SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ 486. તપાગચ્છાધિષ્ઠાયક ' મગરવાડા જૈન તીર્થ : 'શ્રી માણિભદ્રજીનું મૂળભૂત સ્થાન: ટુંકે પરિચય -પૂ. ગણિવર્ય શ્રી દિવ્યાનન્દસાગરજી મહારાજ ગુજરાતના પાલનપુર શહેરથી લગભગ અઢાર કિ.મી. દૂર મગરવાડા નામનું શ્રી માણિભદ્રજીનું મૂળભૂત સ્થાન હોવાથી તે 'માણિભદ્ર-તીર્થ સ્વરૂપ બની ગયું છે. - શ્રી માણિભદ્રદેવના પૂર્વભવીય પરમ ઉપકારી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ. સાહેબને શાસનદેવીએદુષ્ટદેવોના ઉપદ્રવોના નિવારણના ઉપાયરૂપે જણાવેલું કે," આપ ગુજરાતના પાલનપુર પાસેના મગરવાડા ગામે પધારો. ત્યાં આપને શક્તિશાળી દેવની પ્રાપ્તિ થશે અને આપ દુષ્ટ દેવોના ઉપદ્રવોથી મુક્ત બનશો." ત્યાર બાદ પૂ. સૂરિદેવનિજ શિષ્યગણ સહિત ઝડપી વિહાર કરીને મગરવાડા પધાર્યા અને ત્યાં રાયણવૃક્ષ નીચે અદમની આરાધના સાથે કાઉસગ્ગ ધ્યાનમાં લીન બન્યા. ત્યાં માણેકશાહમાંથી માણિભદ્રદેવ બનેલા દેવાત્મા સૂરિદેવ સમક્ષ હાજર થયા અને તેમના પ્રભાવે સૂરિદેવ દુષ્ટ દેવોના ઉપદ્રવોથી મુક્ત બન્યા. (આ સમગ્ર કથા મારા પરમ તારક ગુરુદેવશ્રી આ.શ્રી ચન્દ્રાનનસાગરસૂરિજી મહારાજના લેખમાં આ જ ગ્રન્થમાં વિસ્તૃત રીતે વર્ણવેલી હોવાથી અત્રે તેની પુનરુક્તિ જરૂરી નથી.) આમ મગરવાડા શ્રી માણિભદ્રજીના મૂળભૂત સ્થાન તરીકે આગવું મહત્ત્વ ધરાવે છે. શ્રી માણિભદ્રદેવના કહેવા મુજબ તેમનાં ત્રણ સ્થાનો છેઃ (૧) ઉજ્જૈનમાં જન્મ છે. ત્યાં તેમનું મસ્તક પૂજાય છે. (૨) મગરવાડામાં પિંડી પૂજાય છે અને (૩) આગલોડમાં ધડ પૂજાય છે. માણિભદ્રજીનું મૂળભૂત સ્થાન મગરવાડા છે; કારણ કે ત્યાં વીર સ્વયં પ્રગટ થયા હતા. મારા પૂ. પરમ તારક દાદા ગુરુદેવ, સંયમ ત્યાગ તપોમૂર્તિ આચાર્ય ભગવંત શ્રીમદ્ દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજા જૈન શાસનના એક પરમ આદરણીય અને પરમ શાસન પ્રભાવક સૂરિપંગવહતા. તેઓશ્રી પણ સમ્યગુષ્ટિએવા માણિભદ્રની વિશિષ્ટ સાધના કરતા હતા. જૈનશાસનની રક્ષા અને પ્રભાવના માટે શ્રી માણિભદ્રજી પરમ સહાયક છે અને તે માટેય તેમની સાધના કરવી આવશ્યક છે.' તેમ પૂ. ગુરુદેવશ્રીજી માનતા હતા. એટલું જ નહિ, પૂ. ગુરુદેવશ્રીજીના સુદીર્ઘ સંયમજીવનમાં જે અનેકવિધ જિનશાસનરક્ષક અને પ્રભાવક સત્કાર્યો થયાં હતાં, તેની પાછળ જેમ પૂ. તપોમૂર્તિ ગુરુદેવશ્રીનું સંયમબળ કારણ હતું, તેમ શાસનરક્ષક શ્રી માણિભદ્રદેવની સાધનાનું બળ પણ મહત્ત્વનું કારણ હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy