________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
447
(રાગ ........... ડુંગરે ડુંગરે કાદુના ડાયરા.............) સામસામા યુદ્ધમાં ઊતર્યા, સમજાવે હજી માણિભદ્રવીર વાત રે; ભૈરવજી વાત માનો તો
યુદ્ધ ન કરવાં. કળથી કામ થાય તો તે કરવું, બળનો કરવો છેલ્લો વિચાર રે....... ભૈરવજી, પણ માને ન
ભૈરવ એ વાતને મૂકવા વીર કહે અભિમાન રે....ભૈરવ . ... છ છ ભૂજાના ધણી વીરજી, આઠ ભૂજા ધારી ભૈરવ કહેવાય રે.... ભૈરવજી, વૈક્રિય લબ્ધિ
વીર ફોળવતા, કરી બાર બાર ભૂજા પલવાર રે......ભૈરવ સોળ ભૂજા કરી ભૈરવે તિહાં, પણ વીર જીત્યા ન જિતાય રે........... ભૈરવજી, બમણી
બમણી ભૂજા વધારીને, કરતાં યુદ્ધ બંને નિર્ધાર રે ....... ભૈરવ............ અંતે હાર્યો ભૈરવ લડતાં, શરણે આવ્યો વીરને શિર નમાય રે, તો વીરજી તમે જીત્યા ને અમે
હાર્યા. ક્ષમા માગું છું ચરણોમાં પડી, તુમે છે ગુણ ગણના ભંડાર રે, હો વીરજી તમે જીત્યા ને અમે
હાર્યા. બંધ કરો તમે ઉપદ્રવને, પીલાતા મટે સાધુ મહારાજ રે, ભૈરવજી આવાં કામો હવે ન કરવાં. શક્તિ હરી લીધી તિહાં ભૈરવ, સાધુજીને પીડા બંધ થઈ જાય રે............ ભૈરવજી.... અમને સ્વામી તમે છોડો હવે, જઈએ અમે અમારા નિજ સ્થાન રે . ભૈરવજી... વચન આપો મને અકે હવે, છૂટા તમને કરું તત્કાળ રે....... ભૈરવજી.......... કોઈજિનભક્તોને ન પીલવા, ધર્મના કામમાં કરવી સદાય હાયરે ભૈરવજી.. ... વચન આપ્યું ભૈરવે કહીને, આપની આજ્ઞા શિરોમાન્ય રે, હો વીરજી જઈએ હવે અમે
અમારા સ્થાનમાં.
– દોહા – માણિભદ્ર મહાવીરની, રજા લઈ ભૈરવ જાય; હરખિત થયેલ ગુરુવર, આપે ધર્મનો લાભ. કામ અમારું આજે કર્યું, લાખ લાખ અનુમોદન આજ; સાધુ દુઃખી થતા રહ્યા, એ પુણ્યનું
મોટું કામ. કહેતા વીર ગુરુવરને, સુણો અમારી વાત, શાસનસેવામાં રહીશ, જાગતો દિવસ ને રાત, સ્થાપના કેમ કરવી માહરી, તે કરું છું વાત; વળી બીજી વાતો ભલી, સૌ જીવ હિતને કાજ.
(રાગ-સુણો ચંદાજી) સુણો ગુરુવરજી, શાસનસેવામાં રહીશ હું જાગતો; હે ઉપકારી, શાસનસેવામાં સદાયે
સંભાળજો. જે શાસનના પ્રભાવ થકી, નમસ્કાર સિદ્ધગિરિ ધ્યાનથી, દેવતાની પામ્યો હું બહુ ઋદ્ધિ.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org