SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 429 દોહા પ્રણમું ભટેવા પાર્શ્વને ચાણસ્મા નગર મોઝાર, પુરીસાદાની પાર્વેજી મહિમાનો નહીં પાર પંચ શિખરથી શોભતું જિનમંદિર બે માળ, ચોવીસ દેરી યુક્તથી રચના લાગે મનોહાર પ્રતિમા વેલમય તણી શોભે પરિકર સાથ, સમ્યા મોતીના લેપથી પ્રભુજી સુંદર દેખાય રંગમંડપના મધ્યમાં ચાંદીના સિક્કા જોડાય, ચમત્કાર અભુત પ્રભુજીનો વારંવાર દેખાય સંવત બે હજાર તેરમાં શિખરે દીવા દેખાય, ધૂપ પણ પ્રસરી રહ્યો જોઈએ તો ન દેખાય. અર્ધશતાબ્દી જિન મંદિર તણી સંઘે ઊજવી મનોહાર, ગ્રન્થ એ નિમિત્તે પ્રકાશ કર્યો ઓચ્છવ મહોત્સવ સાથ. ચંદ્રાવતી એ નગરીમાંથી ઘણા થયા અણગાર ગામોગામ વિચારીને કરતાં અતિ ઉપકાર શાસનરક્ષક ત્યાં શોભતા માણિભદ્રવીર મહારાજ, પરચા સંઘને મળતા મૂર્તિ સુવર્ણમય સોહાય. ભટેવા પાર્શ્વને નમન કરી વિદ્યા માર્ગે માત, તપગચ્છના રખવાળનું રચું કથાગીત રાસ ચરિત્ર અદ્ભુત જે હતું સુણવા થકી સમજાય, સેવે જે શ્રદ્ધાભાવથી રોગ શોક દૂર જાય. સમ્યગુદષ્ટિ દેવ ખરા સંકટોને હરનાર, ઉપસર્ગ વિનો ટાળતા અધિષ્ઠાયક દેવ વિખ્યાત મહિમા ચમત્કાર ભર્યો મનના કોડ પૂરનાર, સહાય કરે ભક્તોને સદા જિનશાસન શણગાર મગરવાડા આગલોડ ને ઉજ્જૈનમાં શોભે સ્થાન, પગની પિંડી ધડ ને શિવની પૂજા થાય. હરાવ્યો કાળભૈરવને શાસનરક્ષાને કાજ, કોણ હતા જ્યારે થયા તે સુણીએ અદ્ભુત વાત. (રાગ.. પ્રભુ તારું ગીતને મળતો) માણિભદ્રવીરની કહું રૂડી વાત રે આનંદ ન માય કહેતાં હરખ ન માય રે જંબૂદ્વીપના દક્ષિણ ભારતે મનોહર માળવો જગમાં પંકાયે હૂબહૂ જેની ભૂમિ ગણાય રે... આનંદ... માણિભદ્રવીરની. એ રઢિયાળા માલવ દેશમાં ઉજ્જૈની નગરી આવે પ્રસિદ્ધમાં કીર્તિ ગાજે જેની દશે દિશામાંય રે.... આનંદ... માણિભદ્રવીરની. અવંતિ પાર્શ્વનાથનાં જિહાં ધામ રે જૈન શાસનની અણમોલી આણ રે ધર્મકળા ને ભર્યો ભર્યો વાસ રે... આનંદ... માણિભદ્રવીરની. મોટી મોટી હતી શેઠોની હવેલીઓ વિવિધ રંગોથી ચિત્રાવેલીઓ કૂવા–વાવ ને વળી મનોહર બાગ રે... આનંદ. માણિભદ્રવીરની. કોઠાધિપતિઓની ધજાઓ ફરકતી વૈભવશાળીના દર્શન કરાવતી હાથી ઘોડા વળી રથના સુંદરી પાદરે આનંદ.. માણિભદ્રવીરની. કેસર કસ્તુરી અંબર ભલી ભાતનાં હીરા માણેક પના વળી ઉત્તમ જાતનાં ધાન્ય કાપડના બેવડા વેપાર રે....... આનંદ.... માણિભદ્રવીરની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy