SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ 424 તપાગચ્છાધિષ્ઠાયક કલિકાલનું કલ્પવૃક્ષ– શ્રી માણિભદ્રજી – શ્રી " લબ્ધિપ્રિય " - પૂજ્ય શ્રી ઉદયકુશલ ગણિવર' અનુભવ સિદ્ધ ચમત્કારી સ્તોત્ર' માં તપાગચ્છરક્ષક શ્રી માણિભદ્રદેવની સ્તુતિ-ગુણગાન કરતા કહે છે કે, કલિકાલમાં જ્યારે કલ્પવૃક્ષ દોહ્યલુ બન્યું છે. ત્યારે શ્રી માણિભદ્રજી એક એવા દેવ–યક્ષેન્દ્ર છે કે જેમની છત્રછાયા-કૃપા પ્રાપ્ત થયે વર્તમાનમાં—કલિકાલમાં ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે તેમજ દુ:ખ, સંતાપ વિઘ્નો, રોગ–શોક, ભય, શત્રુ આદિ પણ દૂર થાય છે. અને વિશેષ કરી આત્મમહિતાર્થે કરેલા સંકલ્પો જરૂર પરિપૂર્ણ થાય છે. અત્રે આ સ્ત્રોતનો અનુવાદ આપવામાં આવેલ છે. આ સ્તોત્રમાં શ્રી માણિભદ્રદેવને જેમ કલ્પવૃક્ષ સમાન કહ્યા છે તેમ પારસમણિ અને ચિંતામણિ રત્ન સમાન પણ કહ્યા છે. - સંપાદક Jain Education International જ્યારે વિજ્ઞાનનાં ભૌતિક સાધનો ડગલે પગલે વધી રહ્યાં છે ત્યારે માનવી વધારે મૂંઝાઈ રહ્યો છે. કારણ કે તે સાધનોથી સુખ મેળવવા માટે; પરંતુ માનસિક ઇચ્છાને આધીન થનારને સુખ પ્રાપ્ત થવું મુશ્કેલ છે. સુખ-શાંતિ તો ઇન્દ્રીયજય સંતોષ ને દેહદમનથી જ પ્રાપ્ત થતું આવ્યું છે; પરંતુ આજના માનવને સમજાવવું પણ કિઠન થઈ ગયું છે. સુખ-શાંતિ માટે માનવ ધર્મસ્થાનોને ભૂલી મનોરંજન માટે સિનેમાગૃહોમાં પેસે છે.વળી દેખાતું કલ્પેલું સુખ તેને અશાંતિની આગથી જલાવી દે છે ત્યારે તે માનવી દેવ-દેવીઓની પૂજા માટે પાગલ બને છે. જ્યાં ત્યાં કાનથી સાંભળેલી વાતો માટે ચમત્કાર પ્રાપ્ત કરવા દોડી જાય છે ને વ્યર્થ માનવજીવન હારી જાય છે. ને દેવદેવીઓની આરાધના કે સાધનામાં હિંસા-અહિંસાનો ભેદ ભૂલી પાપની ખાઈ ખોદી નરકગતિમાં દુઃખ પ્રાપ્ત કરવા ચાલ્યો જાય છે. જ્યારે માનવની આત્મીય સુખ-શાંતિની ઘેલછાને સંતોષી શાશ્વતા સુખના ભોક્તા બનવા માટે કળિયુગમાં માણિભદ્રવીરની સાધનાથી સફળ થઈ ગયેલા પ્રસંગો નજરે જોયા છે. સિદ્ધાચલની યાત્રા માટે નીકળેલા માણિભદ્રના જીવની શાસન માટેની ધગશથી દેવલોકના સુખના ભોક્તા બને છે. ત્યારબાદ તેઓની ધગશ ને સહાય કરવાની રીતિએ તેમની સાધના કરવા અનેકોને પ્રેર્યા છે. આપણાં અનેક મંદિરો, તીર્થોમાં શાસનરક્ષક દેવો તરીકે શાસન વીર માણિભદ્રની સ્થાપના કરેલી જોવા મળે છે. તેના ચમત્કારો તો સાધના કરનારને અનુભવસિદ્ધ હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy