________________
448
તપાગચ્છાધિષ્ઠાયક
સુણો... મુજ સ્થાપના ગુરુવર પાટેથી, કરજો સવા હાથ ઊંચેથી, મૂર્તિ મનોહર સોહાવી. સુણો... દીવો ધૂપ જે જન નિત્ય કરશે, મુજ નામનો જાપ જે જપશે, દુઃખડાં એનાં સદા દૂર ટળશે.
સુણો અરિહંત દેવની સાથે સ્મરણ કરશે, આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર રહેશે, વળી સંકટોનો એ
ચૂરો થશે... સુણો.... ધન-વૈભવની આશા કરીશ પૂરી, વાંઝિયાનું મેણું સદા દૂર કરી, દુઃખના સમયમાં પડખે
રહી સુણો.... તપગચ્છની પાટે આચાર્ય થાશે, રક્ષણ કરીશ રહીને સાથે, કરીશ સકળ સંઘની સેવા ભારે...
સુણો નવા જે કોઈ આચાર્ય થાય, દર્શન મુજ પહેલાં કરી (પછી) બીજે જાયે, તેમની યશ કીર્તિ
જગમાં ફેલાયે.. સુણો... બાધા આખડી મારી જે કોઈ કરશે, જિન આણા સાથે મુજ ધ્યાન ધરશે, તેના મનની આશા
બધી ફળશે...સુણો.... કૃષ્ટ અઢારે ચોરાશી વાયુ ટળશે, ભૂત-પ્રેત, ગ્રહપીડા, અંગપીડા હરશે, જો ભાવ ધરીને
મને સ્મરશે..સુણો. જળમાં તણાતો ઊગરી જાશે, વાઘ, આગ-મણિધર દૂર જાશે, વૈરીનાં સંકટ નાશ થાશે....
સુણો. આઠમ, ચૌદશ, આયંબિલ કરીને,વળી જાપ જપે દિવાળી દિવસે, સુખડી હેતે કરે ગુરુવારે....
સુણો રવિવારના દિવસે પૂજે સ્થાને, અષ્ટપ્રકારી પૂજા આયંબિલ સાથે, કરે સૌ ભકિત નિત્ય
ચડતા ભાવે... સુણો... સવા લાખ જાપ કરી સિદ્ધ કરશે, નિત્ય માળા એક જે ફેરવશે, દર્શન સ્વપ્નમાં (પ્રત્યક્ષ)
મુજ કરશે. સુણો.... રજા આપો ગુરુજી જાઉં હવે, યાદ કરજો સમયે સમયે મને, આવીશ તુમારી પાસે કામ
પડે... સુણો. સેવા કરજો તમે શાસનની, ભક્તોની વારે ચડજો રક્ષા કરી, મહિમા ખૂબ શાસન વિસ્તારી,
- હવે વીરજી સિધાવો સુખેથી તમે સ્થાનમાં.
- દોહા – આશીર્વાદ આપે ધર્મતણા, જ્ઞાની ગુરુવર રાજ, પરિવાર સાથેવિદાય લેતાં, માણિભદ્રવીર મહારાજ. અંતરધ્યાન થયા તિહાં લાગી ન કાંઈ વાર; ગુરુ વિહાર કરે તિહાં, હોય સાધુની સાથ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org