________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
લોકજીભે બોલાઈ રહ્યું પ્રતિભાશાળી એ નામ માર્ગ મળે સમજણ થકી થાએ જીવનનાં કામ. શ્રાવક ધર્મની રીતથી જીવન વ્યતીત થાય ભાગ્યશાળી આ જીવને કર્મે કર્યો અન્યાય.
(રાગ.... અબ સૌપ દિયા....)
એક દિવસ ત્યાં વાત એવી બને કોઈ સાધુ વિચરતા આવી રહે લોંકાશાહના ગચ્છની આણા ધરે એવા સાધુ ત્યાં સ્થિરતા કરે પંચમહાવ્રતધારી ગુરુને જાણી વાંદવાને જાએ સૌ નરનારી ઉપદેશ દેતા આચાર્ય ભારી જિન આણાને તે પળે વિસાત. એક...... આગમ પિસ્તાલીસ કહ્યાં શાસ્ત્રમાંહિ પણ તે ગચ્છ તેને માને નહિ કરતા મૂર્તિપૂજાનો વિરોધ ભારી મતિ કલ્પનાએ બોધ એવો આપી એ...... જાણ્યું માણેકશાહ શેઠ મુખ્ય છે ધારી લઈશ એમને જો આણામાં મારી લેશે પાછળથી બીજાને તે વાળી એવા આશયથી લે તેમને બોલાવી. એક..... પંચમ કાળમાં આવું ખૂબ જોવા મળે, ભિન્ન ભિન્ન માન્યતાઓ ને પંથો વડે ઉત્સૂત્ર પ્રરૂપણ કરતાં જરા ન ડરે કયાંથી બીજા જીવોનું કલ્યાણ કરે. એક...... નથી મૂર્તિપૂજામાં પુણ્ય કંઈ સમજાવે દોષો આચાર્ય ભાર દઈ અવલંબન છે ખરું એ ભૂલી જઈ પંચમ કાળનો ભજવે ભાવ સહી એક..... બીજા તો આ વાત કોઈ ના કાન ધરે ઊઠી ઊઠીને સૌ આવાસે ફરે ઉદય પાપનો થયો શેઠને ભારી આણા આચાર્યથી શિરે ધરે. એ..... વીર નિર્વાણથી વિક્રમ સંવતે ૧૫૩૪ ના વરસે મતિકલ્પનાએ ગચ્છ સ્થાપ્યો લોંકાશાહે સિદ્ધાંતની વાતો ગોપવી જાણે મુહપત્તી સદા મોઢે બાંધી રાખો. એ..... મત સ્થાપ્યો દિગંબર શિવભૂતિએ, વીર નિર્વાણથી છસો નવ વરસે વિક્રમ સંવત ૧૮૧૭ની સાલે તેરાપંથ કાઢયો ભીકમચંદે. એ..... ગચ્છ ઘણા શાસનમાં એવા ચાલે પાર્શ્વચંદ્ર – અંચલ – ખરતર ગચ્છ સારે ત્રણ સ્તુતિનો વર્ગ પણ કોઈ માને બે તિથિના મતભેદો વર્તે ભારે. એક...
431
દોહા –
આડું અવળું સમજાવીને બદલ્યા માણેકશાહ વિચાર હવેથી આણા પાળજો મૂર્તિપૂજાનો કરજો
ત્યાગ. વાત સ્વીકારી લોંકાગચ્છની માણેકશાહ આવાસે જાય વિહાર આચાર્ય કરી ગયા દિવસો ધીમે ધીમે જાય.
દેવ દર્શન પૂજા પાઠ જે કરે આત્મકલ્યાણ માણેકશાહે મૂકયું બધું આચાર્ય વચનાનુસાર. નિજ જનની જાણમાં આવી જ્યારે આ વાત આઘાત થયો હૃદયે ઘણો કરવા લાગ્યા સંતાપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org