SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ 506 માણિભદ્રજીનાં વિશિષ્ટ પ્રભાવક સ્થાનો તપાગચ્છાધિષ્ઠાયક – ડૉ. કવિનભાઈ શાહ કલા અને સંસ્કૃતિનો સુંદર સમન્વય અત્રે અભ્યાસરૂપે પ્રાપ્ત થાય છે. પ્રાચીન તેમ જ અર્વાચીન કાળનાં વિવિધ સ્થળોનાં દેરાસરોના પરિસરમાં કે સાધુ–ભગવંતોના ઉપાશ્રયોમાં યક્ષરાજ શ્રી માણિભદ્રજીની મૂર્તિઓ જોવા મળે છે. વિભિન્ન સ્વરૂપો અને આકૃતિની સમજ સાથે ઇતિહાસ—સંદર્ભ આ લેખને અભ્યાસમય બનાવે છે. કોઈ કોઈ સ્થળે આ જાગૃત શાસનરક્ષક દેવના પ્રભાવનો મહિમા પણ વર્ણવાયો છે. દાદાના સ્વરૂપદર્શનથી માંડીને તેની પૂજા ભક્તિથી ખ્યાત બનેલા પ્રભાવક સ્થાનોનો પરિચય પણ કરાવ્યો છે. કોઈ કોઈ સ્થળના દાદાના ખ્યાત બનેલા દાદાના અનન્ય સાધકોની પણ માહિતી પ્રાપ્ત થાય છે. સંકલન કરનાર ડૉ. કવિનભાઈ શાહ ઇતિહાસ અને સાહિત્યાદિના મર્મજ્ઞ છે. જૈનધર્મના વિવિધ વિષયો ઉપરનું ઊંડું જ્ઞાન ધરાવે છે. ધાર્મિક વિધિ-વિધાનોમાં પણ એટલા જ શ્રદ્ધાસંપન્ન છે. – સંપાદક જૈન સમાજમાં માણિભદ્રવીરની ઉપાસના અન્ય અધિષ્ઠાયકો—શાસનદેવો સમાન બલ્કે તેથી અધિક પ્રમાણમાં થઈ રહી છે ત્યારે એમની કેટલીક વિશેષતાઓનો વિચાર કરતાં મહત્ત્વની વિગતો નીચે મુજબ છે ઃ માણિભદ્રવીરનાં મૂળભૂત ત્રણ તીર્થસ્થાનો છે. (૧) માળવામાં આવેલી ઉજ્જૈન નગરી એ માણેકશાહ (પછીના ભવે બન્યા માણિભદ્ર)ની જન્મભૂમિ છે. ત્યાં બાવન વીરોની રહેવાસભૂમિ છે. આ સ્થાન પાસે વડનું ઘટાદાર વૃક્ષ છે. અહીં માણિભદ્રના મસ્તકની પૂજા થાય છે. તે દૃષ્ટિએ ઉપરોક્ત નગરી માણિભદ્રની પૂજામાં વિશેષ નોંધપાત્ર ને પવિત્ર મનાય છે. (૨) જ્યાં તેઓ વીરગતિને પામ્યા 'મગરવાડા' ગામ. આ સ્થાનમાં એમનાં ચરણોની પૂજા થાય છે. (૩) ઉત્તર ગુજરાતમાં વિજાપુર પાસે 'આગલોડ' ગામમાં વડ નીચે એમનું સ્થાન છે. વિક્રમ સંવત ૧૭૩૩માં મહા સુદ પાંચમના રોજ શ્રી શાંતિસોમસૂરિ નામના જૈનાચાર્યએ ૧૨૧ ઉપવાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy