________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
455
માણિભદ્રવીર તમે આશા પૂરી કરજો, ભવની ભાવઠ મારી દૂર તમે કરજો,
હે 'કનું' કહે રહું તારા ધ્યાને... ઓ વીર મારા.
માણિભદ્રવીર પિસ્તાલીસી ગુણમાલા
(રાગ... શ્રવણનો....) પંચ પરમેષ્ઠિને નમન કરી, ગુરુ ગૌતમને વંદન કરી, સરસ્વતી માતાને લાગું હું તો પાય, માણિભદ્રવીર પિસ્તાલીસી કહેવાય. (૧) હે માળવા દેશમાં છે ઉજ્જૈની ગામ, રહેતા સુખલાલ શેઠ ગુણ ભંડાર, * ભાર્યા કસ્તુરીબાઈ ગુણિયલ સાર, જન્મ્યો પુત્ર અનુપમ રસાળ....(૨) માણેકશાહ રૂડું નામ ધરાય, માતાપિતાના રંગમાં રંગાય પૂજા પાઠ ને વિધિ ક્રિયાકાંડ, કરતા નિત્ય સાંજ સવાર .(૩) યોગ્ય વયની ઉંમર જ્યાં થાય, માણેકશાહ લગ્નગ્રંથિથી જોડાય, ઘરમાં આવી લીલાવંતી નાર, શ્વસુર પતિની સેવા સાર.... (૪) વધતો જાએ ખૂબ વેપાર, માણેકશાહની મોખરે છાપ, ભિન્ન ભિન્ન સેવામાં અગ્રવાર, આવો ચાલી રહ્યો છે વ્યવહાર. (૫) એવામાં એક દિન આવે સાધુ રાજ, લોકાશાહની આણા ધરનાર, પૂજાપાઠનો કરે ઇન્કાર, ઉપદેશ દેતા સવાર સાંજ... (5) માણેકશાહને એક દિન બોલાવે પાસ, સમજાવે તેમના પંથના પાઠ, મૂર્તિપૂજાનો ત્યાં કરાવે ત્યાગ, માણેકશાહ તેનો કરે સ્વીકાર.... (૭) માતાના કાને આ વાત જ્યાં જાય, દુઃખ હૃદયમાં ભરી ભરી થાય, સન્માર્ગે પુત્રને વાળવા કાજ, છએ વિગઈનો કરે ત્યાં ત્યાગ. (૮) સાસુની સાથે વહુએ જોડાય, મંગળ આયંબિલ તપ કરાય, સમય જોઈને સોગઠી મરાય, માણેકશાહને સમજાવવા કાજ. (૯) એક દિન પત્નીને પૂછે માણેકશાહ વાત, શરીર માતાજીનું સુકાતું જાય, . તમે પણ દિન દિન સુકાતાં જાવ, શું બની રહ્યું છે તે બતાવ..(૧૦) પત્ની કરે સમય જોઈને વાત, માતાજીને નહિ દુઃખ દેવાય, ઉપકારીની કરવી સેવા દિનરાત, રાખવી તેમની પૂરી સંભાળ... (૧૧) ગુણી પત્નીથી માતાની વાત, માણેકશાહ ત્યાં કરતા વિચાર, સુગુણી પત્નીની હિતકારી વાત, ભૂલ્યો હું પામર માતનો ઉપકાર..(૧૨) માણેકશાહ ઊઠી માતાજી પાસે જાય, શાને માતાજી દુઃખને ધરાય, ઉપકારી ફરમાવો સેવાનાં કામ, તુમ ઇચ્છા પૂરી કરવા અરમાન....(૧૩) ભરેલાં પગલાંથી દુઃખ મને થાય, પૂજા પાઠ બંધ નવિ રે કરાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org