SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છાધિષ્ઠાયક શ્રી વીરે પોતાના દેવલોકના આ મૂળ સ્વરૂપની મૂર્તિ પાવાગઢમાં પ્રતિષ્ઠિત કરવાની સહર્ષ અનુમતિ આપી અને સવારે ૯–૦૦ થી પોણા દસ સુધી ૪૫ મિનિટ પોતાના આવાસથી પ્રત્યક્ષ આવીને મૂર્તિ મધ્યે રહેવાનું વચન આપ્યું. આ દરમિયાન જે ભક્ત આવીને પંચોપચાર પૂજન કરશે, સ્તોત્રપાઠ અને પ્રાર્થના કરશે તેનું કાર્ય અવશ્ય પૂર્ણ થશે. શિલાન્યાસ અને પ્રતિષ્ઠા બાદ આ તીર્થસ્થળ સિદ્ધપીઠ ગણાશે. આ પ્રકારની વાણી આપીને તેઓ અદશ્ય થયા. પાવાગઢમાં તેઓએ તેમનો વાર સોમવાર અને તિથિ સુદ એકાદશીનો સ્વીકાર કર્યો. 502 પાવાગઢ તીર્થ પરિસરમાં શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના મૂળ મંદિરની સામે દક્ષિણાભિમુખ શ્રીમાણિભદ્રવીરદેવનું જોધપુરી લાલ પથ્થરથી એક સ્વતંત્ર મંદિરનું નિર્માણ થયું જેનું ભૂમિપૂજન અને ખનન તા. ૧૩-૧૨–૧૯૯૪ના રોજ, શિલાન્યાસ તા. ૧૮–૧૨–૧૯૯૪ના રોજ અને પ્રતિષ્ઠા તા. ૧૦-૫-૧૯૯૫ના રોજ કરવામાં આવી હતી. શિલાન્યાસ-વિધાન સાથે અત્રે દીપદાન–વિધાન થયેલ છે. આ એક ગુપ્ત વિધાન છે, જેનું જ્ઞાન ઘણા ન્યૂન તજ્જ્ઞોને હશે. તામ્રના એક પૂર્ણ અને અખંડ દીપકમાં સ્તોત્રપાઠના આલેખન બાદ ઘીથી પૂર્ણ કરી દીપક પ્રગટ કરવામાં આવે છે. ત્યાર પછી આ દીપકની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવે છે. મંત્ર અને મુદ્રા કર્યા બાદ આ દીપક દેવાધિષ્ઠ બને છે. દીપકને એક અખંડ શિલાથી ઢાંકી દેવામાં આવે છે. આ દીપક અખંડ રૂપે પ્રજ્વલિત રહે છે. દીપકની સદા વર્ધમાન અખંડ જ્યોતની જેમ જિનશાસનની જ્યોત સદા અખંડિત રૂપે જગતમાં પ્રકાશ પાથરતી રહી તે નિમિત્તે આ દીપદાન વિધાન થાય છે. આ સંપૂર્ણ વિધાન કાર્યદક્ષ આચાર્ય શ્રીમદ્ વિજયજગચંદ્રસૂરિજી મહારાજ અને પંડિતરત્ન, યોગીરાજ મુનિ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજના માર્ગદર્શન અને નિર્દેશનમાં થયું હતું. અહીં શ્રી માણિભદ્રવીરદેવની પંચધાતુની એકતાળીસ ઈંચની મૂર્તિ પ્રતિષ્ઠિત થયેલ છે. સમસ્ત ભારતમાં આવી અલૌકિક મૂર્તિ અન્યત્ર કોઈ પણ જગ્યાએ નથી. તેઓના વાહનનું પ્રતીક હાથી છે. અત્રે તેઓ હાથીની આગળ ઊભા છે. દેવો કદાપિ પોતાનો વિનય—વિવેક ચૂકતા નથી. જ્યારે કોઈ શ્રમણ આચાર્ય તેઓને પ્રત્યક્ષ કરે છે ત્યારે તેઓ હાથીથી નીચે ઊતરીને પ્રકટ થાય છે. ગુરુ ભગવંતને મળતાં શ્રાવક જેમ પોતાના વાહનથી નીચે ઊતરીને ગુરુનો વિવેક સાચવે છે અને વંદન કરે છે તેમ સકિતધારી દેવો પોતાના વાહનથી ઊતરીને પ્રત્યક્ષ થાય છે. સમકિતધારી દેવ–દેવીઓની આ એક મુખ્ય ઓળખ હોય છે. બાવન વીરોમાં શ્રીમાણિભદ્રવીરનું સ્થાન એકતાળીસમું છે. તેઓ સમકિતધારી અને કુમાર જાતીય ભવનપતિ દેવ છે. બાવીસ હજાર દેવો તેઓના અધીનસ્થ છે, એટલે બાવીસ હજાર દેવોનો તેમનો વિશાળ પરિવાર છે. તેમનું તેજસ્ શરીરસૌષ્ઠવ સપ્રમાણ અને હૃષ્ટપુષ્ટ પ્રચંડ ક્ષત્રિયત્વને પ્રકટ કરે છે. તેઓ અતીવ સુન્દર છે. સાધક સમક્ષ ધોતી અને ખેસ–ઉત્તરીય વસ્ત્રો પહેરીને પ્રકટ થાય છે. તેઓ લગભગ પીળા રંગનાં વસ્ત્ર ધારણ કરે છે; પરંતુ કયારેક શ્વેત, લાલ, લીલાં ને ગુલાબી વસ્ત્ર પણ પહેરે છે. તેઓ મોજડી અને કયારેક ખડાઉ પહેરે છે. જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy