SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ 484 તપાગચ્છાધિષ્ઠાયક સ્થાપનાઓ જોવા મળે છે. અગાઉ તો સિંદૂર ચઢતું હતું પણ હવે તેમાં ફેરફાર થઈ રહ્યા છે. જનસમૂહ સમજી રહ્યો છે અને સિંદૂરને બદલે કેસર-પુષ્પ આદિથી પૂજા કરવા લાગ્યો છે. અમુક જગ્યાએ વર્ષભરમાં એક દિવસ જ પૂજા થાય છે. ક્યાંક નિયમિત થાય છે. અલબત્ત રોજ પૂજા–આદિ કરવા કરતાં વર્ષમાં અમુક એક ચોક્કસ દિવસે જ પૂજા કરવી એ વધુ ઉત્તમ લાગે છે. મારી સાંભરણ છે, સમજણ છે. તપાગચ્છાધિપતિની સમક્ષ માણિભદ્રજી પ્રથમવાર પ્રગટ થયા અને પોતાના આજન્મ ઉપકારીના દર્શન કર્યા, ત્યારે એમના પૂછવાથી ગચ્છનાયકે તપાગચ્છની–શાસનની–સંઘની રક્ષા કરવાની વાત કરી છે. ગુરુદેવની એ આજ્ઞા–એને શિરસાવંદ્ય સ્વીકૃત કરીને કાળા-ગોરા ભૈરવને યુદ્ધમાં પરાજિત કર્યા, વશમાં લીધા, ત્યાર બાદ ગુરુદેવ ગચ્છનાયકના ચરણમાં શિર નમાવી વિનંતી કરી : ' તમારા ઉપાશ્રયોમાં મારું સ્થાનક રખાવો. સાધુઓ મારા સ્થાનકે આવી મને ધર્મલાભ કહે. મને એની ખૂબ ઝંખના છે. ગુરુદેવનો ધર્મલાભ સાંભળવાની ઇચ્છા છે. કોઈપણ કામ પડે ત્યારે મને યાદ કરો. મારું ધ્યાન ધરો. હું સઘળાં કાર્યો કરીશ. શ્રાવકો જિનભક્તિમાં ઉદ્યમવંત બને, એમને હું સહાય કરીશ.' મારી જાણ મુજબ તો યતિ પરંપરામાં ગચ્છનાયક (તપાગચ્છાધિપતિ) થનારા દરેક ગચ્છનાયકો ૨૧ ઉપવાસ કરીને માણિભદ્રને પ્રત્યક્ષ કરતા હતા. પછી જ તેઓ ઉદયપુરની ગાદી ઉપર બિરાજમાન થઈ શકતા. એમની મૂર્તિમાં નાસિકા ઉપર મંદિરના શિખરની આકૃતિ જોવા મળે છે તે મૃત્યુ સમયે તેમને શત્રુંજયનું સ્મરણ હતું તે છે ! વરાહ જેવી મુખાકૃતિનું કારણ એ સમજાય છે કે સનાતન ધર્મમાં વિષ્ણુના વરાહાવતારની વાત છે. એમાં વરાહનું રૂપ ધરી વિષ્ણુએ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, એવી કલ્પનાને અનુરૂપ માણિભદ્રદાદાએ પણ કાળા-ગોરા ભૈરવના ત્રાસમાંથી સંઘનો ઉદ્ધાર કર્યો, તેથી વરાહનો આકાર રાખવામાં આવ્યો છે! શક્તિના ત્રણ પ્રકારો છે – માનવશક્તિ, દેવશક્તિ અને દેવાધિદેવશક્તિ. માનવશક્તિ જ્યારે પણ નિષ્ફળ જાય છે, ત્યારે દેવશક્તિના શરણમાં જાય છે. દેવાધિદેવશક્તિ તો સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રયોજિત હોય છે, પણ દેવશક્તિને મંત્રો યા ઉપાસના દ્વારા સક્રિય કરવી પડે છે. દેવશક્તિમાં પણ ભિન્ન-ભિન્ન પ્રકાર જોવા મળે છે. દરેક ધર્મોમાં આ શક્તિઓના ઉલ્લેખ જોવા મળે છે. પણ આ શક્તિઓને આસુરી એટલે કે મેલી શક્તિ-મેલી વિદ્યા તથા બીજી સુરી શક્તિ એટલે કે શુદ્ધ શક્તિ એમ બે પ્રકારમાં વહેંચી શકાય. જેનાં પૂજનદ્રવ્યો માંસલોહી-દારૂ વગેરે જેવા અશુદ્ધ હોય છે અને જેની ઉપાસના બીજાનું અહિત કરવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy