________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
437
- દોહા – જ્ઞાની ગુરુવારે દેશના પૂર્ણ કીધી ત્યાં જે વાર વિનવે માણેકશાહ તિહાં નમી કર જોડી હાથ. પાવનકરો અમ આંગણું મુજ પૌષધશાળામાંય લાભ આપો આ રકને આહારપાણીનો
કાંય. લીધી વિનંતી ધ્યાનમાં આચાર્ય પરમ કૃપાળ, પરિવાર સહિત પધારતાં પ્રવેશ આડંબરે
વાય. આહારપાણી ને ઉપધિ વહોરાવી ગુરુરાય; ભક્તિ કરતાં ભાવથી પડી પડીને પાય. માતા નિયમ પૂરો થયો, તે જોઈને હરખાય; વિહાર કરતાં ગુરુદેવ, અન્ય સ્થળે જવા કાજ. દઢ બન્યા માણેકશાહ, શુદ્ધ માર્ગ ઓળખાય; દેવ-ગુરુ ધર્મ ભક્તિમાં, બનતાનિત્ય મસ્તાન. શ્રદ્ધા ભાવથી સેવતાં, વળી વધતો જાએ વેપાર; સવ્યય કરતાં લક્ષ્મીનો, દેતાં સુપાત્રે દાન. હેમવિમલસૂરિ વિહાર કરતાં, આગ્રા શહેરમાં જાય; વિનંતી કરે સંઘભાવથી, ચોમાસુ રહેવા
કાજ. લાભાલાભ કારણ જોઈ, રહે ચોમાસું ગુરુરાજ; ધર્મ પ્રભાવના વધી રહી વર્તે જય જયકાર. પુણ્ય સંયોગ જ્યાં સાંપડે, લાભનું કારણ થાય; માણેકશાહ શેઠને, બની નિમિત્ત કેવું જાય.
(રાગ... વાગે ઘડિયાળની – હે પ્રભુ) (મહેંદી તે વાવી) વેપાર કરવા ગામોગામ શેઠજી, પોઠો ભરીને જાય રે... જુઓ વાત કેવી બને. માલ-મસાલા ભર્યા ભલી ભાતના, વળી કેસર કસ્તુરી સુવાસ રે...જુઓ વાત કેવી બને. સ્થાને સ્થાને માલનો વિક્રય કરતાં, આગ્રા શહેર પહોંચી જાય રે.. જુઓ વાત કેવી બને. માલ ખપાવ્યો ઊંચા બજારેથી, લીધી ત્યાંથી વસ્તુ સાર રે... જુઓ વાત કેવી બને. પોઠો ભરીને તૈયાર કરતાં, ઉજ્જૈન જવાને કાજ રે....જુઓ વાત કેવી બને. શ્રાવકભાઈ ત્યાં સંદેશો આપતા, સુણી સુણો શેઠ એક વાત રે... જુઓ વાત કેવી બને. હેમવિમલસૂરિ જ્ઞાની ગુરુવરજી, બિરાજે પરિવાર સાથ રે....... જુઓ વાત કેવી બને. વાત સુણી ઉપકારી ગુરુવરની, હૈયામાં હર્ષ બહુ થાય રે... જુઓ વાત કેવી બને. બંધ કર્યું ત્યાં જવાનું હમણાં, વંદન કરવા ગુરુને જાય રે... જુઓ વાત કેવી બને. ગુરુ સમીપે આવ્યા માણેકશાહ, જીવન ધન્ય બની જાય રે... જુઓ વાત કેવી બને. પ્રદક્ષિણા કઈ વંદન કરતાં, ઉપદેશ સાંભળી રસાળ રે... જુઓ વાત કેવી બને. ઉપદેશ મધુરા દેતા ગુરુજી, સાંભળે થઈ એકતાન રે.... જુઓ વાત કેવી બને.
– દોહા – ભવ્ય જીવો દુર્લભ એવો, મલ્યો માનવ અવતાર; દશ દષ્ટાંત દોહી લો, મળે ન ફરી ફરી વાર. હેતે કરી આરાધના કરવી થઈ એક તાન; બાર વ્રત ઉચ્ચરવાં, એકમને સાવધાન. સમકિત શુદ્ધ કરવું વળી, જાણીને અભ્યાસ; સમકિત વિનાનાં મીંડાં, એકડા વિના ગણાય. સમજાવો ગુરુદેવ, અમને સમકિત કોને કહેવાય; બાર વ્રત વળી કેમ હવે ઉચ્ચરવાં તુમ પાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org