SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 499 શિવપુર તરફ ઊમટી રહ્યો હતો. શ્રી માણિભદ્રવીરનું મહાપૂજન પણ આજ અનોખા અંદાજમાં થઈ રહ્યું હતું. ગીત તેમ જ સંગીતનું સામ્રાજ્ય ચારે તરફ છવાઈ ગયું હતું. મહાપૂજનની બોલીઓ પણ જોરદાર રીતે બોલાઈ રહી હતી, ત્યારે એક જોરદાર ઘટના બની. બાબાની સામે મંડલરૂપમાં સમર્પિત ૧૦૮ શ્રીફળ એકસાથે સ્વયં વધેરાવા લાગ્યાં. જનતા આશ્ચર્યચકિત આંખોથી આ ઘટના જોઈ રહી હતી. એક ભક્તએ એક શ્રીફળ ઉઠાવ્યું... ૧–૨–૧૦- ૧૫– ર૫ વ્યક્તિઓને તેનું જલપાન કરાવ્યું પરંતુ તેમ છતાં જળ અખૂટ રહ્યું. આરતીના સમયે સેંકડો લોકોએ મૂલ સ્થાનમાં વિભિન્ન રૂપમાં બાબાનાં દિવ્ય દર્શન કરીને પોતાનાં નયન તેમ જ જીવનને ધન્ય બનાવી દીધું. એક દિવસ સવારની આ વાત....... શિવપુર પ્રાંગણનું વાતાવરણ કાંઈક ગમગીન હતું. એક તલસતી મા માણિભદ્ર બાબાને આદ્ર સ્વરમાં પ્રાર્થના કરી રહી છે – "દાદા ! મારા એકના એક દીકરાને ઈન્દોરની હોસ્ટેલમાં ભણવા માટે મોકલ્યો... ત્રણ દિવસ થઈ ગયા, તેનો ક્યાંય પત્તો નથી, તારા દ્વારે આવી છું... તારા સિવાય હવે મારે કોઈ સહારો નથી. આસ્થા તેમ જ વિશ્વાસ મારો અખંડ બની રહે એવી તમોને પ્રાર્થના છે." શિવપુરથી નીકળીને મા પોતાનાં અન્ય સગાં-સબંધીઓ સાથે ઇન્દૌર સ્ટેશન પર પહોંચી તો તેણે ભાવવિભોર બનીને સામે જ પોતાના લાડલા દીકરાને જોયો. દરેકની ખુશીની કોઈ સીમા ન રહી. બીજે જ દિવસે સપરિવાર સાથે આવીને માએ બાબાનાં ચરણોની પૂજા કરી. ઉપધાન તપનું આયોજન ચાલી રહ્યું છે, એ સમયની આ વાત છે. જ્યારે માતમીરથી શિવપુર સુધીનો ડામર રોડ કે કાચો રસ્તો પણ ન હતો. અનેક રસ્તાઓ પોતાની દિશા તરફ જઈ રહ્યા હતા. રાતના ૧૧ની આસપાસ ભોપાલના યાત્રિકોની ગાડી રસ્તો ભૂલી ગઈ. અંધારી રાતમાં કાંઈ દેખાતું ન હતું. દરેક યાત્રિકો ભયભીત હતા, ત્યારે એક સફેદ ઘોડેસવાર સામે આવી ઊભો રહ્યો. " શું શિવપુર જવું છે? મારી પાછળ ચાલ્યા આવો...." ઘોડેસવાર આગળ.. યાત્રિકોની ગાડી પાછળ જુઓ આ સામે શિવપુર. યાત્રિકોએ જોયું, ન ઘોડો કે નં અસવાર ! પદયાત્રા સંઘનો અવસર. કોઈકે કહ્યું – અહીંયાં શું ચમત્કાર? ત્યારે સંઘપતિના હાથમાં રહેલું શ્રીફળ આપોઆપ વધેરાયું. તેના સફેદ જળથી દરેક પ્રભાવિત. પૂનમ તથા અમાવસ્યાની રાત્રિએ અહીંયાં સંગીતના સ્વર, નૃત્યના ધ્વનિ તથા મંત્રોચ્ચારનો ગંભીર નાદ પણ સાંભળવા મળે છે. રાતના ૧૧ થી ૧ ની વચ્ચે શુદ્ધ બનીને ધ્યાન કરનાર સાધકને દાદાના અલભ્ય દર્શનની અનુભૂતિ પણ થઈ જાય છે. પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વનો પ્રથમ શુભ દિવસ..ધાર્મિક અનુષ્ઠાનો સાથે દિવસ પૂરો થયો. સંધ્યાનાં સપ્તરંગી કિરણો ખીલ્યાં.... ખોવાયાં.. રાતના નવ વાગ્યાનો સમય હતો. તે સમયે અમે દરેકે જોયું - દક્ષિણ દિશાના આસમાનની તરફ એક અલૌકિક દિવ્ય જ્યોતિ ધરતી તરફ ઝૂકતી જઈ રહી છે. દરેકની આંખો તથા શ્વાસ સ્થિર વિશ્વાસ બેકરાર. બાબાના સ્થાનમાં જ્યોતિએ પ્રવેશ કર્યો. વગરતેશે જ્યોતિ જલતી રહી. પૂજ્યશ્રી પણ સ્થાન ઉપર પહોંચ્યા. આ આશ્ચર્યજનક ઘટનાને જોઈને દરેકના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. અને વધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy