________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
શ્રી માણિભદ્રવીરદેવ સિદ્ધપીઠ પાવાગઢ તીર્થ : [પરિચય અને મહિમા
501
– મુનિ નવીનચંદ્રવિજયજી મ. સા.
પૂ. મુનિશ્રી નવીનચંદ્રવિજય મહારાજશ્રીએ પાવાગઢની તળેટીમાં આવેલ માણિભદ્ર ઇન્દ્રદેવની શક્તિપીઠના પાયાથી લઈને શિખર સુધીની ઘટનાની યાદો અત્રે કંડારી છે.
.સાથે સાધકને લયબદ્ધ ગાઈ શકાય તેવું સ્તોત્ર પણ આપેલ છે. ગચ્છાધિપતિ આ. શ્રી વિજયઇન્દ્રદિન્તસૂરીશ્વરજી મહારાજા દ્વારા કરાયેલ સાધનાનું સંક્ષિપ્ત દર્શન પણ આ લેખમાં કરાવ્યું છે.
સંપાદક
જે સ્થળના દર્શન માત્રથી આત્માને પરમ શાંતિનો અનુભવ થતો હોય, જે સ્થળ પર બેસવાથી મનની બધી ચિંતા અને વ્યગ્રતા દૂર થતી હોય, જે સ્થળની યાત્રા કરવાથી જીવન ધન્ય અને સફળ થતું હોય, જે સ્થળ પર આરાધના અને સાધના કરવાથી તેનું શીઘ્ર ફળ મળતું હોય, જે જગ્યા પર આવીને જે ઇચ્છાઓ અને મનોરથ કરવામાં આવે તે પૂર્ણ થતાં હોય,અને જે સ્થળ પર ઊભા રહીને પ્રાર્થના કરવામાં આવે તો તે પ્રાર્થના કદાપિ નિષ્ફળ ના જતી હોય – તંત્રવિજ્ઞાનના કથન મુજબ એવું કલ્પવૃક્ષતુલ્ય ચમત્કારિક સ્થળ સિદ્ઘપીઠ કહેવાય છે.
આવું એક મહિમાવંતું શ્રીમાણિભદ્ર વીર દેવનું સિદ્ધપીઠ સ્થળ છે – પાવાગઢ તીર્થ. આ સિદ્ધપીઠના સ્થાપક છે પરમાર ક્ષત્રિયોદ્વારક પૂ. આચાર્યશ્રી વિજયઇન્દ્રદિન્નસૂરીશ્વરજી
મહારાજ.
પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયઇન્દ્રદિન્નસૂરીશ્વરજી મ.ના સહાયક ઇષ્ટદેવ શ્રી માણિભદ્ર વીર છે. તેઓએ શ્રીવીરના જાપ કરીને સાડા બાર હજાર આહુતિ અપાવી.
શ્રાવણ સુદ એકાદશી અને સોમવારનો તે પવિત્ર દિવસ હતો. શ્રીમાણિભદ્રવીરદેવ મધ્યરાત્રિએ પોતાના મૂળ સ્વરૂપે આહુતિ કુંડમાં પ્રગટ થયા. આચાર્યશ્રીએ તેઓની આ સ્વરૂપની મૂર્તિ નિર્મિત કરાવીને પાવાગઢ તીર્થમાં પ્રતિષ્ઠિત કરવાની અનુમતિ માંગી અને આ સાથે તે મૂર્તિમાં દિવસના ગમે તે સમયે પોતાના ભવનપતિના આવાસથી પ્રત્યક્ષ આવીને બિરાજમાન થવાનું વચન માગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org