SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 421 આચાર્ય પરમેષ્ઠી ઉપાધ્યાય પરમેષ્ઠી સાધુ પરમેષ્ઠી આબુ મહાતીર્થ પરમેષ્ઠી ઉજ્જયંત (ગિરનાર) મહાતીર્થ સમેત શિખરજી મહાતીર્થ આ જ પંચ પરમેષ્ઠીના અક્ષરોનો અતિ સંક્ષેપ કરવાથી એકાક્ષરી પણ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરાવી શકે છે. કારમાં પાંચેય પરમેષ્ઠીઓનો સમૂહવાસ છે. તે અક્ષરની રચના અરિહંતના અ, અશરીરી સિદ્ધ ના અ, આચાર્યના આ ઉપાધ્યાયના ઉ, મુનિ (સાધુ)ના મ ના સંયોજન (અઅ+આ+ ઉમ)થકી થઈ છે. આમ નવકાર મહામંત્ર નવપદ સાથેનો અને ૬૮ અક્ષરી મૂળમંત્ર છે, અસિઆઉતા તે જ મંત્રનું મધ્યમ સ્વરૂપ છે તથા સૂક્ષ્મ સ્વરૂપ. માણિભદ્રદેવની સાધનામાં જાપ કરવાનો મંત્ર સ્પષ્ટ છે, સરળ છે અને તેમને સાધવાના અન્ય અનેક મંત્રો પૈકી અતિ ઉપયોગી ને ઉપાદેય તરીકે ઉપરોક્ત મંત્ર છે. તેમાં છે પરમેષ્ઠી પ્રણામહેતુ પ્રણવબીજનો અક્ષર કહેવાય છે, અસિઆઉતા તે જ 8 નો વિસ્તાર છે ને તેનો વિસ્તાર છે નવકાર. આમ પ્રથ : તે ગમ તથા સ્થાવર તીર્થને નમસ્કાર કરી પછી શ્રી માણિભદ્રજી પાસે માંગણી મૂકી શકાય છે કે મને સદાકાળ માટે સર્વ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત કરાવો. આમ પાંચ જીવંત અને પાંચ અજીવ તીર્થોને નમસ્કાર કરનાર ઉપર માણિભદ્ર પ્રસન્ન થાય છે. તેનું કારણ પણ છે કે તે જ બેઉ પ્રકારનાં તીર્થોની રટણ–ધૂનમાં જ માણેકશાહ માનવ મટી દેવ થયા છે અને તે તીર્થપ્રેમના પ્રતાપે આવતા ભવમાં તો મોક્ષે પણ જવાના છે. તેમના પ્રેમપાત્ર બે તીર્થો ઉપર જેમને પ્રેમ પ્રગટે તે તે પ્રેમીઓ ઉપર માણિભદ્રજીને પણ પ્રેમનો પારાવાર ઊભરાય છે. મધ્યમ કક્ષાના જીવો માટેનો મંત્ર છે પછી હું અને શ્રી સાથે જોડાઈ અસિઆઉતા ને નમસ્કાર દર્શાવે છે કારણ કે મધ્યમમાર્ગી જીવો એકાંતે મોક્ષપ્રેમી નહીં પણ આધ્યાત્મિક સાથે આધિભૌતિક, આધિદૈવિક એષણાઓના મિશ્રભાવથી જોડાયેલા હોય છે. હકાર માયાબીજ છે અને સાધ્યને વશીકરણ કરવા વપરાય છે. ત્યારે શ્રીંકાર લક્ષ્મીબીજ છે, જે મોક્ષ તથા ધર્મપુરુષાર્થની સાથોસાથ અર્થ અને કામ પુરુષાર્થ માટે ઉપયોગી ગણાય છે. માટે જ મધ્યમમાર્ગી જીવો બીજો મંત્ર ૐ હ્રીં શ્રીં અસિઆઉસાય નમઃ ગણી ધર્મમાર્ગે સ્થિર રહે છે. જ્યારે મોક્ષપ્રેમી બાળ જીવથી લઈ બુધજીવ સૌ માટે પ્રથમ મહામંત્ર નવકાર શ્રેષ્ઠ પુરવાર થયેલ ચમત્કારી મંત્ર છે તે નમસ્કાર મહામંત્ર માટે વર્ણન કરવું મર્યાદાતીત બનવાથી અહીં તેનો ઉલ્લેખ નથી, પણ અતિ સંક્ષેપમાં કહી શકાય કે સર્વશ્રેષ્ઠ અને શાશ્વતો મંત્ર હોય તો તે છે નવકારમંત્ર જેના અક્ષરો ૬૮ તીર્થોના સારરૂપ છે, ૧૪ પૂર્વોના સારરૂપ તે મંત્ર પંચમંગલ મહાશ્રુતસ્કંધ કહેવાય છે. ઘણી જ ચમત્કારી છે તથા તેની નવનિધિઆઠસિદ્ધિ અનેક ઋદ્ધિ-લબ્ધિઓને પ્રાપ્ત કરાવી શકનાર સરળ તથા સફળ મંત્ર છે. આ થઈ ત્રણ પ્રકારી તંત્રોની સંક્ષિપ્ત વાત. તેમાં ત્રીજો મંત્ર જે માણિભદ્રજીને સાધવા માટેનો છે તે મંત્રજાપ પણ બાહ્ય અભ્યતર શુદ્ધિ-વિશુદ્ધિ તથા વિધિપૂર્વક નિયત તિથિ-વારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy