SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ 466 તપાગચ્છાધિષ્ઠાયક પંદરમી શતાબ્દીના ઉત્તરાર્ધનાં અંતિમ વર્ષોનો એ કાળ હતો, સોળમી શતાબ્દીનો સુવર્ણયુગ સર્જક સૂર્યોદય થવાને હજી ઘણાં વર્ષોની વાર હતી. પંદરમી અને સોળમી સદી વચ્ચેનો એ સંધિકાળ ઠીકઠીક અંધારઘેર્યો હતો. જૈન સંઘ એવા કોઈ પ્રભાવક પુરુષની પ્રતીક્ષામાં હતો, જે સૂર્ય બનીને આવે અને અંધકાર ઉલેચવાનું કાર્ય કરે. જૈન શાસનમાં ત્યારે વ્યાપેલા અંધકારની ભીષણતા ભાળીને ભલભલાનું અંતર વ્યથિત બની ઊઠતું. ચારે તરફ જાણે અરાજકતા અને અધાર્મિકતા પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહી હતી. યતિસંસ્થા પોતાનો પંજો ફેલાવી રહી હતી. શિથિલતાની માત્રા દિવસે દિવસે વધી જ રહી હતી. તત્કાલીન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને નજરમાં રાખીને શ્રી મહાવીર પરમાત્માની સુડતાલીસમી પાટે પ્રતિષ્ઠિત બનેલા શ્રી સોમપ્રભસૂરિજી મહારાજે શુદ્ધ જળની અપ્રાપ્તિ, નિર્દોષ સાધુચર્યા જીવવા માટેના વાતાવરણનો અભાવ આ અને આવાં અન્યાન્ય કોઈ કારણોસર રાજસ્થાન-મારવાડના જેસલમેર આદિ પ્રદેશોમાં સુવિહિત સાધુઓના વિહાર પર મૂકેલો પ્રતિબંધ હજી પણ યથાવતું હોવાથી એ પ્રદેશોમાં મુમતો-કુમાન્યતાઓનું સામ્રાજ્ય ફાલીફૂલી ઊઠ્યું હતું. આવી જ થોડીક પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં પણ નિર્માણ પામી ચૂકી હતી. સૌરાષ્ટ્રના અધિપતિ સુરત્રાણે એવું ફરમાન જારી કર્યું હતું કે, વાદલબ્ધિસંપન આચાર્યાદિ મુનિવરોએ જ સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિચરવું. આ ફરમાનના કારણે સૌરાષ્ટ્રના વિહિત સાધુઓનું વિચરણ સાવ જ સ્થગિત થઈ ગયું હતું. આની વિપરીત અસર તિર્થાધિરાજ શત્રુંજય ઉપર પણ મોટા પ્રમાણમાં પડી હતી. આ દેવનગરી જીર્ણશીર્ણ બની ગઈ હતી. સાધુઓના ગમનાગમનના અભાવે એ નગરીનો ઉદ્ધાર અતિ આવશ્યક હોવા છતાં એ માટેના કોઈ પ્રયત્નો થતા ન હતા. આચાર્યદેવાદિના સદુપદેશ વિના શ્રાવકસંઘમાં જાગૃતિ કોણ લાવે? અને આવી જાગૃતિ વિના ઉદ્ધારકાર્ય કરવા કોણ કટિબદ્ધ બને? શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ સ્થાપેલા સંઘમાં પ્રમુખસ્થાને પ્રતિષ્ઠિત શ્રમણ પરંપરા એ સમયમાં નિગ્રંથગચ્છ, કોટિકગચ્છ, ચન્દ્રગચ્છ, વનવાસીગચ્છ, અને વડગચ્છનું નામાભિધાન પામીને અંતે તપગચ્છ તરીકે વધુ સુપ્રતિષ્ઠિત બની હતી. શ્રી જગચ્ચન્દ્રસૂરિજી મહારાજના તપપ્રભાવે બનેલી એ ઐતિહાસિક અને અદ્વિતીય શાસનપ્રભાવનાની સર્જક ઘટના પર ૨૫૦થી પણ વધુ વર્ષો વીતવા આવ્યાં હતાં. આ વચગાળાના સમય દરમિયાન મૂળ શ્રમણ પરંપરાથી અલગ થઈથઇને અનેક ગચ્છો-કુમતો પોતાની મિથ્યા માન્યતાઓના પ્રચાર-પ્રસાર દ્વારા શાસનને ડહોળવાનો વધુ ને વધુ પ્રયાસ કરી રહ્યા હતા. એમાંય કોઈ કોઈ ગચ્છો તો એટલા બધા ઝનૂની બન્યા હતા કે, ભૈરવ આદિની સાધનાના બળે તપગચ્છની સામે એ ગથ્થોએ જાણે જીવલેણ જંગ જ માંડ્યો હોય, એમ લાગતું હતું. એના વિપાક રૂપે ૫૦૦ જેટલા તપાગચ્છીય શ્રમણો છૂટાછવાયા અકાળે મૃત્યુના મુખમાં હોમાઈ ગયા હોવાથી તત્કાલીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy