SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ 468 તપાગચ્છાધિષ્ઠાયક એ તારાજીનો ભોગ બન્યા. - શ્રી આનંદવિમળસૂરિજી મહારાજની સામે આ એક સૌથી વધુ મોટો પ્રશ્ન અને પડકાર હતો. એઓશ્રી પાસે ભીખ-તપશ્ચરણ અને ચુસ્ત ચારિત્રનું પ્રચંડ બળ તો હતું જ; પરંતુ આ બળની પાછળ પીઠબળ તરીકે કોઈ દૈવી બળ જોડાય, તો જ શાસનરક્ષા શક્ય બને એમ હતી. એમનો કઠોર તપ તો ભલભલાનું માથું નમાવી દે એવો હતો. ક્રિયોદ્ધાર કર્યા બાદ તેઓએ માવજીવ છઠ્ઠને પારણે છઠ્ઠ કરવાની ભીખ-પ્રતિજ્ઞા ધારણ કરી હતી. એ પ્રતિજ્ઞાનું પરિપાલન કરતાં એક દી તેઓશ્રી માલવદેશની પ્રસિદ્ધ નગરી ઉજ્જયિનીમાં પધાર્યા. ક્ષિપ્રા નદીનો તટ. ગંધર્વ સ્મશાનભૂમિ. પ્રચંડ ગરમીના દિવસો. આવું વાતાવરણ જોઈને શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે આત્માની અડગતા-સહનશીલતાનો તાગ કાઢવા એક મહિનાની વિશિષ્ટ તપશ્ચર્યા પ્રારંભી. ભીષ્મતાની સાથે સાથે સ્મશાનભૂમિમાં જઈને કાયોત્સર્ગ મુદ્રામાં અણનમ રહેવાની સાધનાની જેમાં મુખ્યતા હતી, એ ભીષ્મ–તપની જાણકારી મળતાં જ આખી ઉજ્જયિનીમાં ઠેર ઠેર એ તપશ્ચરણની ભીષ્મતા અહોભાવ સાથે ચર્ચાવા માંડી. આ ચર્ચાની વાતો એક દી શેઠ માણે કચંદના કાને પણ અથડાઈ. શેઠ મૂળ તો પાલી-મારવાડના વતની હતા, પણ ધંધાર્થે (થોડા સમય માટે જ) ઉજ્જયિની આવ્યા હતા. એ નાના હતા ત્યારે તો ધર્મ પરની એમની આસ્થા ભલભલાને વખાણવાનું મન થઈ જાય એવી અજોડ હતી, પરંતુ વય જેમ વધતી ચાલી અને સમજણ જેમ ખીલતી ગઈ એમ એમની ધર્મશ્રદ્ધા ડગમગવા માંડી. એમાં પણ જૈનશાસનની તત્કાલીન જે હાલત હતી એ જોઈને એઓ લગભગ નાસ્તિક જેવા બની ગયા. પણ એ નાસ્તિકતાની કાળી વાદળીને ય અજવાળતી કોર જેવો એક ગુણ એમનામાં 'માતૃભક્તિ'નો હતો. પોતાને કરવાનું જરાય મન ન હોય એવી કેટલીય બાબતો તેઓ કેવળ માતૃભક્તિ ખાતર કરતા. હા, એટલું જરૂર કે એમાં એમની કાયા જ માત્ર જોડાતી, એમનું મન તો એમાં જરાય ભળતું નહિ. માણેકચંદ શેઠનાં માતુશ્રીના કાને જ્યારે શ્રી આનંદવિમળસૂરિજી મહારાજની કઠોર તપશ્ચર્યાની વાતો પડી, ત્યારે એઓ મનોમન ભાવના ભાવી રહ્યાં કે, આવા ઘોર તપસ્વી પારણા પ્રસંગે આપણા ઘરે પધારામણી કરે, તો તો આપણો બેડો પાર થઈ જાય. એમણે આ ભાવના માણેકચંદશેઠને જણાવવા પૂર્વક કહ્યું કે, માણેક! તપશ્ચર્યાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. ન જાણી હોય, ન જોઈ હોય, એવી ભીષ્મતપશ્ચર્યા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ કરી રહ્યા છે, માટે તું એકવાર એમને વંદન કરી આવ અને પારણા પ્રસંગે પધારવાની વિનંતી કરી આવ. કદાચ આપણું ભાગ્ય જોરદાર હોય, તો આપણને લાભ મળી જાય તો મળી જાય ! માણેકચંદશેઠનો મિજાજ જ જુદો હતો. એઓ મનોમન બબડ્યા: ધ્યાનનાં આવાં ધતિંગ માંડવામાં અને ભૂખે મરવામાં શી મજા આવતી હશે? ચારે બાજુ કેવું સળગી રહ્યું છે ! કેટલાય સાધુઓ દેવી- દેવલાંને રીઝવવામાં પડ્યા છે. મંત્ર-તંત્ર અને દોરા-ધાગાની હાટડી માંડીને કેટલાયે રીતસરનો વેપલો જ શરૂ કરી દીધો છે. કેટલાયનો ગચ્છપ્રેમ ઝનૂની બનીને કેટલાંયને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy