SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 449 ગામોગામ મહિમા થયો, નરનારી સૌ હરખાય; શાસનદેવ સમ્યગુ જાણી, સ્થાપના સ્થળે સ્થળે થાય. એકાવતારી દેવ છે, પરચા પૂરણ પ્રભાવ, સંકટ વિકટ હરનાર, દુઃખનો કરે વિનાશ. ભાવ થકી આરાધશે, શંકા કરે ન જરાય; મનવાંછિત ફળ પાવશે, સુખ પામશે અપાર, આખડી ભાવથી જે કરે, વળી શ્રીફળ સુખડી ધરાય, સ્મરે જે શ્રદ્ધા ભાવથી કામ પૂરાં તેનાં થાય. (રાગ... મારી વેણીમાં ચાર–ચાર ફૂલ) માણિભદ્રવીરનો કીધો મેં રાસ, આજ મેં તો હરખે હોંશથી રાસ; જય જય મંગળ ગીતડાં ગવાય, માણિભદ્રવીર મારી પૂરજો આશ. માણિભદ્ર વીરના ગુણ જે કોઈ ગાશે, થાશે તેનો બેડો પાર; ભાવ ધરીને સ્તવના કરશે, થાશે એનાં દુઃખડાંનો નાશ.... માણિભદ્ર. પરચા પૂરણ પ્રગટ પ્રભાવી, શાસનદેવ કહેવાય, સમ્યગ્દષ્ટિ વળી છે શક્તિશાળી, સંકટોનો કરે વિનાશ. માણિભદ્ર. સંવત ૨૦૩૧ની સાલમાં, જેઠ સુદ ત્રીજ ગુરુવાર; શરૂઆત કીધી પુષ્ય નક્ષત્રમાં, સાંભળે શ્રોતા સુખદાય.. માણિભદ્ર. મોમ્બાસા નગરમાં રાસની રચના કીધી મેં ચડતા ભાવ; ભણશે ગણશે જે કોઈ સાંભળશે, કરશે માણિભદ્ર વીર સહાય.. માણિભદ્ર. નિશદિન ધ્યાન શ્રદ્ધાથી ધરશે, મૂળ મંત્રની સાથ; વંછિત ફળશે, આશાઓ ફળશે, ફળશે ધારેલાં સહુ કામ... માણિભદ્ર. સંવત હોય સહસ એકત્રીસની સાલે, આવ્યો અષાડ શુભ માસ, રાસ પૂરો કીધો વાંચનમાં ત્યારે, અષાડ સુદિ પૂનમ બુધવારે માણિભદ્રવીરનું ચરિત્ર સાંભળતાં, જનતામાં હર્ષ ઊભરાય; જાણ્યું જીવનમાં પહેલવહેલું, રચ્યું 'કનુએ રસાળ... માણિભદ્ર. (રાગ.... ........ શ્રાવણનો) શ્રદ્ધાભાવ જ્યાં ઘટતા જાય,વીરના પરચા વિસ્મરણ થાય; ૧૭૩૩ની ભલી સાલ, સોમસૂરિ આરાધના કરે તે વાર. પદ્માસન બેસી આરાધના કરે, એકસો એકવીસ ઉપવાસ કરે; માણિભદ્રવીરને પ્રત્યક્ષ કરે, શાસનસેવામાં રહેવાનું કહે. માણસો ભૂલીને અન્ય સ્થાને જાય, કેમ કરવી મારે હાય; ભાવ ધરીને મને સમજાય, દુઃખ તેઓનાં દૂર રે ટળાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy