SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ 446 તપાગચ્છાધિષ્ઠાયક (રાગ ..... હાં રે મારા મહાવીર ભગવાન રે. ...) પામ્યો સુંદર સ્થાન રે, આપના પ્રભાવ રે ઉપકાર ભૂલું કેમ આપનો, રૂડાં દેવનાં સ્થાન રે, વ્યંતરનિકાય રે, ધર્મ પ્રભાવ રે......ઉપકાર જીવ માણેકશાહ હું પૂર્વ ભવમાં, રહેતો હતો ઉજૈની શહેરમાં મળ્યો તમારો સાથ રે, સમજાયો ધર્મરાહ રે.............ઉપકાર....... કરવા આવ્યો હું વેપાર રે, આગ્રા શહેરની મોજાર રે; આપ રહ્યા ચોમાસ રે, આવ્યો વંદનને કાજ રે ....ઉપકાર સિદ્ધગિરિનો પ્રભાવ ત્યાં સાંભળ્યો, યાત્રા કરવાને ત્યાંથી નીકળ્યો; જ્યાં આવ્યો હું આ સ્થાન રે, ચોરે કીધો મુજ ઘાત રે .......ઉપકાર મર્યો હું તો ત્યાં સિદ્ધગિરિ ધ્યાનમાં સ્થાન મળ્યું મને ભુવન વ્યત્તરેન્દ્રમાં, માણિભદ્રવીર નામ કહાય રે, તુમ સેવામાં અવાય રે........ઉપકાર.......... ઘણા કાળથી જેનાં ત્રણ સ્થાન છે, મગરવાડા, આગલોડ અને ઉજ્જૈન નામ છે; પ્રભાવિક સ્થાન છે, ચમત્કારી ધામ છે. .......ઉપકાર ..... ક્ષિપ્રાકાંઠે પડ્યું શિર ઉજ્જૈન શહેરમાં, ધડ પડ્યું આગલોડ ગામમાં રહી પગપિંડી આય રે, મૂળ સ્થાન કહેવાય રે ....ઉપકાર ... - દોહા - તુમ સેવામાં હાજર છું, ઉપકારી હે ગુરુરાજ, મુજ જેવું કામ જે હોય તે, ફરમાવો શિરતાજ પ્રબળ શક્તિશાળી તમે, સુણો અમારી વાત; અદશ્ય ઉપદ્રવ થાય છે, અમ સાધુને માથ. દશ દશ સાધુ ખોયા અમે, અગિયારમાં જવા તૈયાર; તપાસ કરો તમે ઉપયોગથી કોણે કર્યો આવાં કામ. બોલાવે તિહાં ભૈરવને, હતાં અને સવાર; સમજાવે એને પ્રેમથી, કરો ઉપદ્રવ વિસરાળ. સંતજનોને પીડવાથી, કર્મ ચીકણાં બંધાય, માટે કહું છું તમને, કરો વિનનો એ નાશ. ભૈરવ તિહાં બોલતા, તુમ આજ્ઞા શિર ધરાય; પણ મંત્રશક્તિથી બંધાયેલ, નથી અમારો ઉપાય ફરજ પાડો જો અમને તો, એક જ છે તેનો રાહ; સ્વામી અમારા તમે છતાં યે, યુદ્ધ કરવાને તૈયાર. સરે કામ જો પ્રેમથી નહીં યુદ્ધનું નામ; માની જા ભૈરવ તમે, છોડી દો તમે આ કામ. પણ સમજે નહિ ભૈરવ તિહાં, ઘણા કીધા ઉપાય; માણિભદ્રવીરને હતી, ગુરુસેવાની દાઝ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy