________________
11.
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
ટેક મારી શાસનદેવ પૂરી કરશે, વ્યાધિ મનની મારી દૂર ટળશે. એટલો છે વિશ્વાસ મને નિયમથી ન નુકસાન... વાત.... ખાતાં નથી ઘી સાસુજી મારાં વાર ન લાગી વહુને સમજાતાં એ પણ કરે છ વિગઈનો ત્યાગ વહુ ચાલ્યાં સાસુની સાથ... વાત.... દિવસ ચાલ્યા તપની સાથે પણ માણેકશાહ આ વાત ન જાણે, સાસુવહુ કરે ધ્યાન નવકાર સદ્ગુદ્ધિ થાયે, તત્કાળ... વાત.... સુકાતું શરીર જોયું માતાનું પૂછે દુઃખ માતા તમને શાનું શરીર કેમ દૂબળું દેખાય માતાજી કાંઈ ચિંતા મનમાં થાય... વાત.... કાંઈ કારણ નથી બેટા એવું તારે મનમાં કાંઈ ન લેવું, ઘડપણમાં બેટા એવું જ થાય, તેમાં કોઈને શું કહેવાય... વાત....
– દોહા – મન માણેકશાહ માને નહીં પણ નક્કી કંઈ છે વાત, દુ:ખ થાયે કદાચ મન, મુજથી છુપાવે પૂછું વાત આ પત્નીને માતા મન કેમ નારાજ, સાચી વાત મળશે તિહાં, વાતની કડી મળી
વાત.
જાય.
આવ્યા નિજ આવાસમાં પતિ પાસે સૂનાર, માણેકશાહ કહે પત્નીને સાંભળો મારી તમે
433
વાત.
હમણાં હમણાં માતાજી ચિંતામાં રહેલાં જણાય, શરીર સુકાતું જોઈને ચિંતા ઘણી મને થાય. પત્નીએ જાણ્યું નાથને, ઊંડે ઊંડે લાગે દુઃખ, વાત કરું વિનય થકી સાસુને થાયે સુખ સન્નારી પતિ પાસમાં બેસી નીચે સ્થાન, વાત કરે હ્રદય થકી રાખી નિજ મરજાદ. સાસુ હિતકારી ભલાં, જાણે દિલથી અપાર દુઃખ ન થાયે કોઈને એવી રીતે કહે વાત.
( રાગ ઃ સાવ સોનાનું મારું... ) સોના સરીખા મારા સ્વામીજી રે લોલ, મુજ જીવનઆધાર વ્હાલા પ્રીતમજી હો વાત કરું તમને વિગતે રે લોલ જી રે વાત... ભૂલ થાય તો કરજો માફ મને રે લોલ કહેવાયું નહિ મને આજ વ્હાલા પ્રીતમજી હો વાત કરું તમને વિગતે રે લોલ જી રે વાત... આજ્ઞા માંગું છું સ્વામી આપની રે લોલ ધરજો ના મનમાં રોષ વ્હાલા પ્રીતમજી હો વાત કરું તમને વિગતે રે લોલ જી રે વાત... શું છે મનમાંહિ દુઃખડુ રે લોલ, શાને ધરો વિષાદ ધર્મનારીજી હો કરોને વાત તમે સુખથી રે લોલ વાત....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org