ તીર્થે રેલવેની નજીક, જંગલમાં, ગોરિયા વીરનું સ્થાન છે. એમ કહેવાય છે કે તે માણિભદ્રવીરનું પૂજનીય સ્થાન છે. કવિ શ્રી દીપવિજયજીએ માણિભદ્રના છંદની રચના કરી છે, તેમાં " ગોરિયા વીર" શબ્દપ્રયોગ થયો છે. - જ્યારે રેલવે લાઈન નાખવામાં આવી અને એન્જિન ત્યાંથી પસાર થતું હતું ત્યારે આ સ્થાન પાસે અટકી ગયું. ઘણા પ્રયત્નો કરવા છતાં એંજિન આગળ ન ચાલ્યું ત્યારે ડ્રાઈવરે આ સ્થાન પર જઈને નમસ્કાર ર્યા પછી ટ્રેઈન આગળ ચાલી. ત્યારપછી રેલવે તરફથી આ સ્થાનને વ્યવસ્થિત કરવામાં આવ્યું. અમદાવાદના શેઠ લાલભાઈ ઉમેદરામ લટ્ટાએ કંબોઈ તીર્થમાં મનમોહન પાર્શ્વનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે માણિભદ્રના સ્થાનનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કંબોઈ તીર્થ તરીકે વિખ્યાત છે. સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં યતિ શ્રી લાલચંદજી ઉપાશ્રય છે. ત્યાં આ યતિએ માણિભદ્રની ઉપાસના કરી હતી તે સ્થાન માણિભદ્રની પૂજા ભક્તિ તરીકે જાણીતું થયું છે. યતિશ્રીને માણિભદ્રની કૃપા પ્રાપ્ત થઈ હતી. એથી જનસમાજમાં આ સ્થાન પૂજનીય બન્યું છે. આ ઉપાશ્રયને " લીંબડાવાળો ઉપાશ્રય" કહેવાય છે. એક વખત રાજાએ ઉપાશ્રયમાંથી લીંબડો કઢાવી નાખવા માટે યોજના કરી. યતિશ્રીને આ વાતની જાણ થઈ. યતિશ્રીએ તે સ્થાન પર ડીથી લીંબડો ઢાંકી દીધો અને માણિભદ્રની ઉપાસના કરી. બીજે દિવસે તે સ્થાને વાંકોચૂકો લીંબડો ઊભો હતો. આ આશ્ચર્ય જોઈને અમલદારે લીંબડો દૂર કરવાનો વિચાર માંડી વાળ્યો. ત્યારથી " લીંબડાવાળો ઉપાશ્રય" જાણીતો થયો છે. અમદાવાદમાં વિજયાનંદસૂર ગચ્છના ઉપાશ્રયમાં માણિભદ્રવીરનું સ્થાન મહાન ચમત્કારવાળું ગણાતું હતું. ઘણી મોટી સંખ્યામાં લોકો તેની ઉપાસના કરતા હતા અને ચમત્કારનો અનુભવ થયો હતો. વહીવટકર્તાઓએ અન્ય દેવોની ત્યાં સ્થાપના કરી પછી માણિભદ્રનો પ્રભાવ–મહિમા ઘટી ગયો છે. મહારાષ્ટ્રમાં પાબલ મુકામે બિરાજમાન માણિભદ્રજીના ચમત્કારો ખૂબ જ ખ્યાતનામ બન્યા છે. જયપુરના ઘાટમાં ગુણી નીચે મુહતાના ભગવાન પદ્મપ્રભુસ્વામીના જિનાલયમાં માણિભદ્રનું સ્થાન છે. પૂના શહેમાં પણ માણિભદ્રજીનાં અનેક સ્થાનો હોવાની માહિતી મળે છે. અજમેર શહેરની લાખન કોટડીમાં તપાગચ્છના ઉપાશ્રયના પાછળના ભાગમાં એક કોટડીમાં માણિભદ્રનું સ્થાન છે તે આજે પણ ચમત્કારિક મનાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy