SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 503 સાધક સાધુઓ સમક્ષ પ્રકટ થાય છે ત્યારે ખુલ્લા પગે હોય છે. તેઓ જમીનથી અધ્ધર ઊભા રહે છે અને કયારેય તેઓનાં નેત્રપલક પડતો નથી. તેઓની બે ભુજાઓ છે. એક હાથ વરદ મુદ્રામાં છે અને બીજા હાથમાં નાગેન્દ્ર છે. તેઓ કયારેક પોતાની ચાર ભુજાઓ પણ બતાવે છે. તેઓના શરીરનો રંગ તપ્ત સ્વર્ણ-કાંતિતુલ્ય છે. તેઓના વાહનનું પ્રતીક શ્વેત ઐરાવત છે. આ ઐરાવતની સાત સૂઢ છે અને પ્રત્યેક સૂંઢમાં કમળપુષ્પ છે. પ્રત્યેક દેવ અને દેવીઓના ગુપ્ત મંત્ર–બીજાક્ષરો હોય છે, જે બીજાક્ષરોના જાપ દ્વારા તેઓનું આકર્ષણ થાય છે. શ્રીમાણિભદ્રવીરના પણ મંત્ર–બીજાક્ષરો છે જે તેઓની સાધનાની મંત્રદીક્ષા વખતે સાધકને અપાય છે. શ્રીવીરની મંત્રદીક્ષાની વિધિ ત્રણ કલાકની છે. તેઓના મંત્રોમાં અગ્નિતત્ત્વનું આધિક્ય છે જે સાધકના મનને ઉગ્ર કરે છે. મંત્રના બીજાક્ષરોની જેમ પ્રત્યેક દેવ-દેવીઓની મુદ્રા પણ જુદી-જુદી હોય છે. શ્રીવીરની મુદ્રા પણ ભિન્ન છે જે મંત્રદીક્ષા સમયે ગુરુ સાધકને મુદ્રાદાન કરે છે. મંત્ર અને મુદ્રાની અચિંત્ય શક્તિના પ્રભાવે શ્રીવીરનું સાધક સમક્ષ પ્રાગટય થાય છે. શ્રીમણિભદ્રવીર દેવની સાધનાનાં અનેક ગુપ્ત રહસ્યો છે જે જિજ્ઞાસુ સાધકે ગુરુથી પ્રાપ્ત કરી લેવાં જોઈએ. પછી જ તેઓની સાધનાનો પ્રારંભ કરવો જોઈએ. અત્રે એક અગત્યની વાત નોંધવી જરૂરી જણાતાં નોંધી છે. ઘણા માણસો પોતાના શરીરમાં શ્રીમાણિભદ્રવીર આવવાનો અભિનય-નાટક કરીને ધૂણે છે, લોકોને આશીર્વાદ આપે છે અને પૂછેલા પ્રશ્નોના જવાબો આપે છે. અજ્ઞાની લોકો એવા માણસને સાક્ષાત્ શ્રીમણિભદ્રવીરદેવ સમજીને તેના આશીર્વાદ લે છે. જ્યારે સત્ય હકીકત એ છે કે શ્રીમાણિભદ્રવીરદેવ કદાપિ કોઈના શરીરમાં પ્રવેશ કરતા નથી. દેવોનું શરીર તેજસુ હોય છે. તેમાં એટલું બધું તેજ અને અગ્નિતત્ત્વ હોય છે કે એ શરીર જો કોઈને સ્પર્શ પણ કરે તો તક્ષણ બળીને ભસ્મ થઈ જાય છે. શ્રીમાણિભદ્રવીર દેવ જેવા મહાન અચિંત્ય શક્તિશાળી દેવેન્દ્ર જેઓ બાવીસ દેવોના સુરેન્દ્ર છે, જેમનું દેદીપ્યમાન સ્વરૂપ ખૂબજ પ્રચંડ હોય છે; જેઓ દેવલોકની અનંત શક્તિ અને ઋદ્ધિના સ્વામી છે; જેઓ મતિ, શ્રુત અને અવધિજ્ઞાનના ધારક છે એવા મહર્ધિક દેવ મલમૂત્રના પિંડ જેવા સાંસારિક પાર્થિવ વાસનાના પૂતળા, શારીરિક મેલ-પરસેવાથી ગંધાતા માનવ શરીરમાં પોતાનું દિવ્ય સ્વરૂપ છોડીને આવે ખરા? આ વાત એક સામાન્ય માણસ પણ સમજી શકે તેવી છે. મંત્ર અને મુદ્રા અથવા કેટલીક સંખ્યામાં ઉચ્ચ સ્વરે સ્તોત્રપાઠ કરવા સિવાય શ્રીવીર પોતાના દેવલોકના આવાસથી આવતા નથી. તેઓનું આગમન મૂર્તિ મધ્યે અથવા છબી મધ્યે થાય છે. મંત્રશાસ્ત્રના વિધાન મુજબ અમુક લાખ જાપ, આહુતિ અને વાર્તાલાપ કરી શકવાનું વરદાન પ્રાપ્ત થયા બાદ તેઓ સાથે વાર્તાલાપ કરી શકાય છે. પરંતુ આ અત્યંત શ્રમસાધ્ય સાધના છે. ઘણાં વર્ષોની સાધનાના અંતે આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. અત્રે પાવાગઢ તીર્થમાં પ્રતિષ્ઠિત શ્રી માણિભદ્રવીર દેવનું મંત્રગર્ભિત સ્તોત્ર આપવામાં આવ્યું છે, જેનો નિત્ય પાઠ કરવાથી અચિંત્ય ફળ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy