SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ એક જ છે એ નાથ (રાગઃ ઊંચી તલાવડીની કોર) શોધું મગરવાડાની વાટ, જાઉં મારે જાઉં માણિભદ્રવીરને ભેટવા. સિદ્ધ જીવનનાં મારાં કાજ, જાઉં મારે જાઉં માણિભદ્રવીરને ભેટવા. પ્રગટ પ્રભાવી બિરુદ જેનું, ભક્તોનાં દુખડાં ટાળે, શાસન રક્ષક જે કહેવાય, આપત્તિમાંથી ઉગારે, સંકટોના છે ચૂરનાર...... જાઉં મારે જાઉં. પગની પિંડીઓ મગરવાડામાં, આગલોડે ધડ પૂજાએ, ઉજ્જૈની નગરીમાં શિરની પૂજના, કરતાં નરનારી ભાવે, યાત્રાળુ ખૂબ ઊભરાય..... જાઉં મારે જાઉં. ભાવ ભક્તિથી સમરે ભાવે, રોગ શોકને નિવારે, દીવો ધૂપ કરે જે ભાવે, સાંજ અને સવારે, દુઃખડાં દૂરે ટળી જાય...જાઉં મારે જાઉં. નવકાર મંત્રની સાથે વીરનું, ધ્યાન જે નરનારી ધરશે, સંસારનાં સૌ સુખો પામી, મનોવાંછિત કામ ફળશે, સાચો એક જ છે એ નાથ...જાઉં મારે જાઉં. બાળ વિનાનાં ભક્તને વીરે, પારણિયાં બંધાવ્યાં, નદી ચોરના ભયથી ઉગાર્યાં, શત્રુથીએ બચાવ્યાં, ગ્રહ પીડા જાપથી જાય.... જાઉં મારે જાઉં. લાલ વસ્ત્ર પરિધાન કરીને, લાલ આસને બેસે, લાલ પુષ્પ ને લાલ માળાથી, સવા લાખ જાપ જપે, દેતા દર્શન સ્વપ્નમાંય...જાઉં મારે જાઉં. સમ્યગ્દષ્ટિ દેવ એ સાચા, અદશ્ય સ્કાય કરતા અહોનિશ શ્રદ્ધાથી સેવતા, મનોવંછિતને સૌ વરતા, 'કનુ' કહે છે એક જ વાત....જાઉં મારે જાઉં. લગાવું તારું ધ્યાન (રાગ : દેખ તે સંસાર કી...) સુણ સુણ માણિભદ્રવીર તું મારી દુઃખ ભરેલી વાત, મુજને એકવાર નયણે નિહાળ, જોયો જોયો મેં પ્રભાવ તારો, શરણે આવ્યો મહારાજ, મુજને એકવાર નયણે નિહાળ, વચન આપ્યું તેં રક્ષણ કરવા, ભક્તિ કરનારનાં દુઃખો હરવા, દુઃખિયારો હું શરણે તારે, દ્વારે આવ્યો મહારાજ... મુજને. તારા નામે સવિ સંકટ નાસે, ભૂત પ્રેત પિચાશ દૂર ભાગે, 453 ગામોગામ તારા ગુણો ગવાયે, નામ સ્મરણથી વિઘ્નો દૂર જાએ, એવો તારો મહિમા સુણીને કર જોડી ઊભો હાથ.... મુજને. Jain Education International તુજ ગુણ ગાઉં ભાવ ધરીને, લગાઉં તારું ધ્યાન...મુજને. માણિભદ્રવીર તું ગજ અસવારી, છ છ ભુજાના શક્તિધારી, ચોસઠ જોગણી બાવન વીર, સાથે આજમુખમાં રૂપધાર..... મુજને. મગરવાડા મુખ્ય સ્થાન છે તારું, આગલોડ બીજું મન હરનારું, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy