________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
ભૂમિ આવે પરચા તણી, અંગસ્ફુરણા તુમ થાય; અઠ્ઠમ તપ કરો ભાવથી, એ ભૂમિ ને એ
સ્થાન.
એમ હિતની વાત કહી, દેવી થઈ અંતરધ્યાન; વાત જણાવે સંઘને વિહાર કરવા કાજ. ભેટ બાંધી ગુરુએ તિહાં, દોય સાધુની સાથ; વિહાર કરતાં આગ્રાથી, સંઘ રડતો દેખાય. ગામોગામ વટાવીને, મૂકયો દેશ મારવાડ, ગુજરાત હદ શરૂ થઈ પાલનપુર પણ છોડાય. આવ્યા નિર્જન સ્થાનમાં, મનમાં સ્ફુરણા થાય; આરાધના કરું હવે, શાસનહેલના ન થાય. જોયા સાધુ સાથમાં, દુઃખની શરૂઆત થાય; અટ્ટમતપ ઉચ્ચરી અને રહ્યા કાઉસ્સગ ધ્યાન. મન–વચન-કાયા દઢ કરી ભૂલી ભાન ને તાન; ત્રણ–ત્રણ દિન વહીગયા, ઊગ્યું ચોથું
પ્રભાત.
( રાગ ...... મા સિદ્ધાચળની રખવાળી.......... ). માણિભદ્રવીરનાં આસન ડોલાય, તપનો પ્રભાવ લાગે છે. ઉપયોગ અવધિજ્ઞાનેથી કરાય.... તપનો..... જુએ જુએ ઉપકારી મહારાજ ..... તપનો..... ભવસમુદ્રમાંથી મને ઉગારનાર .તપનો....,જાઉં જાઉ સત્વરે તેમની પાસ ... તપનો..... વંદન કરવા માટે થાએ તૈયાર . તપનો..... બાવન વીર ને ચોસઠ જોગણીઓ સાથ, માણિભદ્રવીર તિહાં આવે છે.
આવ્યા આવ્યા જ્યાં ઊભાં છે ગુરુવર સ્થાન..... માણિભદ્ર...., ઐરાવણ અસવારી ને વિશાળ છે કાય ...... માણિભદ્ર . હાથ, પગ સુકોમળ ને જીભ હોઠ લાલ ........ માણિભદ્ર.... મસ્તક ઉપર સોહે મુગટ લાલ માણિભદ્ર . કંઠે આભૂષણ ને રત્નમય માળ ........ માણિભદ્ર છ છ ભૂજામાં બળ ખૂબ ધરનાર માણિભદ્ર . મુખ પર મંદિર ધ્વજાનો ઝલકાર ....... માણિભદ્ર કાનમાં કુંડલ ને ચમકતું ભાલ ......... માણિભદ્ર .......
સારે સારે કન્નુનાં વાંછિત કાજ માણિભદ્ર . – દોહા -
વંદન કરીને ઊભા રહ્યા, પરિવાર સાથે હાથ; સુસ્વર કરતાં તિહાં કને, પૂરું કરો ગુરુ ઘ્યાન. પૂછે છે ગુરુ રાયને, ઓળખો છો મહારાજ, હું કોણ છું તુમ આગળે, આવી ઊભો છું સાજ. ઓળખે કોણ તમને નહીં, નર–નારીથી પૂજાવ; લાગો છો દેવ સોહામણા, થાઓ ધર્મનો
.................
Jain Education International
445
********
********
લાભ.
ના ના ગુરુજી તેમ નહીં, બીજી રીતે ઓળખાવ; ઉપકાર છે તુમ તણો, મુજથી કેમ ભુલાય. ઓળખાવો તુમ સ્થાનને, વળી જણાવો તુમ નામ; શાસનહિતના કાજમાં કરો અમારાં કામ.
For Private & Personal Use Only
www.jainelibrary.org