________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
45].
જેણે ભૈરવ જેવાને હરાવ્યો પલમાં, દેવ હાજરાહજૂર છે એક શાસનમાં,
એને પૂજતાં બેડો થાયે પાર... એવો દેવ. મગરવાડા આગલોડ ગામે પૂજાયે ભાવે, ઉજ્જૈની નગરીમાં જેની હાક વાગે,
એના જાપથી તાપ ટળી જાય..... એવો દેવ. આવે ભક્તો સૌ માનતા પૂરી કરવા, એને સેવનારા થયા સાજા નરવા,
ત્રિવિધ તાપ ટળી જાય.... એવો દેવ. સાચા ભાવથી જે કોઈ એને ધ્યાવે, રોગ શોક સંતાપ પળમાં જાયે,
કનુ કહે છે પૂરે સૌની આશ... એવો દેવ.
સંભાળી લેજે
(રાગ : દેખ તેરે સંસાર કી....) બિરુદ તમારું સંભાળીને રક્ષા કરો મારા વીર... દયાળુ હે માણિભદ્રવીર. ભવસાગરમાં નાવડી મારી, ડૂબે નહીં મારા વીર... દયાળુ હે માણિભદ્રવીર. આશા ભરીને આવ્યો આજે, તમારું શરણું પ્યારુ લાગે, અમીદ્રષ્ટિથી નિહાળો આજે, તમારા વિના કોણ ઉગારે, તુમ દર્શનની લગની લાગી, નિરાશ ન કરો મારા વીર.. દયાળુ. જૈન શાસનના તમે રખવાળા, ભક્તિ કરનારનાં દુઃખ હરનારા, માણિભદ્રવીર નામ જયકારા, સર્વ જગતના પાલનહારા, આધાર તમારો જગમાં મુજને, દર્શન દ્યો મારા વીર.... દયાળુ. જે કોઈ તમારી પાળે આવે, મનની આશા પૂરી કરાવે, ધન, પુત્ર વૈભવને અપાવે, જે કોઈ તમને સમરે ભાવે, નિરાશ ન કરશો સંકટ હરજો, દેજો શક્તિ મારા વીર... દયાળુ. મગરવાડામાં સ્થાનક તમારું, આગલોડ ઉર્જની લાગે પ્યારું, પૂજન અર્ચન કરવાને આવું, તુમ ચરણોમાં ધ્યાન લગાઉં, દોષ અમારા ચિત્ત ન ધરજો, નિભાવી લેજો વીર. દયાળુ. સુખડીના થાળ ભરી ભરી સૌ લાવે, નાળિયેરનાં રૂડાં તોરણ બંધાવે, સોના રૂપાનાં છત્ર ધરાવે, જૈન જૈનેતર પૂજે ભાવે, મહિમા તમારો ગવાયે જગમાં, બળિયા જગમાં વીર.... દયાળુ. જેવો તેવો છું તોયે તમારો, એક જ છે મને ભરોસો તમારો, વિપદા બધી મારી નિવારો, આશરો મને તમારો સાચો, અરજી કન્ની ઉરમાં ધરીને, સંભાળી લેજે વીર... દયાળુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org