________________
436
તપાગચ્છાધિષ્ઠાયક
(રાગ..... જનની ની જોડ.) આવા ગુરુજી જગમાં ન મળે રે લોલ, કરતા જગમાંહિ ઉપકાર જો
તરે પોતે ને બીજાને તારતા રે લોલ. પંચમહાવ્રત ધરે મોટકાં રે લોલ, વળી છક્કાયના રક્ષણહાર રે....... તરે ... આણા ધરે થી રાગની રે લોલ, પરિષહ બાવીશ જિતાય રે.... આવા સત્તાવીસ ગુણે શોભતા રે લોલ, નવકલ્પ કરે વિહાર રે તરે. શુદ્ધ આચાર માંહિ રમતા રે લોલ, ન મળે આવા ગુરુની જોડ રે... તરે...
- દોહા – ગુણ સાંભળી ગુરુવરતણા કરતા માતને વાત, આડંબરે લાવીશ હું તારણ તરણ ગુરુરાજ. વાણી સુણી તેહની ખમાવીશ વચન પ્રમાણ એમ કરી માતને નમી શયન ગૃહમાં જાય. નિદ્રાદેવીને ખોળે પડ્યા, ઉત્તમ કરતા વિચાર, બ્રહ્મ મુહૂર્ત ઊઠતા ધરતાં પરમેષ્ઠિ ધ્યાન. હાથ હથેલી ભેગી કરી સિદ્ધશિલા આકાર, એકાગ્ર ચિત્તને કરી ધરે ચોવીશ જિન ધ્યાન. ચાલતી નાડી જોઈને ભૂમિતલે પગ દેવાય, હાથપગ ધોઈ અને વસ્ત્રાભરણ બદલાય. ઉત્તરાસન ખભે નાખી સૌ જન ભેગાં કરાય, જ્ઞાનોપકર લઈ કરી ગુરુને વાંદવા જાય. વાજતેગાજતે આવિયા જ્યાં ગુરુજી બિરાજમાન, ગુરુપૂજન હેતે કરી વિધિથી વંદન કરાય. બેઠાં સૌ સ્વસ્થાનકે અભિગમ સાચવી પાંચ ભવ્ય જીવોના હિતમણી દેશના દીયે ગુરુરાજ.
(રાગ... ઉપકારી મહાવીર..) સુણો સજ્જન હિતકાર ભવિ તુમે સુણો સજ્જન હિતકાર દુર્લભ એવો જન્મ મળ્યો છે માનવનો સુખકાર, અનંત શક્તિનો ભર્યો ખજાનો શક્તિ
નવિ ગોપવાયભવિ.... તત્ત્વ વિચારણા કરો બુદ્ધિથી સાર–અસાર સમજાય. સુદેવગુરુધર્મની સેવા સર્માકત રંગે
ચડાયભવિ... અંગો મળ્યાં છે સુકૃત્ય કરવા, નાહક નવિ વેડફાય, હાથ મળ્યા છે દાન કરવા, કંકણ શોભા
કહેવાય. ભવિ... પગ મળ્યા છે યાત્રાને કરવા પાટું કોઈને ન મરાય, કાયા મળી છે પરોપકાર કરવા તપ
વ્રતનિયમ કરાય.. ભવિ..... શિર અક્કડ ન શોભે સજ્જનને તારકને વંદન કરાય, જીભ મળી છે સુગુણ ગાવા કાનેથી
સુશ્રવણ થાય. ભવિ.... ત્રણ તત્ત્વોની આરાધનાથી સમકિત દઢ બનાવાય, જે નરનારી આ વાત જાણે કાપશે
ભવસંસાર..... ભવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org