SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ 442 તપાગચ્છાધિષ્ઠાયક . (રાગ ..... હંસા મારે કરવી છે...........) સાંભળીએ ચોસઠ ઇન્દ્રોની વાત, કેવા કેવા ઈન્દ્રોની જાત..... સાંભળીએ. પગ પહોળા કરી કેડે હાથ દઈ, ઊભેલો માણસ કહેવાય; આ જગની છે રચના એવી, શાસ્ત્રોમાંહિ કહેવાય.......... સાંભળો. ઊર્ધ્વ–અધો ને તિલોક તેમાં, ચૌદ રાજલોક પ્રમાણ; કર્મ પ્રમાણે ગતિ મેળવતો, કર્મ પ્રમાણે સ્થાન સાંભળો. મનુષ્ય–દેવ ને તિર્યંચ નારક, ચાર ગતિઓ ઓળખાય; સુકરણી શુભ ભાવે જે, મનુષ્ય દેવમાં જાય... સાંભળો. કૂડાં કામ કરતાં પાપાચરણ સેવતાં, તિર્યંચ નરકમાં જાય; દુઃખો અનંતાએ યોનિમાં, છુટકારો પુણ્ય થકી થાય.... સાંભળો. બાર દેવલોક નવ રૈવેયક, પાપ અનુત્તર ઉપર કહેવાય; ભવનપતિ, જ્યોતિષ, વૈમાનિક વ્યંતર વાણવ્યંતર લેવાય........... સાંભળો. સાત નારક પૃથ્વી નીચે, દેવલોક ઉપર બાર સિદ્ધ શિલાનું સ્થાન છે ઊંચું, મનુષ્યલોક વચમાંય... સાંભળો. માણેકશાહ શેઠ ક્યાં જઈ ઉપન્યા, તે હવે જોવાય; શુભ ધ્યાનનું ફળ શું ન આપે, તે સુણવાથી સમજાય ....... સાંભળો. – દોહા – દેવપાલ ધ્યાન થકી, ચક્કસરી વરદાન લીધ; શેઠ સુદર્શને ધ્યાનથી શૂળીનું સિંહાસન કિધ. નવકાર મંત્રના ધ્યાનથી, બચી ગયો અમરકુમાર; શીલવતીને પણ ધ્યાનથી સર્પની થઈ ફૂલમાળ. એ જ નવપદના ધ્યાનથી, સુખ પામ્યો શ્રીપાળ, વળી અનેક એ ધ્યાનથી, પામ્યા ભવનો પાર. (રાગ . શ્રી રે સિદ્ધાચળ ભેટવા . ...) વ્યંતર દેવ તેમાં આઠ જાતિના, સુણીએ તેમનાં મુખ્ય નામ; કિન્નર, ઝિંપુરુષ, મહોરગ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચવ્યંતર. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, મનસ્વી રીતે ફરાય ઓછું આવું દશહજારનું, વધુ એક પલ્યોપમ કહેવાય .....વ્યંતર. ગિરિકંદરા ને પર્વત ગુફામાં, વળી ઝાડ ઉપર કરે વાસ; ને વળી ખંડેરમાં કોઈ રહે, અતરે વ્યંતર કહેવાય વ્યંતર. કોઈ ક્ષેત્રનું રક્ષણ કરે, ક્ષેત્રપાળ તેથી કહેવાય; સેવા માણસોની ઘણા કરે, આવો ચાલે વ્યવહાર વ્યંતર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy