SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ 450 * તપાગચ્છાધિષ્ઠાયક આંખ મીંચી ખોલો જુઓ મુજ સ્થાન, સૂરીશ્વર કરતા તે ધ્યાન મગરવાડા ગામે બેઠા દેખાય, કહેતા વીર હુકમ તત્કાળ પિંડમાંથી એક પિંડ ઉપાડી આજ, આંખ મીંચીને ખોલો પલવાર, સૂરીશ્વર કરતા તે તેની વાર, આગલોડ ગામમાં બેઠા દેખાય. ત્રીજી વાર જોયું ઉજ્જૈની સ્થાન, વીરનાં જોયાં ચમત્કારી સ્થાન; પિંડની મારી સ્થાપના કરાય, મનવંછિત સુખ પામે વિશાળ આશાઓ મનની પૂરી કરીશ, શાસનસેવામાં સદાયે રહીશ; જાઉં છું સૂરીશ્વર મારે સ્થાન, રહેજો સદાયે કરતાં ધ્યાન. ફરી મહિમા ભાવથી ફેલાય, અઢારે વર્ષે પૂજતાં ભાવ; દીવો, ધૂપ, હોમ, હવન થાય, સુખડીના થાળ પ્રેમથી ધરાય...... માણિભદ્રવીરને ભાવથી ભજાય, દુઃખ દારિદ્ર કનુના પલાય, હાથ ઝાલીને કરે બેડો પાર, વીરના નામે જય જયકાર. શાસન રખવાળા શ્રી માણિભદ્રવીરનાં ગીત ગુંજનો પ્રાર્થના (રાગ : ૐ શ્રી શાંતિનાથ) જય માણિભદ્રવીર મંગલકારી, પ્રણમું હું તમ ચરણે શિરધારી...જય. જૈન ધર્મના છો રખવાળા, સકળ સંઘને સુખ દેનારા, અનુપમ મૂર્તિ તુમ મનોહારી જય. ગજ અસવારી છ ભુજાના ધારી, અજમુખવાળા કરુણાધારી માત પિતા તુમ અંતરયામી... જય. યશકીર્તિ તુજ નામે વ્યાપે, ભક્તજનોનાં દુઃખડાં કાપે, માણિભદ્રવીર તુમ નામ જયકારી જય. આપદા સૌની પળમાં હરજો, વિદ્ધના વંટોળ દૂર કરજો, લેજો 'કનુને ભવથી ઉગારી...જય. એવો દેવ બળિયો છે (રાગ : આ તો દાદાનો દરબાર યા આ તો લાખેણી આંગી) માણિભદ્રવીર ધ્યાને દુઃખ જાય, એવો દેવ બળિયો છે. જેના નામથી રોગ શોક જાય, એવો દેવ બળિયો છે. એના દ્વારે કંઈ દુઃખિયાનાં દુઃખો ભાગ્યાં, જેને ભાવથી સેવતાં સુખડાં પામ્યાં, એના નામથી મનનું ધાર્યું થાય.... એવો દેવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy