SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ વાતાવરણમાં જે સંક્ષુબ્ધતા છવાઈ ગઈ હતી, એ તપગચ્છના નાયકો માટે તો ગંભીર ચિંતા પ્રેરે એવી હતી. આ રીતે જૈન શાસનના આકાશે જ્યારે કાજળકાળા વાદળ ઘેરાયાં હતાં, ત્યારે કોઈ પ્રચંડ ચારિત્રશકિતના આવિષ્કારરૂપે એક તરફ જેમ ક્રિયોદ્વારક પૂ. આચાર્યદેવ શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ તેમ જ એક દૈવી તાકાતના અવતરણ તરીકે તપગચ્છ સંરક્ષક યક્ષરાજ શ્રી માણિભદ્ર સૂર્યની અદાથી પ્રકાશી ઊઠયા અને તપગચ્છની અસ્મિતા પુનઃ જ્વલંત બની ઊઠીને અજવાળાં વેરી રહી. 467 ક્રિયોદ્ધારક આચાર્યદેવ શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ સંસારી સંબંધે ઈલાદુર્ગ–ઈડરના વતની હતા. માત્ર ૪૯ વર્ષના જ જીવનમાં એમણે પોતાના ચારિત્રબળથી જે રીતે શાસન-પ્રભાવના સરજી, એનો ઇતિહાસ તો ખૂબ જ રોમાંચક છે. માણેકચંદ તરીકેના જીવનમાં એ શેઠને ધર્મરાગી બનાવીને, શ્રીમાણિભદ્ર યક્ષ તરીકેના જીવનમાં એમને ધર્મરક્ષક બનાવવા દ્વારા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે જૈન શાસન પર જે ઉપકાર કર્યો, એની ગંગોત્રી આજે અસ્ખલિત રીતે વહી જ રહી છે. શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ માત્ર પાંચ વર્ષની વયે જ દીક્ષિત બન્યા હતા. વીર પરંપરાના પંચાવનમા પટ્ટપ્રદ્યોતક પૂ. આ. શ્રી હેમવિમલસૂરિજી મહારાજના પ્રભાવક પધર તરીકે તેઓશ્રી જે રીતનું ચારિત્રચુસ્ત જીવન જીવી ગયા અને પૂ.આ.શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ જેવા મહાપુરુષોનું જે જાતનું સંયમ ઘડતર કરી ગયા, એ બધો ઇતિહાસ વિગતવાર વાંચવા બેસીએ તો આંખો હર્ષાશ્રુથી છલકાઈ ઊઠયા વિના ન રહે. જન્મભૂમિ ઈડર. જન્મસાલ વિ.સં ૧૫૪૭. માતપિતા અને પોતાનું નામ ક્રમશઃ માણેકદેવી, મેઘાજી અને વાઘજી. દીક્ષાવર્ષ ૧૫૫૨. દીક્ષિત નામ શ્રી અમૃતમેરુવિજયજી. ઉપાધ્યાય અને આચાર્યપદનું વર્ષ ૧૫૬૮ તથા ૧૫૭૦. આચાર્ય પદાર્પિત નામ શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ. ક્રિયોદ્ધાર વર્ષ ૧૫૮૨. ગચ્છનાયક પદ વર્ષ ૧૫૮૩. માણેકચંદશેઠ (માણિભદ્રયક્ષ) પ્રતિબોધ વર્ષ ૧૫૮૪. સ્વર્ગગમન વર્ષ ૧૫૯૬ (સર્વાયુ ૪૯ વર્ષ) શ્રી આનંદવિમળસૂરિજી મહારાજના શિરે ગચ્છની જવાબદારી વહન ક૨વાનો જ્યારે અવસર આવ્યો ત્યારે શાસનની ચોમેર જે રીતે અંધકારઘેર્યું વાતાવરણ હતું, એ ગાઢ અંધકારને ભેદવા માટે સૌપ્રથમ મોરચો શિથિલાચારની સામે માંડવો જરૂરી હતો. એથી સમુદાયના વધુ સંગઠન પૂર્વક એઓશ્રીએ ક્રિયોદ્ધાર કર્યો. ચાણસ્મા પાસે આવેલ વડાવલી–વડાલી ગામમાં ૫૦૦ સાધુઓને સાથે લઈને એમણે ક્રિયોદ્ધાર કર્યો અને સમુદાય માટે પાળવા માટેના ૩૫ બોલ જાહે૨ કર્યા. આ પછી સાચું—ખોટું તરત જ લોકનજરે પરખાઈ જવા માંડ્યું. એથી સત્યની જાળવણી વધુ મોંઘી બનતાં તત્કાલીન કેટલાય યતિઓ (મુનિઓ)નું મુખ્ય નિશાન ત્યારે ક્રિયોદ્વાર બન્યો. તપગચ્છમાંથી જ ક્રિયોદ્વારનો શંખ ફૂંકાયો હોવાથી કેટલાય અન્ય ગચ્છોએ મેલી સાધના અને મેલા દેવોને સાધીને તપાગચ્છને તારાજ કરવા કમ્મર કસી જેથી છૂટાછવાયા ૫૦૦ જેટલા સાધુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy