________________
454
તપાગચ્છાધિષ્ઠાયક
..
.
-
ગવાઈ રહ્યું વળી માળવા દેશે, ઉજ્જૈની મોટું ધામ... મુજને. તારા પ્રભાવ મેં ઘણા ઘણા જોયા, બીજામાં મારાં મનડાં ન મોહ્યાં,
જિનશાસનની રક્ષા તું સારે, કરજે મારી તું સંભાળ મુજને. એકવાર તને સમરે જે ભાવે, સુખ સંપત્તિ ઘરમાં લાવે,
નરનારી તારા ગુણ ગાએ, કનુ વીનવે તને નાથ... મુજને.
કરુણાધારી
(રાગ : પ્રભુ તારું ગીત મારે...) વીર તારો મહિમા જગમાં ગાજે છે, જાપ તારો કરતાં દુઃખ ભાગે છે..... વીર તારો. શ્રદ્ધાનો દીપક પ્રગટાવું હું, કૃપા દયાળુ તારી કૃપા યાચું હું
અંતરની વીણા મારી લાગે છે...... વીર તારો. ભીડભંજન તું ભક્તોનો સ્વામી, સંકટ સૌનાં ચૂરતો જાણી,
ભૂતપ્રેત તને પાયે લાગે છે... વીર તારો. અંતરયામી અરજી સ્વીકારો, નાવડી મારી પાર ઉતારો,
દર્શન તમારા સૌ માગે છે.... વીર તારો. છોરું કછોરું જો થાયે કદી, ભૂલો અંતરમાં તમે ધરશો નહિ,
તુજ ભક્તિ કરવા દિલ જાગે છે...વીર તારો. દીનદયાળુ તું કરુણાધારી, નજરોમાં લેજે મુજને વસાવી,
ધ્યાન થકી ભ્રમણાઓ ભાગે છે. વીર તારો. શક્તિ નથી કોઈથી તારી છાની, આથડતાં અમને લેજે નિહાળી,
'કનું સાથ તારો એક માગે છે... વીર તારો.
ફેરા ન રહે મારા
(રાગ : દર્શન ધોને દયાળા આ કાનુડે કવરાવ્યા) આશા ભરીને આવ્યો દ્વારે ઓ વીર મારા, આશા ભરીને આવ્યો દ્વારે, ભક્તિનો થાળ લાવ્યો ભાવે ઓ નાથ મારા, આશા ભરીને આવ્યો દ્વારે, મંગલમય નામ એક તમારું પ્યારું, દુઃખના દરિયાને દૂર કરનારું,
હે.ભક્તો સૌ આવે તારે પાળે... ઓ વીર મારા. ભવના સાગરમાં ડૂબે નાવ મારી, નથી કોઈ મળિયો સાચો સુકાની,
હે આશા નથી કોઈ બીજી મારે ઓ વીરા મારા. શોક સંતાપ હાલા મિટાવી દેજે, જીવનમાં જ્યોત એવી પ્રગટાવી દેજે,
હે ભવના ફેરા ન રહે મારા... ઓ વીર મારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org