SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ 432 તપાગચ્છાધિષ્ઠાયક (રાગ : મારે મને આવીને....) મારા ઘરમાં આ તે શું બની રે રહ્યું, મારા માણેકશાહને આવું કોણે રે કહ્યું.... મારા..... મેં તો સંસ્કાર આપ્યા તેને બાળપણથી પ્રભુપૂજાનો તે રાગી હતો બચપણથી કર્મ ઉદયમાં કોણ જાણે આવ્યું કયું.... મારા.. ફેરફાર થયો મેં જાણ્યું જ્યારથી નયનોમાંથી નિંદ ગઈ ત્યારથી ન બનવાનું આ તે બની રે રહ્યું.. મારા... મારો પુત્ર મૂળ માર્ગ ભૂલી જો જાએ મારી નજરમાં તે ન જોવાએ માતાની ફરજ હું તે પૂરી રે કરું... મારા... પૂભુપૂજા ને દર્શન ન કરે ત્યાં સુધી શુદ્ધ ગુરુને આહાર ન વહોરાવે જ્યાં સુધી આજથી હું ઘીનો ત્યાગ કરું... મારા... – દોહા – પ્રભુ મહાવીર પરિવારમાં સાધુ ચૌદ હજાર સુધર્માસ્વામી ગણધરને ગચ્છનો ભાર સોંપાય એ પાટ પરંપરાએ અનેક જ્ઞાની ગુરુવર થાય. ઉત્તમ રત્નો શાસનતણાં, એક એકથી અપાર. જંબુ-સ્થૂલભદ્ર વજૂસ્વામીજી, વળી હીરસૂરીશ્વર રાય, પ્રભાવના કરી શાસનતણી તે શાસ્ત્ર માંહિ જોવાય. સિદ્ધસેન દિવાકરસૂરિ વધારે શાસનની શાન, કળિકાળસર્વજ્ઞ કહ્યા હેમચન્દ્રસૂરીશ્વર રાય. આમ અનેક ધુરંધરોએ પ્રતિબોધ્યા ભડરાય, વીરની પંચાવનમી પાટમેં હેમવિમલસૂરિ રાય. એ સમયે ત્રણ મત થયા ૧૫ર એ સાલ, કમળ કળથા કમળપૂરા કડવામતીનો પ્રચાર. તે હેમવિમલસૂરિ વિચરતા આવ્યા ઉજ્જૈની માંય, ઉદ્યાનમાંહી સમોસર્યા શિષ્યવૃન્દની સાથ નગરજનો સૌ વાંદવા દીડીદોડીને જાય, વાણી ભલી પ્રતિબોધતી ભલા કરતા ઉપકાર. (રાગ વાંસલડી તું મંદ...) વાત સુણી માણેકશાહની માતાનું હૃદય હરખી જાય. આગમન જાણી જ્ઞાની ગુરુવરનું હૃદય પ્રફુલ્લિત થાય... ઉછરંગ આવ્યો અતિ દિલમાંહી બોલાવું ગુરુને આંગણ માંય પણ પંથ ઝાલ્યો પુત્રે બીજો વાત કોને કહેવાય... વાત... મૌન રહ્યાં માતા એવું ધારી–ગમે ન પુત્રને વાત મારી પ્રેમ થકી જો સમજાવાય જેથી દુઃખ જરાએ ન થાય... વાત... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy