________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
435
દુઃખ ન જોવાયે તમારું મુજથી રે લોલ, કર્યું મેં તો અવિચારી કામ જો... માફ કરો... પસ્તાવો થાયે મનમાં ઘણો રે લોલ, આપો પ્રાયશ્ચિત્ત મારી માત જો. માફ કરો
ભૂલી જાઓ હવે આ વાતને રે લોલ, ઘી ખાવાનાં ખોલો તમે દ્વાર જો... માફ કરો . દર્શન પૂજા કરીશ તું જ્યારથી રે લોલ પધરાવીશ ગુરુ આંગણામાંય જો, નિયમ પૂરો થશે
ત્યારે માહરો રે લોલ. હેમવિમલસૂરિ ગુરુ ઉદ્યાનમાં રે લોલ, બોલાવો આપણી પૌષધશાળ જો...નિયમ... લાવીશ ગુરુને આંગણે રે લોલ, વળી કરીશ પૂજા પાઠ પ્રકાર જો... માફ...
- દોહા - જનની સંતોષ પામતાં હૈયા સાથ ભેટાય આશિષ અંતરથી આપતી આનંદ અંગ ન માય. ધન્ય બેટા માણેકશાહ ધન્ય તુજ અવતાર, અંતર મારું નાચી રહ્યું દુઃખ ગયું પાતાળ. આશીર્વાદ મારા તને કરી ઉત્તમોત્તમ કામ, શાસનદેવ હાય કરશે ગાજશે તારું નામ. અંતર ઠારે વડીલો તણાં સુદીપક તે કહેવાય આજે તે ઉજાળ્યું ખરે ધન્ય ધન્ય ભાગ્યવાન.
(રાગ... મોતીનું ઝૂમણું) સંધ્યા સમયની વેળા ત્યાં વીતતાં અંધારું જગમાં ફેલાયું ... અંધારું. માતાની આજ્ઞા શિરે ધરીને ગુરુને વીનવવા જાયેજી... અંધારું. ચારે દિશાએ સૂનકાર છવાયે હિંસક પ્રાણીના અવાજ સંભળાયે નિર્ભય બનીને ચાલતા
જાયજી.... ગુરુકપડાના ટુકડાની મશાલ સળગાવી પગપાળે લીધી વાટ ઉદ્યાનની આવ્યાં જ્યાં ગુરજી
બિરાજેજી ગુરુજોયા ગુરુદેવ પરિવાર સાથમાં પણ ઊભા છે સૌ કાઉસ્સગ્ગ ધ્યાનમાં જોઉં સમતા કેવી
રાખેજી ગુરુ. સળગતી મશાલ કરે મુખ આગળ પણ સૌ મુનિવર નવકારધ્યાનમાં, ક્રોધ ન કરે કોઈ
જરાયેજી... ગુરુ. સમતા જોઈ માણેકશાહે ભારી કેવા મુનિવરો જિન-આજ્ઞાધારી કરી આશાતના મેંભારજી....
ગુરુ.
- દોહા – આમ વિચારતા શેઠજી આવ્યા નિજ આવાસ-કરતા વાતને માતને જોયા સમતાના ધાર. આશાતના કીધી અરે કર્યું ન સારું કામ ખોખમાવો મન થકી પાપનો વિસ્તાર થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org