SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ 430 ક્ષિપ્રા સરિતાનાં મધુરાં જહાં જળ છે સુગંધી ફૂલોનો પમરાટ રે ખુશ્બો હવાથી જેનું અનુપમ સ્થાન રે.... આનંદો...... માણિભદ્રવીરની. વિવિધ કોતરણીથી દરવાજા ચાર રે રક્ષણ કરતાં ગઢના કાંગર કિનારો સાધુ સંતોને મહાપુરુષોનાં માન રે.. આનંદ... માણિભદ્રવીરની. તપાગચ્છાધિષ્ઠાયક – દોહા – એ વૈભવશાળી નગરમાં વસે એક ધનપતિ નામે સુખલાલ શેઠજી વિવિધ ગુણે ગુણવંત પરમ ભાગ્યશાળી હતા અઢળક લક્ષ્મી છલકાય ક્રોડાધિપતિની સાથમાં ગણના તેમની થાય. સંસ્કાર સુવાસે ભર્યા વળી નગરમાં બહુમાન શીલ ગુણે વિવેકભર્યા શેઠાણી કસ્તૂરી બાઈ જાણ દંપતી યુગલ તે પાળતાં શ્રી જિનધર્મની આણ સુખ સંસારનાં સેવતાં પસાર થાયે કાળ. જીવ ગર્ભમાં એક સંચર્યો ઉત્તમ મનોરથ થાય શેઠ શેઠાણી આનંદતાં ગર્ભની રક્ષા કરાય. દેવદર્શન ને જિનપૂજનમાં યાત્રાની ભાવના થાય દોહલા પૂરતા શેઠજી ગર્ભનો કાળ પૂર્ણ થાય. (રાગ..... રાખનાં રમકડાં....) ઉત્તમ ગ્રહ નક્ષત્રમાંહી પુત્રનો જન્મ થાયે રે આનંદ વધ્યો ગૃહજીવનમાં માતા પિતા સુખ પાએ રે... ઉત્તમ. ભાલ તેજસ્વી નાક છે નમણું સુકોમાળ છે કાયા, વાળ વાંકડિયા ગાલ ગુલાબી ઊજળા વર્ષે દીપાયા રે. ઉત્તમ મુખ ચમકતું દીસે રૂપાળું હાથ પગ અણિયાળા રે પુત્રજન્મના ઉમંગથી હર્ષ અનેરા છવાયા ....... ઉત્તમ બાળને જોઈને પારણિયામાં કહેતાં સૌભાગ્યશાળી રે, રત્ન પાકયું પતોતી કુળે માતાપિતા પુણ્ય શાળી રે......ઉત્તમ હાથમાં લઈ સૌ પ્રેમે ખિલાવે વ્હાલો સૌને લાગે રે નામ માણેકશાહ ફઈબા દેતાં રૂપગુણને અનુસારે રે.... ઉત્તમ નાની નાની પગલી પાડે વાણી મીઠી કાલી કાલી રે સૌજનના હૈયામાં રમતો મુખમુદ્રાને નિહાળી રે... ઉત્તમ - દુહા – સૂર્ય—ચંદ્રની પરે વધતા માણેકશાહ જાય માતાપિતાના સંસ્કારો ગળથૂથીથી રેડાય. દેવ દર્શન નિત્ય કરતા વળી વ્રત પચ્ચક્ખાણ અષ્ટપ્રકારી પૂજા કરે જિનભક્તિમાં ગુલતાન યૌવનવયમાં આવતાં પરણાવે માત તાત જીવનસંગિની લીલાવંતી મળતાં ધર્મમાં ચઢતા ભાવ. વેપાર કરે કુનેહબાજથી બુદ્ધિ વિશાળ ગણાય શાસનકામોમાં સદા અગ્રેસર કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy