SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 465 ક્રિયોદ્ધારક શ્રી આનંદવિમળસૂરિજી અને . . . ગુરુભક્ત યક્ષરાજ શ્રી માણિભદ્ર – પ.પૂ.આ. શ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ હકીકતોના હેમહસ્તાક્ષરોથી અંકિત બન્યો છે આ વિસ્તૃત લેખ." કલ્યાણ"– નાં પૃષ્ઠો પર વર્ષોથી કસાયેલી કલમનો આસ્વાદ જૈન સંઘ માણતો આવ્યો છે. કથાકલમના કુશળ કસબી અને સર્જન-સંપાદનના કલાસ્વામી એવા પૂજ્ય આચાર્યશ્રીએ આ ઘટનાને રોચક અને સચોટ બનાવીને લખી છે. પંદરમી સદી અને સોળમી સદીના સંધિકાળ સમયે વ્યાપેલી અરાજકતા અને અધાર્મિકતા, અંધકારની ભીષણતા ભલભલાનાં પાણી ઉતારી દેતી હતી. થતિસંસ્થાના પંજામાં સપડાયેલા સંઘને સુવિહિત અને સંવેગી માર્ગમાં લાવી દે તેવા પ્રભાવક પુરુષની પ્રતીક્ષા કરતા સંઘની સ્થિતિનું દર્શન માન્યતા-દર્શન, વ્યવહારદર્શનનું નિરૂપણ માણેકશાહને કેન્દ્રમાં રાખીને કર્યું છે. કિયોદ્ધારના પ્રકાશમાં સતત પુરુષાર્થ આદરતા પૂજ્ય ગીતાર્થ ગુરુદેવોનો અત્રે પરિચય કરાવ્યો છે. માણેકચંદ અને આનંદવિમળસૂરિજી મ.નો વાર્તાલાપ સુરેખ સન્માર્ગ આપે છે. ધર્મ એ ધતિંગ નથી, તપશ્ચરણ ભૂખમરો નથી અને સમતા -સાધુતા એ સળગતી સગડી નથી. 'રૂક જાઓ' નો અનહદ નાદ અંધકારના જથ્થાને ભેટે છે, જેમાંથી આપણને ભેટ મળે છે માણિભદ્ર ઇન્દ્રદેવની..... શાસનરક્ષક દેવ તરીકેની. લેખકશ્રીએ આનંદવિમળસૂરિજી મ.નો આંતરબાહ્ય કરાવેલ પરિચય ઘડીભર તો આપણને અહોભાવ જગાવી દે છે. આ લેખ નિરાંતે વાંચવો–કડીબદ્ધ ઇતિહાસ જાણવા-માણવા મળશે. સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂજ્ય આચાર્યશ્રી હંમેશા સરસ્વતી–સાધનામાં લીન રહ્યા છે. પૂજયશ્રી નિરામય દીર્ધાયુ પામો એવી અભ્યર્થના. –સંપાદક ન ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy