SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 497 છે જૈન ગુરુકુળની ઇમારત અને તેની ઉપર આવેલી છે નગરશેઠ હુકમચંદજી સરદારમલજી જૈન ધર્મશાળા અને પિંડવાડા નિવાસી માતેશ્વરી લક્ષ્મીબાઈ છોગાલાલજી પુનમચંદજી મરડીયા જૈન આરાધના ભવન જે એકસાથે ૮૦૦ યાત્રિકોનો સમાવેશ કરવાની ક્ષમતા ધરાવે છે. બાજુમાં જ આવેલું છે કલાત્મક " શાંતિ જલપાન ગૃહ" જ્યાં નિર્મલ-ઠંડા પાણીની વ્યવસ્થા છે. ધ્રાંગધ્રા અને મકરાણાના આરસપહાણોથી નિર્મિત દાદાના ભવ્ય મંદિર પાસે વિશાળ ભૂ-ભાગમાં નિર્મિત થશે રથ આકારનો ત્રિભુવનભાનુ પ્રાસાદ. વર્તમાન શતાબ્દીમાં દીક્ષા પ્રદાનનો વિક્રમ સ્થાપિત કરનાર પૂજ્યપ્રવર, પરમ શ્રદ્ધેય આચાર્ય ભગવંત શ્રીમવિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના નયનરમ્ય ગુરુમંદિરની આ શ્રદ્ધાભૂમિ છે. આ નિર્માણકાર્યમાં વ્યારા જૈન સંઘનું વિશેષ યોગદાન છે. પૂર્વ દિશા તરફ દષ્ટિપાત કરીએ તો શ્રી ચંપાલાલજી મનરૂપજી મુણોત તથા શ્રી બાબુલાલજી બોહરાના સહયોગથી બનેલ સંઘહિતચિંતક પૂજ્ય આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર. આ જ્ઞાનમંદિરના નીચેના ખંડમાં પ્રાચીન–અર્વાચીન વિશાળ ભંડાર તથા હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ રાખવામાં આવેલ છે. "વિજયજિતેન્દ્રસૂરિજી સ્વાધ્યાય ખંડ" માં ભવ્ય પ્રવચન હૉલ છે જે દરેકને આફ્લાદિત શ્રી માણિભદ્રવીર જૈન સાધના કેન્દ્ર, શિવપુર–માતમોરના આ બાહ્ય વૈભવનાં દર્શન કરી આપણે પહોંચીએ છીએ તીર્થનિર્માણની પાછળ નીવની ભૂમિમાં, જેમાં ગુંજી રહ્યા છે સંકલ્પ, નિર્ણય, દઢતા, શુભારંભ, સહયોગ, ચમત્કાર આદિના દિવ્ય નિનાદ. ટૂંક સમયમાં અને અલ્પ પ્રયાસથી કલ્પનાતીત સ્થાપત્યનું નિર્માણ દૈવી સહાય તથા સાત્ત્વિક શક્તિ સિવાય કદી સંભવિત નથી બનતું. શિવપુર આજે દરેક વ્યક્તિઓની જુબાન ઉપર છવાયેલ છે, તો તેના નિર્માણની રોચક કથા પણ એટલીજ અતિ હૃદયસ્પર્શી છે...! શિવપુર તીર્થના સંસ્થાપક માલવરત્ન પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વીરરત્નવિજયજી મ.સા. નું ૧૫ વર્ષ પહેલાં રતલામ શહેરમાં ચાતુર્માસ હતું, પોતાના ગુરુદેવ મેવાડદેશોદ્ધારક પૂ.આ.ભ.શ્રી જિયજિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં શુક્લ પક્ષની મધ્યરાત્રિ બાદ મીઠી નીંદરમાં સૂતેલા પૂજ્યશ્રીએ આશ્ચર્યજનક એક સુંદર સ્વપ્ન જોયું: પૂજ્યશ્રી સ્વયં ગુજરાતી મંદિરમાં ચૈત્યવંદન કરી રહ્યા છે. ચૌમુખી પુલ પર સ્થિત શ્રી મોતીપૂજ્યજી મંદિરના ચમત્કારી સ્થાનમાંથી શ્રી માણિભદ્રવીર બાળક સ્વરૂપે બહાર પ્રગટ થઈ ચાલવા લાગ્યા, ગુજરાતી મંદિરમાં આવી કહેવા લાગ્યા: " આજથી હું તમારી સાથે છું, તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. તમારી પ્રેરણાથી અનેક નિર્માણ થશે. " જેમ આવ્યા તેમ પાછા ફર્યા. સ્વપ્નદર્શન સાથે જ પૂજ્યશ્રી દિવ્ય આનંદ અને અલૌકિક પ્રફુલ્લિતતા અનુભવવા લાગ્યા. સાથોસાથ જ ભવિષ્ય માટે એક દઢ સંકલ્પ દિલોદિમાગમાં જન્મ ધારણ કર્યો. ચાપડાના ચાતુર્માસ પછી બાગલી થઈ શિવપુરમાં પૂજ્યશ્રીએ પ્રવેશ કર્યો. શિવપુર કોઈ ગામ કે શહેર નથી, માત્ર ચારે તરફ લહેરાતાં ખેતરો છે. પૂજ્યશ્રીની કલ્પના અનુસારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy