SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ 422 તપાગચ્છાધિષ્ઠાયક ગણવાથી શીઘ્ર ફળે છે, જેને સૌ કોઈ સહજતાથી સમજી શકે તે રીતે મંત્રસાધનાની રીતિ-નીતિ નિમ્ન રૂપે પ્રસ્તુત કરેલી જાણવી. આમ તો વિવિધ ઉદેશ્યથી જાપ માટે વિવિધ મંત્રો છે, પણ દેશકાળને અનુરૂપ સરળતમ મંત્ર.. '39 અસિઆઉસા નમ: શ્રી માણિભદ્ર દિશા મમ સદા સર્વ કાર્યેષ સિદ્ધિ ' નો જાપ કેવી રીતે થઈ શકે તેની જ માહિતી પ્રદાન કરેલ છે. સાધના માટે શુભ દિવસો સાધના માટે શુભ તિથિઓ સાધના માટે શુભ માસતિથિઓ સાધના માટે શુભ સ્થાન સાધના માટે શુભ અનુષ્ઠાન સાધના માટે શુભ ભાવબળ સાધના માટે શુભ સંયોગો સાધનાથી મળતાં ફળો રવિવાર મંગળવાર | ગુરુવાર સુદ પાંચમ | સુદ આઠમ | સુદ ચૌદશ વસંત પંચમી | અખાત્રીજ આસો સુદ પાંચમ ઉન આગલોડ મગરવાડા આયંબિલ નવકારજપ બ્રહ્મચર્ય સંકલ્પ સરળતા બ્રાહ્મમુહૂર્ત પદ્માસન ઉત્તરાભિમુખ વિનોપશમ | વાંછિતસિદ્ધિ | શાસનસેવા સિદ્ધિ સંયમ ઉપરોક્ત 'સુ' તત્વોના સહયોગ પ્રારંભ કરેલો જાપ શીઘ્ર ફળે છે. મંત્રના પ્રારંભે નવકારની સાધના વિશેષે હિતકારી બને છે, તથા માણિભદ્રજીના મંત્રની ફકત ૨૧ માળા ૨૧ શુભ દિવસ તિથિઓમાં ગણવાની રહે છે, તે પછી રોજની ફક્ત ૧ માળા ગણવાથી પણ માણિભદ્રદેવની સહાય સહજમાં મળી રહે છે. આ સાધનાના સાધકો શ્રમણો કે શ્રમણોપાસકો કોઈ પણ પુરુષ બની શકે છે. બહેનો માટે આ સાધના લગભગ વ્યવહારમાં જોવા નથી મળતી. મંત્રનો જાપ ૧૨૫૦૦ અથવા ૨૮000 વાર કરવાથી ફળદ્રુપ બને છે. પોતાની વિશેષ સમસ્યાના સમાધાન માટે આયંબિલ તપ, નવકારજપ ને બ્રહ્મચર્ય ખપ કરી શુભ તિથિઓ અથવા ખાસ ગુરુવારે રાત્રે ફક્ત ૧૧ માળા ગણી સૂઈ જવાથી ઈચ્છિત પ્રશ્નોના ઉત્તર ઊંઘમાં પણ મળી શકે છે. પુણ્યશાળી આત્માઓ, માણિભદ્ર ઉપર સવિશેષાનુરાગી, સવિશુદ્ધ બ્રહ્મચારીઓ તો ઉપરોક્ત સુ તત્ત્વોની ઉણપ છતાંય યક્ષેન્દ્ર સામે ચડીને પથપ્રદર્શક બની રહે છે, તેવા તો અનેક ચમત્કારો થયા છે, હાલે પણ થઈ રહ્યા છે અને થતા રહેશે. કારણ કે દેવ પોતે જાગૃત અને અપ્રમત્ત છે. તેઓ પોતે સમકિતધારી હોવાથી શુભેચ્છાના જ પૂરક-સહાયક બની શકે છે, મેલી વિદ્યા સાધવા કે કોઈને કુમાર્ગમાં ઉપકારી નથી બનતા. બલકે જેમ ઉપકારી ગુરુને સહાયતા પ્રદાન કરી કાળા-ગોરા ભૈરવો દ્વારા થઈ રહેલ ઉપદ્રવો શમાવ્યા તેમ 'કુ' તત્ત્વોને તગેડી નાખવા સમર્થ સાથી બની શકે છે. જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર કરનાર દુનિયાના ચીલાચાલુ વ્યવહારમાં પણ કહેવાય છે કે' નાસતો ગાયતે ભાવો, ના માવો ગાયતે સત: ' જે અસતું હોય તે હોતું નથી અને જે હોય છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy