SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ 500 તપાગચ્છાધિષ્ઠાયક આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે એક સફેદ નાગદેવતાએ આવીને તે સ્થાન ઉપર આસન જમાવ્યું. આ રોમાંચક દશ્ય છએક કલાક ચાલતું રહ્યું. જેણે પણ જોયું તેણે પોતાને ભાગ્યશાળી માન્યું. વહેલી સવારના ખુશનુમા વાતાવરણમાં એક મારુતિએ આંગણામાં પ્રવેશ કર્યો. બાબાનાં દર્શન કરી મુનીમજીને કહ્યું, મારે ૧૦૮ શ્રીફળ વડે બાબાનું પૂજન કરવું છે. સાધનસામગ્રી મારી પાસે છે. કેમ ભાઈ! મહાપૂજનનું કોઈ કારણ? મારુતિના માલિકે કહ્યું – થોડા સમય પહેલાં હું ઘણી મુશ્કેલી સાથે અહીં આવ્યો હતો. ચારેય તરફથી ચિંતાઓએ હું ઘેરાઈ ગયો હતો, પરંતુ બાબાના આશીર્વાદથી ઘણા જ ટૂંકા સમયમાં હું સંપૂર્ણપણે સંતોષ પામ્યો છું – જે અહીંનો અલૌકિક પ્રભાવ છે. એક શુભ દિવસે પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં શ્રી માણિભદ્ર મહાપૂજન ચાલી રહ્યું હતું. પૂજ્યશ્રી મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. અચાનક અવાજ ધીમો થવા લાગ્યો, ચહેરા ઉપર એક અનોખી આભા નીખરતી ગઈ, આંખો બંધ થઈ ગઈ. બે મિનિટ પછી પુનઃ પૂર્વવત્ સ્થિતિ બની ગઈ. ભક્તોએ પ્રશ્ન કર્યો કે " આપને અચાનક શું થઈ ગયું હતું ગુરુદેવ ?" ગુરુદેવે હસતા મુખે જણાવ્યું કે " આજે તો માણિભદ્રવીરની અનુપમ ઝલક જોવા મળી, સાથે જ ભવિષ્યમાં અહીં નિર્માણ થનાર જિનાલયની તસવીર પણ જોવા મળી." આ પ્રસંગ પછી થોડા દિવસ બાદ ઉપાશ્રયમાં પૂજ્યશ્રી અને તેમના ભક્તગણો ચર્ચામાં બેઠા હતા. ત્યારે મૌન.... પૂર્ણ એકાગ્રતા. બે જ પળોમાં પુનઃ યથાવત્ સ્થિતિ. સવાલનું સમાધાન કરવા પૂજ્યશ્રીએ કહ્યું " દાદાના મૂળ સ્વરૂપના દર્શનની આજે અનુભૂતિ થઈ." આદિવ્ય સાધનાસ્થળ પર સંવત ૨૦૫રવૈશાખ સુદ ૭ ગુરુવાર તા.૨૫ એપ્રિલ ૧૯૯હ્ના રોજ મહામહોત્સવ પૂર્વક ભવ્ય પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. શ્રી માણિભદ્રવીરની પ્રતિષ્ઠા બાદ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વીરરત્નવિજયજી મ.સા.ના આદેશ અનુસાર રથાકાર શ્રી ત્રિભુવનભાનું પ્રાસાદનું નિર્માણકાર્ય પ્રારંભ થયું છે. કોણાર્કના સૂર્યમંદિરની જેમ આ પ્રાસાદ પણ પોતાની આગવી ભારતીય સંસ્કૃતિની, સભ્યતા, શિલ્પસ્થાપત્યને સર્જનરૂપ આપશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy