________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
487
મારા પૃ. પરમ તારક પ્રદાદાગુરુવર્ય શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજે પોતાના પ્રશિષ્યરત્ન અને મારા પરોપકારી ગુરુદેવ જાપ-ધ્યાન-તપોનિષ્ઠ આ. શ્રી ચન્દ્રાનનસૂરીશ્વરજી મહારાજને... (તે સમયે મુનિવરને) ખાસ પ્રેરણા કરીને શ્રી માણિભદ્રવીરની સાધના બતાવી. સુવિનીત શિષ્ય પોતાના પ્રગુરુદેવની આજ્ઞાને શિરસાવંધ કરીને તે સાધનાને ભક્તિપૂર્વક સાધી. મગરવાડામાં નવ દિવસ સુધી વિશિષ્ટતપત્યાગ અને આરાધના પૂર્વક સાધના કરી. મગરવાડાની આ સ્થિરતા દરમિયાન મારા પૂ. ગુરુદેવશ્રી (આ. ચન્દ્રાનનસાગરસૂરિ મ.)ને યતિશ્રી મૃગેન્દ્ર સોમજીનો પરિચય થયો. મગરવાડાનો સમગ્ર વહીવટ શ્રીપૂજ્યની પરંપરાના યતિઓ સંભાળે છે તેવી પરંપરા છે. આ શ્રીપૂજ્ય પરંપરાના યતિશ્રી શાન્તિસોમજીના શિષ્ય યતિશ્રી મૃગેન્દ્ર સોમજી વર્તમાનમાં “ગાદીપતિ તરીકે મગરવાડાનો વહીવટ સંભાળી રહ્યા છે. આ યતિ મહારાજ પૂજ્ય શ્રીની શક્તિ અને સાધનાથી ઘણા પ્રસન્ન થયા હતા. તેમના હૃદયમાં પૂજ્યશ્રી પ્રત્યે ભારે શ્રદ્ધાભાવ અને અહોભાવ જાગૃત થયો હતો.
જુદા જુદા સમયે સાતથી આઠ વાર શ્રી માણિભદ્રજીની ઉપાસના કરવાના હેતુસર પૂજ્યશ્રી મગરવાડા પધાર્યા હતા અને વિશિષ્ટ સાધના તેઓશ્રીએ કરી હતી. આ બધા સમય દરમિયાન પૂજ્યશ્રીજીનો યતિ મહારાજ સાથે પરિચય પ્રગાઢ બન્યો. પરિણામે યતિશ્રીએ મગરવાડા તીર્થના રક્ષણ અને જીર્ણોદ્ધાર માટે પૂજ્યશ્રીને વારંવાર વિનંતિઓ કરી હતી.
તેના શુભ પરિણામે સર્વપ્રથમ તો મગરવાડા તીર્થના રક્ષણ માટે મૃગેસોમજીના વારસદાર (ગાદીપતિ) તરીકે પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રી અભયમુનિજીને સ્થાપવામાં આવ્યા. અભયમુનિજી શક્તિશાળી અને સમર્થથતિહતાવિરોધીઓનાં ઝંઝાવાતી આક્રમણોવચ્ચે દીવાદાંડીની જેમ અડીખમ રહીને તેઓ મગરવાડા તીર્થનું સંરક્ષણ અને સંચાલન કરતા હતા. આ બધાં કાર્યોની પાછળ અભયમુનિજી, પૂજ્યશ્રીનું સતત માર્ગદર્શન મેળવતા રહેતા હતા અને પૂજ્યશ્રીના માર્ગદર્શનનો યથાર્થ અમલ પણ કરતા હતા. પરંતુ દુર્ભાગ્યે અભયમુનિજીનું અકાળ અવસાન થવાથી, મગરવાડાના ગાદીપતિ તરીકે આજે પુનઃ યતિશ્રી મૃગેન્દ્ર સોમજી વહીવટ સંભાળી રહ્યા છે.
વિ. સં.૨૦૪૩ની સાલમાં શ્રી માણિભદ્રવીરની ૨૧ દિવસની અખંડ આરાધના એક ધાનના આયંબિલ પૂર્વક અને વિધિપૂર્વક પૂજ્યશ્રીજીએ કરી હતી.
શ્રી માણિભદ્રજીના મૂળભૂત સ્થાનરૂપ મગરવાડા તીર્થની રક્ષા અને વિકાસનું કાર્યપૂજ્યશ્રીજીની પ્રેરણાથી આજે પણ જોરદાર ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં સમગ્ર મગરવાડા તીર્થના સર્વાગીણ સમુદ્ધારનું સત્કાર્ય શરૂ થશે. શ્રી માણિભદ્રવીરની ૫ ફૂટની વિશાળ અને સુંદર મૂર્તિ બનાવવાનો ઑર્ડર પણ અપાઈ ગયો છે.
પૂજ્યશ્રીજીએ પોતાના જીવનમાં શ્રી માણિભદ્રજીની કરેલી વિશિષ્ટ સાધનાના પ્રતાપે જિનશાસનનાં અનેકવિધ સત્કાર્યો કરવામાં સફળતા મેળવી છે. નહિ ધારેલા અને નહિ કલ્પેલા જટિલ કેસોમાં અને સમસ્યાઓમાં પૂજ્યશ્રીએ સચોટ સમાધાનો આપ્યાં છે, જેનું વર્ણન અત્રે કરવું અશક્ય હોવાથી માત્ર ઉલ્લેખ કરીને જ સંતોષ માન્યો છે.
આ લેખમાં પૂજ્યશ્રી’ શબ્દ થી જ્યાં ઉલ્લેખ છે ત્યાં પૂજ્યશ્રી એટલેઆ. ચન્દ્રાનસાગરસૂરિ મ.સા. સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org