SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 425 અંતરિક્ષજી તીર્થના માણિભદ્રજીના ચમત્કારો અનેક નાના-મોટા અનુભવ્યા છે, જ્યારે કુલ્પાકજી તીર્થના પણ સાંભળેલા છે. આમ ચિત્તલદુર્ગ, બેંગલોર, દાવણગિરિ, યેવલા ને વિજયવાડા ગામના માણિભદ્રવીરની સાધના દ્વારા અનેક ચમત્કારો અનુભવીને માનવીને સાચો રાહ દેખાડનાર માણિભદ્રવીર તરીકે કહેવાની આજે હું હિંમત કરી રહ્યો છું. મારા અનુભવો લખવા માટે મારી પાસે કલમ નથી, સાથે અનેક પૂ. આચાર્યદેવો ને મુનિભગવંતોના અનુભવો પણ અનેક સાંભળેલા છે કે જ્યારે પોતાના બાહ્ય કે આંતરિક જીવનમાં ધાર્મિક કે ભૌતિક વિનો આવ્યાં છે ત્યારે ન ધારેલી સફળતા ને સિદ્ધિ આ માણિભદ્રવીર દ્વારા પ્રાપ્ત થતી નજરોનજર અનુભવી છે. તો પ્રત્યેક વાચકને આ સંસારની સળગતી જ્વાળાઓને આધિ-વ્યાધિ-ઉપાધિઓને દૂર કરવા દેવ-દેવીઓની પાછળ વિધર્મી તન-મન-ધનની શક્તિનો ઉપયોગ કરવાને બદલે મારે સાચા સત્યને હાજરાહજૂર માણિભદ્રવીરની નાની પણ સાધના કરવા અનુરોધ કરું છું. આ ભૌતિક સાધના જ નથી પણ તપગચ્છ અધિષ્ઠાયક દેવ સાધકને શાશ્વત સુખ માટે પણ આરાધનામાં તલ્લીન બનાવે છે ને અધિ–વ્યાધિ-ઉપાધિ આ ભવનાં દૂર કરીને ભવોભવ જિનશાસનની પ્રાપ્તિ કરાવનાર છે, જે મારા અનુભવોને યાદ કરતો આજે હું ને મારા મિત્રો સાથે તમોને સાચી સાધના માટે માર્ગદર્શન આપું છું. પણ વિરાધના ને આશાતનાનો મિથ્યા સુખમાર્ગ ભૂલી જઈને આ શુદ્ધ આરાધનાથી સુખ-સંપત્તિ મેળવો એવી આશા સાથે પૂ. શ્રી ઉદયકુશલ ગણિની રચના ' અનુભવસિદ્ધ ચમત્કારી સ્તોત્ર' જે આ ગ્રંથમાં અન્યત્ર આપેલ છે. અહીં માત્ર તેનો અનુવાદ જ આપું છું, જે નીચેની વિગતે છે : હે સરસ્વતી માતા! તારા બાળકને વચનશક્તિ અનમોલ આપ જેના દ્વારા ચમત્કારી વીર માણિભદ્રનાં ગુણલા ગાઈને સુખ-શાંતિને પ્રાપ્ત કર્યું. આ શક્તિ અર્થે જ મારા ઉપકારી ગુરુદેવોનાં ચરણોમાં શિર ઝુકાવી આજે ચરણોની પૂજા કરું છું. (૧) હા.... કેવા ભાવથી ભરપૂર સ્તુતિ કરતાં કવિ કહે છે કે આ કલિકાલમાં દોહ્યલા બનેલા કલ્પવૃક્ષની પ્રાપ્તિ એટલે જ શાસનરક્ષક વીરની પ્રાપ્તિ છે, જેનાથી રોગ-શોક દૂર થાય છે, તેવા માણિભદ્રવીરને શિર ઝુકાવી નમસ્કાર હો. (૨) કહે છે કે, લોખંડને સોનું બનાવનાર પારસમણિ, કે કામઘરના સુખો માટે ઇચ્છાઓ કરવા છતાં પ્રાપ્તિ આ યુગમાં મુશ્કેલ લાગે છે, જ્યારે પૂજ્ય સાહેબનું વરદાન આત્માના હિત માટે બની જ રહે છે. (૩) આ શાસનદેવના ચમત્કારોથી અનુભવસિદ્ધ થયેલ છે કે હે માણિભદ્રવીર! તું જ ચિંતામણિ રનને ચિત્રાવેલ પણ તું જ છે. કારણ, મારે તો દોલતના દાતા તરીકે તું જ સર્વશ્રેષ્ઠ બન્યો છે. (૪) હું તો કહું છું, દુનિયા ભલે કેટલાય દેવોનાં ચરણોમાં સાષ્ટાંગ નમે કે રાત-દિન સૂતાંબેસતાં જેના માટે રટણ કરતા હોય તો પ્રસન્ન થાય કે ન થાય; પરંતુ માસિકસ્વામી એવા દીપી રહ્યા છે કે જાણે સારા દેશમાં પ્રકાશનો સૂર્ય. (૫) અંધકારને દૂર સૂર્ય કરે છે તેમ દુઃખમાં ડૂબેલાને તું જ રહે છે. ને દુનિયાના કહેવાતા આઠ ૫૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy