________________
434
તપાગચ્છાધિષ્ઠાયક
કેટલાય સમય થયો માતાજીને રે લોલ, ઘીનો કર્યો ખાવામાં ત્યાગ વ્હાલા પ્રીતમજી હો
વાત કહું તમને વિગતે રે લોલ જી રે વાત.... માતાપિતા કહ્યાં તીર્થસમાં રે લોલ અગણિત છે ઉપકાર, વહાલા પ્રીતમજી હો વાત કરું
તમને વિગતે રે લોલ જી રે વાત. મોટા કર્યા સુખદુઃખ વેઠીને રે લોલ, તમો છો ચતુર સુજાણ વ્હાલા પ્રીતમજી હો વાત કરું
તમને વિગતે રે લોલ જી રે વાત.... શક્તિ હોય તો સુખ આપીએ રે લોલ દૂભવીએ નહીં એમની આણ વ્હાલા પ્રીતમજી હો
વાત કરું તમને વિગતે રે લોલ જી રે વાત.... આપણી ચામડીનાં જોડાં પહેરાવીએ રે લોલ તોયે ન પુરાયે ઉપકારે વ્હાલા પ્રીતમજી હો
વાત કરું તમને વિગતે રે લોલ જી રે વાત.... દુઃખ થાય છે આપણાં માતાજીને રે લોલ નિમિત્ત તમે કહેવાવ, વ્હાલા પ્રીતમજી હો વાત
કરું તમને વિગતે રે લોલ જી રે વાત... શું કરો છો તમે વાતડી રે લોલ, ખબર નથી મને જરાય ધર્મનારીજી હો આવું છું માતાની
આગળે રે લોલ ભલું કહ્યું તમે મુજને રે લોલ નથી મને રીસ કે રાગ ધર્મનારીજી હો આવું છું માતાની
આગળે રે લોલ. ધર્મના કામમાં ઢીલ નહીં રે લોલ, ચાલો તમે મારી સાથે ધર્મનારીજી હો આવું છું માતાની
આગળે રે લોલ. ઉપકાર માનું તમારો કેટલો રે લોલ, કરાવ્યું ફરજનું મને ભાન ધર્મનારીજી હો આવું છું
માતાની આગળે રે લોલ.
– દોહા - બંને જણાં આવી રહ્યાં માતા તણા આવાસ પગમાં પડે બંને પ્રેમથી માણેકશાહ પૂછે વાત સાંભળ્યું માતા જ મેં, ઘીનો કર્યો તમે ત્યાગ, શું થયું એવું માવંડી મુજથી દુઃખ ન
જો વાય. રડતી આખે માતા કહે શું કરું પુત્ર આજ જિન આણાને લોપીને મૂકી તે મરજાદ દુઃખ હૃદયમાં એવું થયું મુજથી ન એ ખમાય. દેવદર્શન બંધ કર્યો તે કયાં કરું જઈને પોકાર. આવા પંચમકાળમાં તરવાનું સાધન કહેવાય, છોડે શરણું એનું જે સંસારમાં ગોથાં ખાય.
( રાગ.... વહુએ વગોવ્યાં...) દ. સાંભળી વાણી માતાની રે લોલ, માણેકશાહ ત્યાં ગળી જાય જો.
માફ કરો એ માવડી રે લોલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org