________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
441
(રાગ... ડુંગરે ડુંગરે કાદુના ડાયરા.) ક્રોધના ભરેલા લૂંટારા આવીને, સાથે મળીને કરતા સૌ ઘાવ રે, માણેકશાહ તમારા ધ્યાનની
વાત શી કરવી. શરમ ન રાખે શસ્ત્રો જડ જેવાં, કરુણ દશ્ય તિહાં ખડું થાય રે... માણેક... ત્રણ ત્રણ ટુકડા કર્યા પલવારમાં, લૂંટારાને આવી ન દયા જરાય રે.... માણેક શિર પગ ને ધડ જુદાં થયાં, રુધિર કેરા ત્યાં થયા છંટકાવ રે....... માણેક નિર્દોષ જીવ હણાયો હાથથી, ચોરો પસ્તાતા વીલે મોઢે જાય રે... માણેક .... સર્જાયો ચમત્કાર ત્યાં ભૂમિએ, શિર ઊડતું આકાશમાં દેખાય રે.... માણેક. ખિસ્સાં ખોલ્યાં લૂંટારે જોઈ જોઈ, આશા નિરાશામાં પલટાઈ જાય રે..... માણેક દક્ષિણ દિશામાં ગયું ધડ ઊડતું, પગની પિંડીઓ પડી તે જ સ્થાન રે... માણેક.... મરતાં સુધી ધ્યાન રહ્યું સિદ્ધગિરિનું, જીવ દેવલોકમાં તેમનો જાય રે... માણેક.... જુઓ પ્રભાવ કેવો ધ્યાનનો, કર્યું નહીં કંઈ આર્ત રૌદ્ર ધ્યાન રે.... માણેક..... ભુવનપતિમાં વ્યંતર ઇન્દ્ર થયા, માણિભદ્ર દેવ નામ પંકાય રે.... માણેક બાવન વીર સેવા જેની કરતા, ચોસઠ જોગણીઓના નાટારંભ રે.... માણેક. અજમુખ ગંભીર શ્યામલ સોહતા, સુંદર શોભે સ્વરૂપવાન કાય રે.... માણેક ..... સુખો વિલસી રહ્યાં દેવલોકનાં, પ્રબળ શક્તિશાળી કહેવાય રે... માણેક
– દોહા – માતા અને પત્ની સુણે, માણેકશાહની વાત, દુઃખ અંતરમાં ઘણું થયું, લાગ્યો કારમો આઘાત. શુભ યાત્રા કરવા જતાં, થયું મરણ તે વાર; નિશ્ચ સુગતિ પામશે, મનને એમ મનાય. ગામોગામ ને નગરમાંહિ વાતડીઆ ફેલાય; હેમવિમલસૂરિ જાણતાં, શૂરા-શ્રાવકની વાત. પુણ્ય પ્રભાવશાળી સ્થાને, લોક બધાં ઊભરાય, પવિત્ર સ્થાનને જોઈને, ધન્ય ધન્ય બની
જાય. અનાદિ સંયોગનો વિયોગ, એ જ કર્મનો ન્યાય; આમ વિચારી સૌ કરે શોક સંતાપ
વિસરાળ. શેઠની પુણ્ય સ્મૃતિ માંહી, ઓચ્છવ મહોત્સવ થાય; માતા-પિતા પત્ની વળી, ધર્મમાં વધતાં
જાય. અતિ શક્તિશાળી ભર્યા, ચોસઠ ઇન્દ્રો કહેવાય, સમૃદ્ધિશાળી તે ઘણા, અધિપતિ સૌના
ગણાય. બાર દેવલોક તણા દશ ઇન્દ્રો કહેવાય; ભવનપતિના વીશ કહેવાય, સોળ વ્યંતરના લેવાય. વાણ વ્યંતરના સોળ વળી, ચંદ્ર-સૂર્યના હોય, રૂપગુણે વિવિધ ભર્યા, ઇન્દ્રાણી સાથે હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org