SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ 496 તપાગચ્છાધિષ્ઠાયક શિવપુર તીર્થ:માલવપ્રદેશનું ચમત્કારી–સ્થાનઃ એક પરિચય પ્રસ્તુતિ – વિનોદ બાબલે, રૂપચંદ બહોરા, વિનય બોઘરા, ચંપાલાલ મરડીયા મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં આવેલ શિવપુર સ્થળ વર્તમાનમાં આજે તો તીર્થરૂપ બની ગયું છે. વિશેષ કરીને શ્રી માણિભદ્ર વીરજેન સાધનાકેન્દ્ર-શિવપુરના નિર્માણકાર્ય પછી આ જગ્યામાં અજવાળાં પથરાયાં છે. આ તીર્થની સ્થાપના-વિકાસ-- વિસ્તારના પાયામાં માલવરત્ન પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વીરરત્નવિજયજી મહારાજ " પૂજ્યશ્રીની જન્મભૂમિ પિંડવાડા-રાજસ્થાન છે, જ્યારે કર્મભૂમિ ખાસ કરીને માલવા પ્રદેશ છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી છેલ્લા દોઢ દાયકામાં પચાસથી વધુ જિનાલય-ઉપાશ્રય આદિનું નિર્માણ થયું છે. ધ્યાન અને સાધના પ્રતિ પૂજ્યશ્રીની અભિરૂચિ સારા પ્રમાણમાં જોવા મળે છે. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર, ૧૦૮ પાર્શ્વનાથ મંત્ર, માં સરસ્વતી દેવી, પ્રભાવી શ્રી મણિભદ્રવીર આદિની આરાધના–સાધના પૂજ્યશ્રીએ પૂરા વિધાન સાથે કરેલ છે. પ્રસ્તુત " જૈન તીર્થ શિવપુર" માં પૂજ્યશ્રીની પ્રબળ પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રી માણિભદ્રવીર જૈન સાધના કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ નૂતન તીર્થ પ્રકૃતિથી પ્રભાવિત શાંત, સુંદર અને મનોરમ્ય સ્થાનમાં આવેલ છે. આ તીર્થ-પરિચય લેખથી એક નૂતન તીર્થની માહિતી આપણને ઉપલબ્ધ થાય છે. તેમ જ કલિકાલમાં શ્રી માણિભદ્રદેવની પ્રભાવકતાના આપણને સૌને દર્શન થશે. વિરાટ વ્યક્તિત્વ ધરાવનાર પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી શાસનસેવાનાં કાર્યો માટે દીર્ધાયુ પ્રાપ્ત કરે તેવી અભાર્થના. – સંપાદક પ્રકૃતિની સુરમ્ય છટા...વૃક્ષાવલીઓની જાનદાર ઘટા, આંબાનાં વૃક્ષોની ડાળો પર ટહુકતી કોયલ તથા નીલા આકાશમાં મુક્ત મને ઉડ્ડયન કરતાં પંખીઓ.... આકાશને સ્પર્શ કરવા ઇચ્છતી મનભાવન પહાડી તથા ચારે તરફ મનને લોભાવતી વનરાજિ. જેના મધ્યમાં લહેરાઈ રહી છે પ્રભાવશાળી દરેક ભક્તોના દાદા શ્રી માણિભદ્ર વીરની ઉત્તેગ ધજા. આત્મશાંતિ અને મનની પ્રસન્નતા માટે આ પાવન ધામમાં પ્રવેશ કરતાં જ સામે દેખાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy